અયોધ્યાના રાજા હરસિંહના પુત્ર પૃથ્વીચંદ્ર હતા. તે બાળપણથી જ વૈરાગી હતા. છતાં માતાપિતાના આગ્રહથી સોલ કન્યા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પણ મન જળકમળવત્ હતું. પુત્રને સંસારમાં મોહ થાય માટે રાજા રાજગાદી આપે છે.
એક દિવસ સિંહાસન પર બેસી પૃથ્વીચંદ્ર ચિંતનમાં ડૂબ્યા છે. ત્યાં એક સુધન નામનો વ્યાપારી આવ્યો. તેમણે એક અદ્ભુત કૌતુક જોયું. તેનું વર્ણન તે પૃથ્વીચંદ્ર પાસે કરતાં જણાવે છે કે-
ગજપુર ગામમાં રત્નસંચય નામના શેઠને ગુણસાગર નામનો પુત્ર છે. બાળપણથી ઉચ્ચ સંસ્કારી છે. સંસાર પ્રત્યે ઉદાસીન રહે છે. માતાપિતા લગ્નની વાત મૂકતા તે કહે-જો લગ્ન કરીશ તો પણ બીજે દિવસે દીક્ષા લઈશ. કન્યાઓએ તે જાણ્યું છતાં તેની સાથે પરણવા તૈયાર થઈ. ચોરીમાં લગ્ન વિધિ ચાલી રહી છે, ત્યાંજ ગુણસાગરનો આત્મા ચિંતન કરતો ક્ષપકશ્રેણી માંડે છે અને કેવળજ્ઞાન પામે છે. આવા ઉત્તમ પતિને પામી આઠેય કન્યાઓ પણ શુભ ભાવ ભાવતાં કેવળજ્ઞાનને પામી. સુધનના મુખથી આવું મંગળમય વૃત્તાંત સાંભળતા પૃથ્વીચંદ્ર પણ ચિંતનમાં પડી જઈ કેવળજ્ઞાનને પામે છે.
માટે અંતરમાં વૈરાગ્ય હૃદય રાખવું એમ પરમ કૃપાળુદેવ જણાવે છે.
********
पृथ्वीचंद्र अने गुणसागरनुं दृष्टांत-
अयोध्याना राजा हरसिंहना पुत्र पृथ्वीचंद्र हता. ते बाळपणथी ज वैरागी हता. छतां मातापिताना आग्रहथी सोल कन्या साथे लग्न ग्रंथिथी जोडाया हता. पण मन जळकमळवत् हतुं. पुत्रने संसारमां मोह थाय माटे राजा राजगादी आपे छे.
एक दिवस सिंहासन पर बेसी पृथ्वीचंद्र चिंतनमां डूब्या छे. त्यां एक सुधन नामनो व्यापारी आव्यो. तेमणे एक अद्भुत कौतुक जोयुं. तेनुं वर्णन ते पृथ्वीचंद्र पासे करतां जणावे छे के-
गजपुर गाममां रत्नसंचय नामना शेठने गुणसागर नामनो पुत्र छे. बाळपणथी उच्च संस्कारी छे. संसार प्रत्ये उदासीन रहे छे. मातापिता लग्ननी वात मूकता ते कहे-जो लग्न करीश तो पण बीजे दिवसे दीक्षा लईश. कन्याओए ते जाण्युं छतां तेनी साथे परणवा तैयार थई. चोरीमां लग्न विधि चाली रही छे, त्यांज गुणसागरनो आत्मा चिंतन करतो क्षपकश्रेणी मांडे छे अने केवळज्ञान पामे छे. आवा उत्तम पतिने पामी आठेय कन्याओ पण शुभ भाव भावतां केवळज्ञानने पामी. सुधनना मुखथी आवुं मंगळमय वृत्तांत सांभळता पृथ्वीचंद्र पण चिंतनमां पडी जई केवळज्ञानने पामे छे.
माटे अंतरमां वैराग्य हृदय राखवुं एम परम कृपाळुदेव जणावे छे.