ज्ञानी भगवंतोनी वाणीनुं कोई पण प्रकारे अविनय, आशातना कोई पण प्रकारे करशो नही. एम आपने नम्र विनंती छे.
*****
संतना (प्रभुश्रीजी) कहेवाथी मारे परमकृपालु देवनी आज्ञा मान्य छे.
*****
अगम अगोचर निर्वाणमार्ग छे, एमां संशय नथी. पोतानी शक्तिए, सद्गुरुना आश्रय विना, ते मार्ग शोधवो अशक्य छे; एम वारंवार देखाय छे, एटलुं ज नहीं, पण श्री सद्गुरुचरणना आश्रये करी बोधबीजनी प्राप्ति थई होय एवा पुरुषने पण सद्गुरुना समागमनुं आराधन नित्य कर्तव्य छे. जगतना प्रसंग जोतां एम जणाय छे के, तेवा समागम अने आश्रय विना निरालंब बोध स्थिर रहेवो विकट छे.
*****
અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.
*****
करवा योग्य कंई कह्युं होय ते विस्मरण योग्य न होय एटलो उपयोग करी क्रमे करीने पण तेमां अवश्य परिणति करवी घटे. त्याग, वैराग्य, उपशम अने भक्ति मुमुक्षु जीवे सहज स्वभावरूप करी मूक्या विना आत्मदशा केम आवे? पण शिथिलपणाथी, प्रमादथी ए वात विस्मृत थई जाय छे.
*****
કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.
*****
सम्यक्ज्ञान, दर्शन अने चारित्र ए त्रणेनी ऐक्यता ते "मोक्ष". ते सम्यक्ज्ञान, दर्शन अने चारित्र एटले वीतराग ज्ञान, दर्शन अने चारित्र छे. तेनाथी ज अनंत संसारथी मुक्तपणुं पमाय छे. आ वितरागज्ञान कर्मना अबंधनो हेतु छे. वितरागना मार्गे चालवुं अथवा तेमनी आज्ञा प्रमाणे चालवुं ए पण अबंधक छे. ते प्रत्ये जे क्रोधादि कषाय होय तेथी विमुक्त थवुं ते ज अनंत संसारथी अत्यंतपणे मुक्त थवुं छे; अर्थात् मोक्ष छे. मोक्षथी विपरीत एवो जे अनंत संसार तेनी वृद्धि जेनाथी थाय छे तेने अनंतानुबंधी कहेवामां आवे छे; अने छे पण तेम ज. वीतरागना मार्गे अने तेमनी आज्ञाए चालनारानुं कल्याण थाय छे. आवो जे घणा जीवोने कल्याणकारी मार्ग ते प्रत्ये क्रोधादिभाव (जे महा विपरीतना करनारा छे) ते ज अनंतानुबंधी कषाय छे.
*****
સમ્યક્જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે "મોક્ષ". તે સમ્યક્જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વિતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વિતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે.
*****