जेणे कषायभावनुं उच्छेदन करेलुं छे ते कषायभावनुं सेवन थाय एम कदी पण करे नहीं.
अमुक क्रिया करवी एवुं ज्यां सुधी अमारा तरफथी कहेवामां नथी आवतुं त्यां सुधी एम समजवुं के ते कारणसहित छे; ने तेथी करी क्रिया न करवी एम ठरतुं नथी.
हाल अमुक क्रिया करवी एम कहेवामां जो आवे अने पाछळथी देशकाळने अनुसरी ते क्रियाने बीजा आकारमां मूकी कहेवामां आवे तो श्रोताना मनमां शंका आणवानुं कारण थाय के, एक वखत आम कहेवामां आवतुं हतुं, ने बीजी वखत आम कहेवामां आवे छे; एवी शंकाथी तेनुं श्रेय थवाने बदले अश्रेय थाय.
बारमा गुणस्थानकना छेल्ला समय सुधी पण ज्ञानीनी आज्ञा प्रमाणे चालवानुं थाय छे. तेमां स्वच्छंदपणुं विलय थाय छे.
स्वच्छंदे निवृत्ति करवाथी वृत्तिओ शांत थती नथी, पण उन्मत्त थाय छे, अने तेथी पडवानो वखत आवे छे; अने जेम जेम आगळ गया पछी जो पडवानुं थाय छे, तो तेम तेम तेने पछाट वधारे लागे छे, एटले घणो ते ऊंडो जाय छे; अर्थात् पहेलामां जई खूंचे छे, एटलुं ज नहीं परंतु तेने त्यां घणा काळ सुधी जोरनी पछाटथी खूंच्या रहेवुं पडे छे.
हजु पण शंका करवी होय तो करवी; पण एटलुं तो चोक्कसपणे श्रद्धवुं के जीवथी मांडी मोक्ष सुधीना जे पांच पद (जीव छे, ते नित्य छे, ते कर्मनो कर्त्ता छे, ते कर्मनो भोक्ता छे, मोक्ष छे,) ते छे; अने मोक्षनो उपाय पण छे; तेमां कांई पण असत्य नथी. आवो निर्णय कर्या पछी तेमां तो कोई दिवस शंका करवी नहीं; अने ए प्रमाणे निर्णय थया पछी घणुं करीने शंका थती नथी. जो कदाच शंका थाय तो ते देशशंका थाय छे, ने तेनुं समाधान थई शके छे. परंतु मूळमां एटले जीवथी मांडी मोक्ष सुधी अथवा तेना उपायमां शंका थाय तो ते देशशंका नथी पण सर्वशंका छे; ने ते शंकाथी घणुं करी पडवुं थाय छे; अने ते पडवुं एटला बधा जोरमां थाय छे के तेनी पछाट अत्यंत लागे छे.
आ जे श्रद्धा छे ते बे प्रकारे छेः एक ‘ओघे’ अने बीजी ‘विचारपूर्वक.’
मतिज्ञान अने श्रुतज्ञानथी जे कंई जाणी शकाय छे तेमां अनुमान साथे रहे छे, परंतु तेथी आगळ अने अनुमान विना शुद्धपणे जाणवुं ए मनःपर्यवज्ञाननो विषय छे; एटले मूळ तो मति, श्रुत, अने मनःपर्यवज्ञान एक छे, परंतु मनःपर्यवमां अनुमान विना मतिनी निर्मलताए शुद्ध जाणी शकाय छे.
मतिनी निर्मलता थवी ए संयम विना थई शके नहीं; वृत्तिने रोकवाथी संयम थाय छे, अने ते संयमथी मतिनी शुद्धता थई शुद्ध पर्यायनुं जे जाणवुं, अनुमान विना ते मनःपर्यवज्ञान छे.
मतिज्ञान ए लिंग एटले चिह्नथी जाणी शकाय छे; अने मनःपर्यवज्ञानमां लिंग अथवा चिह्ननी जरूर रहेती नथी.
मतिज्ञानथी जाणवामां अनुमाननी आवश्यक्ता रहे छे, अने ते अनुमानने लईने जाणेलुं फेरफाररूप पण थाय छे. ज्यारे मनःपर्यवने विषे तेम फेरफाररूप थतुं नथी, केमके तेमां अनुमानना सहायपणानी जरूर नथी. शरीरनी चेष्टाथी क्रोधादि पारखी शकाय छे, परंतु तेनुं (क्रोधादिनुं) मूळस्वरूप न देखावा सारु शरीरनी विपरीत चेष्टा करवामां आवी होय तो ते उपरथी पारखी शकवुं, परीक्षा करवी ए दुर्घट छे; तेम ज शरीरनी चेष्टा कोई पण आकारमां न करवामां आवी होय छतां, तद्दन चेष्टा जोया विना तेनुं (क्रोधादिनुं) जाणवुं ते अति दुर्घट छे, छतां ते प्रमाणे परभारुं थई शकवुं ते मनःपर्यवज्ञान छे.
જેણે કષાયભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાયભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં.
અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી.
હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે, એક વખત આમ કહેવામાં આવતું હતું, ને બીજી વખત આમ કહેવામાં આવે છે; એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય.
બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે.
સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે; અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે, તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણો તે ઊંડો જાય છે; અર્થાત્ પહેલામાં જઈ ખૂંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણા કાળ સુધી જોરની પછાટથી ખૂંચ્યા રહેવું પડે છે.
હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્ત્તા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે,) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે; તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશશંકા નથી પણ સર્વશંકા છે; ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે; અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે.
આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છેઃ એક ‘ઓઘે’ અને બીજી ‘વિચારપૂર્વક.’
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મનઃપર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રુત, અને મનઃપર્યવજ્ઞાન એક છે, પરંતુ મનઃપર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે.
મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં; વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું, અનુમાન વિના તે મનઃપર્યવજ્ઞાન છે.
મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે; અને મનઃપર્યવજ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી.
મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યક્તા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મનઃપર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે; તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મનઃપર્યવજ્ઞાન છે.