घणा प्रकारे जीवनो विचार करवाथी, ते जीव आत्मारूप पुरुष विना जाण्यो जाय एवो नथी, एवी निश्चळ श्रद्धा उत्पन्न थई ते तीर्थंकरना मार्गबोधने नमस्कार करीए छीए.
मनुष्यपणुं, ज्ञानीनां वचनोनुं श्रवण प्राप्त थवुं, तेनी प्रतीति थवी, अने तेमणे कहेला मार्गमां प्रवृत्ति थवी परम दुर्लभ छे, एम श्री वर्धमानस्वामीए उत्तराध्ययनना त्रीजा अध्ययनमां उपदेश्युं छे.
चारे गतिमां मनुष्यगति सौथी श्रेष्ठ अने दुर्लभ छे. आत्मानुं परम हित मोक्ष ए गतिथी पमाय छे. ए मनुष्यगतिमां पण केटलाय दु:ख अने आत्मसाधनमां अंतरायो छे.
सत्पुरुषनुं वचन सांभळवुं दुर्लभ छे, श्रद्धवुं दुर्लभ छे, विचारवुं दुर्लभ छे, तो अनुभववुं दुर्लभ होय तेमां शी नवाई?
आ आत्मा पूर्वे अनंतकाळ व्यतीत कर्ये जाण्यो नथी, ते उपरथी एम लागे छे के ते जाणवानुं कार्य सर्वथी विकट छे; अथवा तो जाणवाना तथारुप योगो परम दुर्लभ छे.
स्वरूप सहजमां छे. ज्ञानीना चरणसेवन विना अनंतकाळ सुधी पण प्राप्त न थाय एवुं विकट पण छे.
क्षण क्षण जतां अनंतकाळ व्यतीत थयो, छतां सिद्धि थई नहीं.
अनादि काळना परिभ्रमणमां अनंतवार शास्त्रश्रवण, अनंतवार विधाभ्यास, अनंतवार जिनदीक्षा, अनंतवार आचार्यपणुं प्राप्त थयुं छे. मात्र, “सत्’ मळ्या नथी, “सत्’ सुण्युं नथी, अने “सत् श्रध्युं नथी, अने ए मळ्ये, ए सुण्ये, अने ए श्रध्ये ज छूटवानी वार्तानो आत्माथी भणकार थशे.
आ काळने विषे ज्ञान क्षीण थयुं छे; अने ज्ञान क्षीण थवाथी मतभेद घणा थया छे. जेम ज्ञान ओछुं तेम मतभेद वधारे, अने ज्ञान वधु तेम मतभेद ओछा, नाणांनी पेठे. ज्यां नाणुं घट्युं त्यां कंकास वधारे, अने ज्यां नाणुं वध्युं त्यां कंकास ओछा होय छे.
ज्ञान विना सम्यक्त्वनो विचार सूझतो नथी. मतभेद उत्पन्न नथी करवो एवुं जेना मनमां छे ते जे जे वांचे अथवा सांभळे ते ते तेने फळे छे. मतभेदादि कारणने लईने श्रुत-श्रवणादि फळतां नथी.
वाटे चालतां एक फाळियुं कांटामां भरायुं अने रस्तानी मुसाफरी हजी छे. तो बनी शके तो कांटा दूर करवा, परंतु कांटा काढवानुं न बनी शके तो तेटला सारु त्यां रोकाई रात न रहेवुं; पण फाळियुं मूकी दई चाली नीकळवुं. तेवी ज रीते जिनमार्गनुं स्वरूप तथा तेनुं रहस्य शुं छे ते समज्या विना, अथवा तेनो विचार कर्या विना अल्प अल्प शंकाओ माटे बेसी रही आगळ न वधवुं ते उचित नथी. जिनमार्ग खरी रीते जोतां तो जीवने कर्मक्षय करवानो उपाय छे, पण जीव पोताना मतथी गूंचाई गयेल छे.
जीव पहेला गुणस्थानकमां ग्रंथिभेद सुधी अनंतीवार आव्यो ने त्यांथी पाछो वळी गयो छे.
जीवने एवो भाव रहे छे के सम्यक्त्व अनायासे आवतुं हशे; परंतु ते तो प्रयास (पुरुषार्थ) कर्या विना प्राप्त थतुं नथी.
कर्मप्रकृति १५८ छे. सम्यक्त्व आव्या विना तेमांनी कोई पण प्रकृति समूळगी क्षय थाय नहीं. अनादिथी जीव निर्जरा करे छे, परंतु मूळमांथी एक पण प्रकृति क्षय थती नथी ! सम्यक्त्वमां एवुं सामर्थ्य छे, के ते प्रकृतिने मूळमांथी क्षय करे छे. ते आवी रीते के :- अमुक प्रकृति क्षय थया पछी ते आवे छे; अने जीव बळियो थाय तो आस्ते आस्ते सर्व प्रकृति खपावे छे.
सम्यक्त्व सर्वने जणाय एम पण नहीं, तेम कोईने पण न जणाय एम पण नहीं. विचारवानने ते जणाय छे.
जीवने समजाय तो समजवा पछीथी बहु सुगम छे; पण समजवा सारु जीवे आज दिवस सुधी खरेखरो लक्ष आप्यो नथी. सम्यक्त्व प्राप्त थवाना जीवने ज्यारे ज्यारे जोग बन्या छे त्यारे त्यारे बराबर ध्यान आप्युं नथी, कारण के जीवने अंतराय घणा छे. केटलाक अंतरायो तो प्रत्यक्ष छे, छतां जाणवामां आवता नथी. जो जणावनार मळे तोपण अंतरायना जोगथी ध्यानमां लेवानुं बनतुं नथी. केटलाक अंतरायो तो अव्यक्त छे के जे ध्यानमां आववा ज मुश्केल छे.
सम्यक्त्वनुं स्वरूप मात्र वाणीयोगथी कही शकाय; जो एकदम कहेवामां आवे तो त्यां आगळ जीवने ऊलटो भाव भासे; तथा सम्यक्त्व उपर ऊलटो अभाव थवा मांडे; परंतु ते ज स्वरूप जो अनुक्रमे जेम जेम दशा वधती जाय तेम तेम कहेवामां अथवा समजाववामां आवे तो ते समजवामां आवी शकवा योग्य छे.
આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે.
જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઈને શ્રુત-શ્રવણાદિ ફળતાં નથી.
વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે. તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.
જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો ને ત્યાંથી પાછો વળી ગયો છે.
જીવને એવો ભાવ રહે છે કે સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી.
કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યક્ત્વ આવ્યા વિના તેમાંની કોઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યક્ત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કે :- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે; અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે.
સમ્યક્ત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે જણાય છે.
જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાયો તો પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે.
સમ્યક્ત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય; જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યક્ત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે.
ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે.
ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમ હિત મોક્ષ એ ગતિથી પમાય છે. એ મનુષ્યગતિમાં પણ કેટલાય દુ:ખ અને આત્મસાધનમાં અંતરાયો છે.
સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ?
આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યે જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારુપ યોગો પરમ દુર્લભ છે.
સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણસેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે.
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.
અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિધાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સત્’ મળ્યા નથી, “સત્’ સુણ્યું નથી, અને “સત્શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુણ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.