‘जातिस्मृति’ थ‌ई शके छे. पूर्व भव जाणी शकाय छे.

मोरबी, चैत्र वद ७, १९५५

विशेष थ‌ई शके तो सारुं. ज्ञानी‌ओने पण सदाचरण प्रिय छे. विकल्प कर्तव्य नथी.

‘जातिस्मृति’ थ‌ई शके छे. पूर्व भव जाणी शकाय छे.

अवधिज्ञान छे.

तिथि पाळवी.

रात्रे न जमवुं, न चाले तो उकाळेलुं दूध वापरवुं.

तेवुं तेवाने मळे; तेवुं तेवाने गमे.

‘चाहे चकोर ते चंद्रने, मधुकर मालती भोगी रे;

तेम भवि सहजगुणे होये, उत्तम निमित्त संजोगी रे.’

‘चरमावर्त वळी चरमकरण तथा रे, भवपरिणति परिपाक;

दोष टळे ने द्रष्टि खूले अति भली रे, प्राप्ति प्रवचन वाक.’

अव्यवहार राशिमांथी व्यवहार राशिमां सूक्ष्म निगोदमांथी आगळ कुटातो पिटातो कर्मनी अकाम निर्जरा करतो, दुःख भोगवी ते अकाम निर्जराना योगे जीव पंचेन्द्रिय मनुष्यपणुं पामे छे. अने तेथी प्राये ते मनुष्यपणामां मुख्यत्वे कूडकपट, माया, मूर्च्छा, ममत्व, कलह, वंचना, कषायपरिणति आदि रहेल छे.

सकाम निर्जरापूर्वक मळेल मनुष्यदेह विशेष सकामनिर्जरा करावी, आत्मतत्त्वने पमाडे छे.

 

 

मोरबी, चैत्र वद ९, गुरु, १९५५

परम सत्‌ रिबातुं होय तो तेवा विशिष्ट प्रसंगे सम्यक्‌द्रष्टि देवता सार-संभाळ करे; प्रगट पण आवे. पण बहु जूज प्रसंगमां.

योगी के तेवी विशिष्ट शक्तिवाळा तेवा प्रसंगे सहाय करे.

जीवने मतिकल्पनाथी एम भासे के मने देवतानां दर्शन थाय छे, मारी पासे देवता आवे छे, मने दर्शन थाय छे. देवता एम देखाव न दे.

प्र०- श्री नवपद पूजामां आवे छे के ‘ज्ञान एहि ज आत्मा.’ आत्मा पोते ज्ञान छे तो पछी भणवा-गणवानी के शास्त्राभ्यासनी शी जरूर ? भणेलुं बधुं कल्पित गणी परिणामे भूल्ये छूटको छे, तो पछी भणवानी, उपदेशश्रवणनी के शास्त्रवांचनादिनी शी जरूर ?

 

उ०- ‘ज्ञान एहि ज आत्मा’ ए एकांत निश्चयनयथी छे. व्यवहारथी तो ए ज्ञान अवरायेलुं छे. तेनो उघाड करवानो छे. ए उघाड थवा भणवुं, गणवुं, उपदेशश्रवण, शास्त्रवांचन आदि साधनरूप छे. पण ए भणवुं, गणवुं, उपदेशश्रवण अने शास्त्रवांचन आदि सम्यक्‌द्रष्टि‌ए थवुं जो‌ई‌ए. आ श्रुतज्ञान कहेवाय छे. संपूर्ण निरावरण ज्ञान थतां सुधी ए श्रुतज्ञानना अवलंबननी जरूर छे. ‘हुं ज्ञान छुं’, ‘हुं ब्रह्म छुं’ एम पोकार्ये ज्ञान के ब्रह्म थ‌ई जवातुं नथी. ते रूप थवा सत्शास्त्रादि सेववां जो‌ई‌ए.

 

मोरबी, चैत्र वद १०, १९५५

प्र०- पारकाना मनना पर्याय जाणी शकाय ?

उ०- हा. जाणी शकाय छे. स्वमनना पर्याय जाणी शकाय, तो परमनना पर्याय जाणवा सुलभ छे. स्वमनना पर्याय जाणवा पण मुश्केल छे. स्वमन समजाय तो ते वश थाय. समजावा सद्‌विचार अने सतत एकाग्र उपयोगनी जरूर छे.

आसनजयथी उत्थानवृत्ति उपशमे छे; उपयोग अचपळ थ‌ई शके छे; निद्रा ओछी थ‌ई शके छे.

तडकाना प्रकाशमां सूक्ष्म रज जेवुं जे देखाय छे, ते अणु नथी; पण अनेक परमाणु‌ओनो बनेलो स्कंध छे. परमाणु चक्षु‌ए जोयां न जाय. चक्षु‌इंद्रियलब्धिना प्रबळ क्षयोपशमवाळा जीव, दूरंदेशीलब्धिसंपन्न योगी अथवा केवलीथी ते देखी शकाय छे.

 

ए छपातां विलंब थयेल तेथी ग्राहकोनी आकुळता टाळवा ‘भावनाबोध’ त्यार पछी रची उपहाररूपे ग्राहकोने आप्यो हतो.

हुं कोण छुं ? क्यांथी थयो ? शुं स्वरूप छे मारुं खरुं ?

कोना संबंधे वळगणा छे ? राखुं के ए परिहरुं ?

ए पर जीव विचार करे तो तेने नवे तत्त्वनो, तत्त्वज्ञाननो संपूर्ण बोध मळी जाय एम छे. एमां तत्त्वज्ञान संपूर्ण समावेश पामे छे. शांतिपूर्वक, विवेकथी विचारवुं जो‌ई‌ए.

झाझा, लांबा लेखथी कंई ज्ञाननी, विद्वत्तानी तुलना न थाय. पण सामान्यपणे जीवोने ए तुलनानी गम नथी.

प्र०- किरतचंदभा‌ई जिनालय पूजा करवा जाय छे ?

उ०- ना साहेब, वखत नथी मळतो.

वखत केम नथी मळतो ? वखत तो धारे तो मळी शके, प्रमाद नडे छे. बने तो पूजा करवा जवुं.

काव्य, साहित्य के संगीत आदि कळा जो आत्मार्थे न होय तो कल्पित छे. कल्पित एटले निरर्थक, सार्थक नहीं ते, जीवनी कल्पनामात्र. भक्तिप्रयोजनरूप के आत्मार्थे न होय ते बधुं कल्पित ज.

 

मोरबी, चैत्र वद १२, १९५५

श्रीमद्‌ आनंदघनजी श्री अजितनाथजीना स्तवनमां स्तवे छे :-

‘तरतम योगे रे तरतम वासना रे, वासित बोध आधार-पंथडो०’

एनो अर्थ शुं ? जेम योगनुं, मन, वचन, कायानुं तारतम्य अर्थात्‌ अधिकपणुं तेम वासनानुं पण अधिकपणुं, एवो ‘तरतम योगे रे तरतम वासना रे’नो अर्थ थाय छे; अर्थात्‌ को‌ई बळवान योगवाळो पुरुष होय तेनुं मनोबळ, वचनबळ आदि बळवान होय अने ते पंथ प्रवर्तावतो होय पण जेवो बळवान मन, वचनादि योग छे, तेवी ज पाछी बळवान वासना मनावा, पूजावा, मान, सत्कार, अर्थ, वैभव आदिनी होय तो तेवी वासनावाळानो बोध वासित बोध थयो; कषाययुक्त बोध थयो; विषयादिनी लालसावाळो बोध थयो; मानार्थ थयो; आत्मार्थ बोध न थयो. श्री आनंदघनजी श्री अजित प्रभुने स्तवे छे के हे प्रभु ! एवो वासित बोध आधाररूप छे ते मारे नथी जो‌ईतो. मारे तो कषायरहित, आत्मार्थसंपन्न, मानादि वासनारहित एवो बोध जो‌ई‌ए छे. एवा पंथनी गवेषणा हुं करी रह्यो छुं. मन वचनादि बळवान योगवाळा जुदा जुदा पुरुषो बोध प्ररूपता आव्या छे, प्ररूपे छे; पण हे प्रभु ! वासनाना कारणे ते बोध वासित छे, मारे तो निर्वासित बोध जो‌ई‌ए छे. ते तो, हे वासना विषय कषायादि जेणे जीत्या छे एवा जिन वीतराग अजितदेव ! तारो छे. ते तारा पंथने हुं खोजी, निहाळी रह्यो छुं. ते आधार मारे जो‌ई‌ए छे. कारण के प्रगट सत्यथी धर्मप्राप्ति थाय छे.

 

आनंदघनजीनी चोवीशी मुखपाठे करवा योग्य छे. तेना अर्थ विवेचनपूर्वक लखवा योग्य छे. तेम करशो.

 

 

 

મોરબી, ચૈત્ર વદ ૭, ૧૯૫૫

વિશેષ થ‌ઈ શકે તો સારું. જ્ઞાની‌ઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી.

‘જાતિસ્મૃતિ’ થ‌ઈ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે.

અવધિજ્ઞાન છે.

તિથિ પાળવી.

રાત્રે ન જમવું, ન ચાલે તો ઉકાળેલું દૂધ વાપરવું.

તેવું તેવાને મળે; તેવું તેવાને ગમે.

‘ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે;

તેમ ભવિ સહજગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે.’

‘ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;

દોષ ટળે ને દ્રષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.’

અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાંથી આગળ કુટાતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે કૂડકપટ, માયા, મૂર્ચ્છા, મમત્વ, કલહ, વંચના, કષાયપરિણતિ આદિ રહેલ છે.

સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરા કરાવી, આત્મતત્ત્વને પમાડે છે.

 

 

મોરબી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫

પરમ સત્‌ રિબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક્‌દ્રષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં.

યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે.

જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે.

પ્ર૦- શ્રી નવપદ પૂજામાં આવે છે કે ‘જ્ઞાન એહિ જ આત્મા.’ આત્મા પોતે જ્ઞાન છે તો પછી ભણવા-ગણવાની કે શાસ્ત્રાભ્યાસની શી જરૂર ? ભણેલું બધું કલ્પિત ગણી પરિણામે ભૂલ્યે છૂટકો છે, તો પછી ભણવાની, ઉપદેશશ્રવણની કે શાસ્ત્રવાંચનાદિની શી જરૂર ?

 

ઉ૦- ‘જ્ઞાન એહિ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ અને શાસ્ત્રવાંચન આદિ સમ્યક્‌દ્રષ્ટિ‌એ થવું જો‌ઈ‌એ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. ‘હું જ્ઞાન છું’, ‘હું બ્રહ્મ છું’ એમ પોકાર્યે જ્ઞાન કે બ્રહ્મ થ‌ઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવાં જો‌ઈ‌એ.

 

મોરબી, ચૈત્ર વદ ૧૦, ૧૯૫૫

પ્ર૦- પારકાના મનના પર્યાય જાણી શકાય ?

ઉ૦- હા. જાણી શકાય છે. સ્વમનના પર્યાય જાણી શકાય, તો પરમનના પર્યાય જાણવા સુલભ છે. સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવા સદ્‌વિચાર અને સતત એકાગ્ર ઉપયોગની જરૂર છે.

આસનજયથી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયોગ અચપળ થ‌ઈ શકે છે; નિદ્રા ઓછી થ‌ઈ શકે છે.

તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી; પણ અનેક પરમાણુ‌ઓનો બનેલો સ્કંધ છે. પરમાણુ ચક્ષુ‌એ જોયાં ન જાય. ચક્ષુ‌ઇંદ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન યોગી અથવા કેવલીથી તે દેખી શકાય છે.

 

એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકોની આકુળતા ટાળવા ‘ભાવનાબોધ’ ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યો હતો.

હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?

કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ?

એ પર જીવ વિચાર કરે તો તેને નવે તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જો‌ઈ‌એ.

ઝાઝા, લાંબા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય. પણ સામાન્યપણે જીવોને એ તુલનાની ગમ નથી.

પ્ર૦- કિરતચંદભા‌ઈ જિનાલય પૂજા કરવા જાય છે ?

ઉ૦- ના સાહેબ, વખત નથી મળતો.

વખત કેમ નથી મળતો ? વખત તો ધારે તો મળી શકે, પ્રમાદ નડે છે. બને તો પૂજા કરવા જવું.

કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ.

 

મોરબી, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૫

 

શ્રીમદ્‌ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે :-

‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો૦’

 

એનો અર્થ શું ? જેમ યોગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્‌ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો ‘તરતમ યોગે રે તરતમ વાસના રે’નો અર્થ થાય છે; અર્થાત્‌ કો‌ઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો; કષાયયુક્ત બોધ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થ બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવો વાસિત બોધ આધારરૂપ છે તે મારે નથી જો‌ઈતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ જો‌ઈ‌એ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોધ જો‌ઈ‌એ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જો‌ઈ‌એ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે.

 

આનંદઘનજીની ચોવીશી મુખપાઠે કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો.