सम्यक्त्व केवळज्ञानने कहे छे :- ‘हुं जीवने मोक्षे पहोंचाडुं एटले सुधी कार्य करी शकुं छुं; अने तुं पण ते ज कार्य करे छेः तुं तेथी कांई विशेष कार्य करी शकतुं नथी; तो पछी तारा करतां मारामां न्यूनता शानी ? एटलुं ज नहीं, परंतु तने पामवामां मारी जरूर रहे छे.’
ग्रंथादि वांचवानुं शरू करतां प्रथम मंगळाचरण करवुं अने ते ग्रंथ फरीथी वांचतां अथवा गमे ते भागथी ते वांचवानुं शरू करतां प्रथम मंगळाचरण करवुं एवी शास्त्रपद्धति छे. तेनुं मुख्य कारण ए छे के बाह्यवृत्तिमांथी आत्मवृत्ति करवी छे, माटे तेम करवामां प्रथम शांतपणुं करवानी जरूर छे, अने ते प्रमाणे प्रथम मंगळाचरण करवाथी शांतपणुं प्रवेश करे छे. वांचवानो अनुक्रम जे होय ते बनतां सुधी न ज तोडवो जोईए; तेमां ज्ञानीनो दाखलो लेवा जरूर नथी.
आत्मअनुभवगम्य अथवा आत्मजनित सुख अने मोक्षसुख ते एक ज छे. मात्र शब्द जुदा छे.
केवळज्ञानी शरीरने लईने नथी के बीजाना शरीर करतां तेमनुं शरीर तफावतवाळुं जोवामां आवे. वळी ते केवळज्ञान शरीरथी करी नीपजावेल छे एम नथी; ते तो आत्मा वडे करी प्रगट करवामां आव्युं छे; तेने लीधे शरीरथी तफावत जाणवानुं कारण नथी; अने शरीर तफावतवाळुं लोकोना जोवामां नहीं आववाथी लोको तेनुं माहात्म्य बहु जाणी शकता नथी.
जेने मतिज्ञान तथा श्रुतज्ञाननी अंशे पण खबर नथी ते जीव केवळज्ञाननुं स्वरूप जाणवा इच्छे ते शी रीते बनी शकवा योग्य छे ? अर्थात् बनी शकवा योग्य नथी.
मति स्फुरायमान थई जणायेलुं जे ज्ञान ते ‘मतिज्ञान’, अने श्रवण थवाथी थयेलुं जे ज्ञान ते ‘श्रुतज्ञान’; अने ते श्रुतज्ञाननुं मनन थई प्रगम्युं त्यारे ते पाछुं मतिज्ञान थयुं, अथवा ते ‘श्रुतज्ञान’ प्रगम्याथी बीजाने कहेवामां आव्युं त्यारे ते ज कहेनारने विषे मतिज्ञान अने सांभळनारने माटे श्रुतज्ञान थाय छे. तेम ‘श्रुतज्ञान’ मति विना थई शकतुं नथी; अने ते ज मति पूर्वे श्रुत होवुं जोईए. एम एकबीजाने कार्यकारणनो संबंध छे. तेना घणा भेद छे, ते सर्वे भेदने जेम जोईए तेम हेतुसहित जाण्या नथी. हेतुसहित जाणवा, समजवा ए दुर्घट छे. अने त्यार पछी आगळ वधतां अवधिज्ञान, जेना पण घणा भेद छे, ने जे सघळा रूपी पदार्थने जाणवाना विषय छे तेने, अने ते ज प्रमाणे मनःपर्यवना विषय छे ते सघळाओने कंई अंशे पण जाणवा समजवानी जेने शक्ति नथी एवां मनुष्यो पर अने अरूपी पदार्थना सघळा भावने जाणनारुं एवुं जे ‘केवळज्ञान’ तेना विषे जाणवा, समजवानुं प्रश्न करे तो ते शी रीते समजी शके ? अर्थात् न समजी शके.
ज्ञानीना मार्गने विषे चालनारने कर्मबंध नथी; तेम ज ते ज्ञानीनी आज्ञा प्रमाणे चालनारने पण कर्मबंध नथी, कारण के क्रोध, मान, माया, लोभादिनो त्यां अभाव छे; अने ते अभावना हेतुए करी कर्मबंध न थाय. तोपण ‘इरियापथ’ने विषे वहेतां ‘इरियापथ’नी क्रिया ज्ञानीने लागे छे; अने ज्ञानीनी आज्ञा प्रमाणे चालनारने पण ते क्रिया लागे छे.
जे विद्याथी जीव कर्म बांधे छे, ते ज विद्याथी जीव कर्म छोडे छे.
ते ज विद्या संसारी हेतुना प्रयोगे विचार करवाथी कर्मबंध करे छे, अने ते ज विद्याथी द्रव्यनुं स्वरूप समजवाना प्रयोगथी विचार करे छे त्यां कर्म छोडे छे.
‘क्षेत्रसमास’मां क्षेत्रसंबंधादिनी जे जे वातो छे, ते अनुमानथी मानवानी छे. तेमां अनुभव होतो नथी; परंतु ते सघळुं कारणोने लईने वर्णववामां आवे छे. तेनी श्रद्धा विश्वासपूर्वक राखवानी छे. मूळ श्रद्धामां फेर होईने आगळ समजवामां ठेठ सुधी भूल चाली आवे छे. जेम गणितमां प्रथम भूल थई तो पछी ते भूल ठेठ सुधी चाली आवे छे तेम.
સમ્યક્ત્વ કેવળજ્ઞાનને કહે છે :- ‘હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તું પણ તે જ કાર્ય કરે છેઃ તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી; તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની ? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે.’
ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાનો અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તોડવો જોઈએ; તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી.
આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે.
કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી; તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે; તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી; અને શરીર તફાવતવાળું લોકોના જોવામાં નહીં આવવાથી લોકો તેનું માહાત્મ્ય બહુ જાણી શકતા નથી.
જેને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે ? અર્થાત્બની શકવા યોગ્ય નથી.
મતિ સ્ફુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે ‘મતિજ્ઞાન’, અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે ‘શ્રુતજ્ઞાન’; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ પ્રગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, અથવા તે ‘શ્રુતજ્ઞાન’ પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ ‘શ્રુતજ્ઞાન’ મતિ વિના થઈ શકતું નથી; અને તે જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઈએ. એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. તેના ઘણા ભેદ છે, તે સર્વે ભેદને જેમ જોઈએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણવા, સમજવા એ દુર્ઘટ છે. અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મનઃપર્યવના વિષય છે તે સઘળાઓને કંઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવાં મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું જે ‘કેવળજ્ઞાન’ તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે ? અર્થાત્ન સમજી શકે.
જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તોપણ ‘ઇરિયાપથ’ને વિષે વહેતાં ‘ઇરિયાપથ’ની ક્રિયા જ્ઞાનીને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે.
જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે.
તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે.
‘ક્ષેત્રસમાસ’માં ક્ષેત્રસંબંધાદિની જે જે વાતો છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હોતો નથી; પરંતુ તે સઘળું કારણોને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ.