आ काळने विषे मोक्ष छे एम बीजा मार्गमां कहेवामां आवे छे. जैनमार्गमां आ काळने विषे अमुक क्षेत्रमां तेम थवुं जोके कहेवामां आवतुं नथी; छतां ते ज क्षेत्रमां आ काळने विषे सम्यक्त्व थई शके छे, एम कहेवामां आव्युं छे.
ज्ञान, दर्शन, चारित्र ए त्रणे आ काळने विषे छे. प्रयोजनभूत पदार्थनुं जाणपणुं ते ‘ज्ञान’, तेने लईने सुप्रतीति ते ‘दर्शन’, अने तेथी थती क्रिया ते ‘चारित्र’ छे. आ चारित्र आ काळने विषे जैनमार्गमां सम्यक्त्व पछी सातमा गुणस्थानक सुधी प्राप्त करी शकवानुं स्वीकारवामां आव्युं छे.
सातमा सुधी पहोंचे तोपण मोटी वात छे.
सातमा सुधी पहोंचे तो तेमां सम्यक्त्व समाई जाय छे; अने जो त्यां सुधी पहोंचे तो तेने खातरी थाय छे के आगली दशानुं केवी रीते छे ? परंतु सातमा सुधी पहोंच्या विना आगली वात ख्यालमां आवी शकती नथी.
वधती दशा थती होय तो तेने निषेधवानी जरूर नथी; अने न होय तो मानवा जरूर नथी. निषेध कर्या विना आगळ वधता जवुं.
सामायिक, छ आठ कोटिनो विवाद मूकी दीधा पछी नव विना नथी थतुं, अने छेवटे नव कोटि वृत्तिये मूक्या विना मोक्ष नथी.
अगियार प्रकृति खपाव्या विना सामायिक आवे नहीं. सामायिक थाय तेनी दशा तो अद्भुत थाय. त्यांथी छ, सात अने आठमा गुणस्थानके जाय; ने त्यांथी बे घडीमां मोक्ष थई शके छे.
मोक्षमार्ग करवाळनी धार जेवो छे, एटले एकधारो (एक प्रवाहरूपे) छे. त्रणे काळमां एकधाराए एटले एकसरखो प्रवर्ते ते ज मोक्षमार्ग; - वहेवामां खंडित नहीं ते ज मोक्षमार्ग.
अगाउ बे वखत कहेवामां आव्युं छे छतां आ त्रीजी वखत कहेवामां आवे छे के क्यारेय पण बादर अने बाह्यक्रियानो निषेध करवामां आव्यो नथी, कारण के अमारा आत्माने विषे तेवो भाव कोई दिवस स्वप्नेय पण उत्पन्न थाय तेम छे नहीं.
रूढिवाळी गांठ, मिथ्यात्व अथवा कषायने सूचवनारी क्रियाना संबंधमां वखते कोई प्रसंगे कांई कहेवामां आव्युं होय, तो त्यां क्रियाना निषेधअर्थे तो नहीं ज कहेवामां आव्युं होय; छतां कहेवाथी बीजी रीते समजवामां आव्युं होय, तो तेमां समजनारे पोतानी भूल थई छे, एम समजवानुं छे.
આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જૈનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી; છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યક્ત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે ‘જ્ઞાન’, તેને લઈને સુપ્રતીતિ તે ‘દર્શન’, અને તેથી થતી ક્રિયા તે ‘ચારિત્ર’ છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યક્ત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે.
સાતમા સુધી પહોંચે તોપણ મોટી વાત છે.
સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યક્ત્વ સમાઈ જાય છે; અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે ? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી.
વધતી દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી; અને ન હોય તો માનવા જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું.
સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી.
અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે.
મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહરૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ; - વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ.
અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં.
રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે.