संसार बंधनरूप लागे अथवा संसार खारो झेर लागे.

 

लोकोमां ओघंसज्ञा‌ए एम मानवामां आवतुं के ‘आपणने सम्यक्‌त्व छे के शी रीते ते केवळी जाणे, निश्चय सम्यक्‌त्व छे ए वात तो केवळीगम्य छे.’ चालती रूढि प्रमाणे एम मानवामां आवतुं; परंतु बनारसीदास अने बीजा ते दशाना पुरुषो एम कहे छे के अमने सम्यक्‌त्व थयुं छे, ए निश्चयथी कही‌ए छी‌ए.

 

शास्त्रमां एम कहेवामां आव्युं छे के ‘निश्चय सम्यक्‌त्व छे के शी रीते ते केवळी जाणे’ ते वात अमुक नयथी सत्य छे; तेम केवळज्ञानी सिवाय पण बनारसीदास वगेरे‌ए मोघमपणे एम कह्युं छे के ‘अमने सम्यक्‌त्व छे, अथवा प्राप्त थयुं छे,’ ते वात पण सत्य छे; कारण ‘निश्चयसम्यक्‌त्व’ छे ते दरेक रहस्यना पर्यायसहित केवळी जाणी शके छे; अथवा दरेक प्रयोजनभूत पदार्थना हेतु अहेतु संपूर्णपणे जाणवा ए केवळी सिवाय बीजाथी बनी शकतुं नथी; त्यां आगळ ‘निश्चयसम्यक्‌त्व’ केवळीगम्य कह्युं छे. ते प्रयोजनभूत पदार्थना सामान्यपणे अथवा स्थूळपणे हेतु‌अहेतु समजी शकाय ए बनवा योग्य छे, अने ते कारणने ल‌ईने महान बनारसीदास वगेरे‌ए पोताने सम्यक्‌त्व छे एम कहेलुं छे.

 

‘समयसार’मां महान बनारसीदासे करेली कवितामां ‘अमारे हृदयने विषे बोधबीज थयुं छे’ एम कहेलुं छे; अर्थात्‌ पोताने विषे सम्यक्‌त्व छे एम कह्युं छे.

 

सम्यक्‌त्व प्राप्त थया पछी वधारेमां वधारे पंदर भवनी अंदर मुक्ति छे, अने जो त्यांथी ते पडे छे तो अर्धपुद्‌गलपरावर्तनकाळ गणाय. अर्धपुद्‌गलपरावर्तनकाळ गणाय तोपण ते सादिसांतना भांगामां आवी जाय छे, ए वात निःशंक छे.

 

सम्यक्‌त्वनां लक्षणो :-

(१) कषायनुं मंदपणुं अथवा तेना रसनुं मोळापणुं.

(२) मोक्षमार्ग तरफ वलण.

(३) संसार बंधनरूप लागे अथवा संसार खारो झेर लागे.

(४) सर्व प्राणी उपर दयाभाव; तेमां विशेष करी पोताना आत्मा तरफ दयाभाव.

(५) सत्‌देव, सत्‌धर्म, सद्‌गुरू उपर आस्था.

 

आत्मज्ञान, अथवा आत्माथी पर एवुं जे कर्मस्वरूप, अथवा पुद्‌गलास्तिकाय वगेरेनुं जे स्वरूप जुदा जुदा प्रकारे, जुदे जुदे प्रसंगे, अति सूक्ष्ममां सूक्ष्म अने अति विस्तारवाळुं ज्ञानीथी प्रकाशवुं थयुं छे, तेमां कंई हेतु समाय छे के शी रीते ? अने समाय छे तो शुं ? ते विषे विचार करवाथी सात कारणो तेमां समायेलां छे, एम मालूम पडे छे : सद्‌भूतार्थप्रकाश, तेनो विचार, तेनी प्रतीति, जीवसंरक्षण, वगेरे. ते साते हेतुनुं फळ मोक्षनी प्राप्ति थाय ते छे. तेम ज मोक्षनी प्राप्तिनो जे मार्ग ते आ हेतुथी सुप्रतीतरूप थाय छे.

 

कर्म अनंत प्रकारनां छे. तेमां मुख्य १५८ छे. तेमां मुख्य आठ कर्मप्रकृति वर्णववामां आवी छे. आ बधां कर्ममां मुख्य, प्राधान्य एवुं मोहनीय छे; जेनुं सामर्थ्य बीजां करतां अत्यंत छे; अने तेनी स्थिति पण सर्व करतां वधारे छे.

 

आठ कर्ममां चार घनघाती छे. ते चारमां पण मोहनीय अत्यंत प्रबळपणे घनघाती छे. मोहनीयकर्म सिवाय सात कर्म छे, ते मोहनीयकर्मना प्रतापथी प्रबळपणे थाय छे. जो मोहनीय खसे तो बीजां निर्बळ थ‌ई जाय छे. मोहनीय खसवाथी बीजांओनो पग टकी शकतो नथी.

 

कर्मबंधना चार प्रकार छे :- प्रकृतिबंध, प्रदेशबंध, स्थितिबंध, अने रसबंध; तेमां प्रदेश, स्थिति अने रस ए त्रण बंधना सरवाळानुं नाम प्रकृति आपवामां आव्युं छे. प्रदेशबंध छे ते आत्माना प्रदेशनी साथे पुद्‌गलनो जमाव अर्थात्‌ जोडाण छे; त्यां तेनुं प्रबळपणुं होतुं नथी; ते खेरववा चाहे तो खरी शके तेम छे. मोहने ल‌ईने स्थिति तथा रसनो बंध पडे छे, अने ते स्थिति तथा रसनो बंध छे ते जीव फेरववा धारे तो फरी ज शके एम बनवुं अशक्य छे. आवुं मोहने ल‌ईने ए स्थिति तथा रसनुं प्रबळपणुं छे.

 

सम्यक्‌त्व अन्योक्त रीते पोतानुं दूषण बतावे छे :- ‘मने ग्रहण करवाथी ग्रहण करनारनी इच्छा न थाय तोपण मारे तेने पराणे मोक्षे ल‌ई जवो पडे छे; माटे मने ग्रहण करवा पहेलां ए विचार करवो के मोक्षे जवानी इच्छा फेरववी हशे तोपण काम आववानी नथी; मने ग्रहण करवा पछी नवमे समये तो मारे तेने मोक्षे पहोंचाडवो जो‌ई‌ए. ग्रहण करनार कदाच शिथिल थ‌ई जाय तोपण बने तो ते ज भवे, अने न बने तो वधारेमां वधारे पंदर भवे मारे तेने मोक्षे पहोंचाडवो जो‌ई‌ए. कदाच मने छोडी द‌ई माराथी विरुद्ध आचरण करे अथवा प्रबळमां प्रबळ एवा मोहने धारण करे तोपण अर्धपुद्‍गलपरावर्तननी अंदर मारे तेने मोक्षे पहोंचाडवो ए मारी प्रतिज्ञा छे’ ! अर्थात्‌ अहीं सम्यक्‌त्वनी महत्ता बतावी छे.

 

લોકોમાં ઓઘંસજ્ઞા‌એ એમ માનવામાં આવતું કે ‘આપણને સમ્યક્‌ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યક્‌ત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે.’ ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું; પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યક્‌ત્વ થયું છે, એ નિશ્ચયથી કહી‌એ છી‌એ.

 

શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ‘નિશ્ચય સમ્યક્‌ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે’ તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરે‌એ મોઘમપણે એમ કહ્યું છે કે ‘અમને સમ્યક્‌ત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે,’ તે વાત પણ સત્ય છે; કારણ ‘નિશ્ચયસમ્યક્‌ત્વ’ છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે; અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી; ત્યાં આગળ ‘નિશ્ચયસમ્યક્‌ત્વ’ કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા સ્થૂળપણે હેતુ‌અહેતુ સમજી શકાય એ બનવા યોગ્ય છે, અને તે કારણને લ‌ઈને મહાન બનારસીદાસ વગેરે‌એ પોતાને સમ્યક્‌ત્વ છે એમ કહેલું છે.

 

‘સમયસાર’માં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં ‘અમારે હૃદયને વિષે બોધબીજ થયું છે’ એમ કહેલું છે; અર્થાત્‌ પોતાને વિષે સમ્યક્‌ત્વ છે એમ કહ્યું છે.

 

સમ્યક્‌ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપુદ્‌ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્‌ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે.

 

સમ્યક્‌ત્વનાં લક્ષણો :-

(૧) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું.

(૨) મોક્ષમાર્ગ તરફ વલણ.

(૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે.

(૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ.

(૫) સત્‌દેવ, સત્‌ધર્મ, સદ્‌ગુરૂ ઉપર આસ્થા.

 

આત્મજ્ઞાન, અથવા આત્માથી પર એવું જે કર્મસ્વરૂપ, અથવા પુદ્‌ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે, તેમાં કંઈ હેતુ સમાય છે કે શી રીતે ? અને સમાય છે તો શું ? તે વિષે વિચાર કરવાથી સાત કારણો તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે : સદ્‌ભૂતાર્થપ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, વગેરે. તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે.

 

કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે.

 

આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થ‌ઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાંઓનો પગ ટકી શકતો નથી.

 

કર્મબંધના ચાર પ્રકાર છે :- પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુદ્‌ગલનો જમાવ અર્થાત્‌ જોડાણ છે; ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે. મોહને લ‌ઈને સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લ‌ઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે.

 

સમ્યક્‌ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે :- ‘મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તોપણ મારે તેને પરાણે મોક્ષે લ‌ઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જો‌ઈ‌એ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થ‌ઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જો‌ઈ‌એ. કદાચ મને છોડી દ‌ઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ અર્ધપુદ્‍ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે’ ! અર્થાત્‌ અહીં સમ્યક્‌ત્વની મહત્તા બતાવી છે.