उत्कृष्टमां उत्कृष्ट पंदर भवे अवश्य मोक्षे ज‌ईश.

 

એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તેજ સત્ય માનવામાં આખી જિંદગી ગ‌ઇતો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જ‌ઈશ.

 

માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી ’મેં આ કર્યું, “મેં આ કેવું સરસ કર્યું?’ એવા પ્રકારનું અભિમાન છે. “મેં કાંઇ કર્યું જ નથી’ એવી દૃષ્ટિ મુકવાથી તે અભિમાન દૂર થાય.

 

ચિત્તની અસ્થિરતા રાગદ્વેષને કારણે છે. રાગ કે દ્વેષ હોય ત્યાં ચિત્તમાં ક્લેશ હોય છે. તેથી આત્માને આવરણ આવે છે. જ્યારે રાગદ્વેષ રહિત ઉદાસીનતા નિરંતર રહેશે ત્યારે સર્વ દુ:ખનો અંત આવશે.

 

સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.

 

જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્‌ આરાધવા જોગ છે.

 

*****

 

एक सत्पुरुषने राजी करवामां, तेनी सर्व इच्छाने प्रशंसवामां, तेज सत्य मानवामां आखी जिंदगी ग‌इतो उत्कृष्टमां उत्कृष्ट पंदर भवे अवश्य मोक्षे ज‌ईश.

 

मार्ग पामवामां अनंत अंतरायो छे. तेमां वळी ’में आ कर्युं, “में आ केवुं सरस कर्युं?’ एवा प्रकारनुं अभिमान छे. “में कांइ कर्युं ज नथी’ एवी दृष्टि मुकवाथी ते अभिमान दूर थाय.

 

चित्तनी अस्थिरता रागद्वेषने कारणे छे. राग के द्वेष होय त्यां चित्तमां क्लेश होय छे. तेथी आत्माने आवरण आवे छे. ज्यारे रागद्वेष रहित उदासीनता निरंतर रहेशे त्यारे सर्व दु:खनो अंत आवशे.

 

सर्व प्रकारना भयने रहेवाना स्थानकरूप आ संसारने विषे मात्र एक वैराग्य ज अभय छे.

 

जीवे धर्म पोतानी कल्पना वडे अथवा कल्पनाप्राप्त अन्य पुरुष वडे श्रवण करवा जोग, मनन करवा जोग के आराधवा जोग नथी. मात्र आत्मस्थिति छे जेनी एवा सत्पुरुषथी ज आत्मा के आत्मधर्म श्रवण करवा जोग छे, यावत्‌ आराधवा जोग छे.