चिंतित जेनाथी प्राप्त थाय ते मणिने चिंतामणी कह्यो छे;
ए ज आ मनुष्यदेह छे के जे देहमां, योगमां आत्यंतिक एवा सर्व दुःखना क्षयनी चिंतिता धारी तो पार पडे छे.
अचिंत्य जेनुं माहात्म्य छे एवुं सत्संगरूपी कल्पवृक्ष प्राप्त थये जीव दरिद्र रहे एम बने तो आ जगतने विषे ते अगियारमुं आश्चर्य ज छे.
ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણી કહ્યો છે;
એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.
*****
દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે. અર્થાત દેહ નથી.
देह ते आत्मा नथी, आत्मा ते देह नथी. घडाने जोनार जेम घडादिथी भिन्न छे, तेम देहनो जोनार, जाणनार एवो आत्मा ते देहथी भिन्न छे. अर्थात देह नथी.