પ્રત્રાક ૪૧૬ આ પ્રત્ર શ્રી સોભાગભાઈ લલ્લુભાઈ ઉપર લખેલો છે. જ્ઞાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું’, હું સમજું છું’, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું.એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે;
*****
प्रत्राक ४१६ आ प्रत्र श्री सोभागभाई लल्लुभाई उपर लखेलो छे. ज्ञानीपुरुषनुं ओळखाण नहीं थवामां घणुं करीने जीवना त्रण मोटा दोष जाणीए छीए. एक तो ‘हुं जाणुं छुं’, ‘हुं समजुं छुं’, एवा प्रकारनुं जे मान जीवने रह्या करे छे ते मान. बीजुं, परिग्रहादिने विषे ज्ञानीपुरुष पर राग करतां पण विशेष राग. त्रीजुं, लोकभयने लीधे, अपकीर्तिभयने लीधे, अने अपमानभयने लीधे ज्ञानीथी विमुख रहेवुं, तेना प्रत्ये जेवुं विनयान्वित थवुं जोईए तेवुं न थवुं.ए त्रण कारणो जीवने ज्ञानीथी अजाण्यो राखे छे;
*****
सहजप्रकृति
परहित ए ज निजहित समजवुं, अने परदुःख ए पोतानुं दुःख समजवुं.
सुखदुःख ए बन्ने मननी कल्पना छे.
क्षमा ए ज मोक्षनो भव्य दरवाजो छे.
सघळा साथे नम्रभावथी वसवुं ए ज खरुं भूषण छे.
शांत स्वभाव ए ज सज्जनतानुं खरुं मूळ छे.
खरा स्नेहीनी चाहना ए सज्जनतानुं खास लक्षण छे.
दुर्जननो ओछो सहवास.
विवेकबुद्धिथी सघळुं आचरण करवुं.
द्वैषभाव ए वस्तु झेररूप मानवी.
धर्मकर्ममां वृत्ति राखवी.
नीतिना बांधा पर पग न मूकवो.
जितेन्द्रिय थवुं.
ज्ञानचर्चा अने विद्याविलासमां तथा शास्त्राध्ययनमां गूंथावुं.
गंभीरता राखवी.
संसारमां रह्या छतां ने ते नीतिथी भोगवतां छतां, विदेही दशा राखवी.
परमात्मानी भक्तिमां गूथावुं.
परनिंदा ए ज सबळ पाप मानवुं.
दुर्जनता करी फाववुं ए ज हारवुं, एम मानवुं.
आत्मज्ञान अने सज्जनसंगत राखवां.
*****
સહજપ્રકૃતિ
પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.
સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે.
ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે.
શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે.
ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે.
દુર્જનનો ઓછો સહવાસ.
વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું.
દ્વૈષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી.
ધર્મકર્મમાં વૃત્તિ રાખવી.
નીતિના બાંધા પર પગ ન મૂકવો.
જિતેન્દ્રિય થવું.
જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું.
ગંભીરતા રાખવી.
સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી.
પરમાત્માની ભક્તિમાં ગૂથાવું.
પરનિંદા એ જ સબળ પાપ માનવું.
દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું.
આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવાં.
*****
समस्त इंद्रियजनित सुख जे द्रष्टिगोचर देखाय छे, ते इंद्रधनुष्यना रंगनी पेठे जोतजोतामां नाश थई जाय छे.
यौवननुं जोश संध्याकाळनी लालीनी पेठे क्षण क्षणमां विनाश पामे छे, एटला, माटे आ मारुं गाम, आ मारुं राज्य, आ मारुं घर, आ मारुं धन, आ मारुं कुटुंब, एवा विकल्प करवा ते ज महामोहनो प्रभाव छे.
जे जे पदार्थो आंखथी जोवामां आवे छे, ते ते समस्त नाश पामशे, एनी देखवा जाणवावाळी इंद्रियो छे ते अवश्य नाश पामशे.
ते माटे आत्माना हित माटे ज उतावळे उद्यम करो.
*****
સમસ્ત ઇંદ્રિયજનિત સુખ જે દ્રષ્ટિગોચર દેખાય છે, તે ઇંદ્રધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ થઈ જાય છે.
યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણ ક્ષણમાં વિનાશ પામે છે, એટલા, માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ, એવા વિકલ્પ કરવા તે જ મહામોહનો પ્રભાવ છે.
જે જે પદાર્થો આંખથી જોવામાં આવે છે, તે તે સમસ્ત નાશ પામશે, એની દેખવા જાણવાવાળી ઇંદ્રિયો છે તે અવશ્ય નાશ પામશે.
તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો.
*****
ज्यां सुधी आश्रय दृढ न थाय त्यां सुधी उपदेश परिणाम पामतो नथी. उपदेश परिणम्या विना सम्यग्दर्शननो योग बनतो नथी. सम्यग्दर्शननी प्राप्ति विना जन्मादि दु:खनी आत्यंतिक निवृत्ति बनवा योग्य नथी.
*****
જ્યાં સુધી આશ્રય દૃઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુ:ખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી.