ज्ञानी भगवंतोनी वाणीनुं कोई पण प्रकारे अविनय, आशातना कोई पण प्रकारे करशो नही. एम आपने नम्र विनंती छे. संतना (प्रभुश्रीजी) कहेवाथी मारे परमकृपालु देवनी आज्ञा मान्य छे.
"मोक्ष थवा माटे ज्ञानीनी प्रत्यक्ष आज्ञा आराधवी जोईए."
મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહત્પુણ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સત્શાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવો યોગ્ય છે.
मननी वृत्ति शुद्ध अने स्थिर थाय एवो सत्समागम प्राप्त थवो बहु दुर्लभ छे. वळी तेमां आ दुषमकाळ होवाथी जीवने तेनो विशेष अंतराय छे.जे जीवने प्रत्यक्ष सत्समागमनो विशेष लाभ प्राप्त थाय ते महत्पुण्यवानपणुं छे. सत्समागमना वियोगमां सत्शास्त्रनो सदाचारपूर्वक परिचय अवश्य करवो योग्य छे.
જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે.
जेनी प्राप्ति पछी अनंत काळनुं याचकपणुं मटी, सर्व काळने माटे अयाचकपणुं प्राप्त होय छे एवो जो कोई होय तो ते तरणतारण जाणीए छीए, तेने भजो. मोक्ष तो आ काळने विषे पण प्राप्त होय, अथवा प्राप्त थाय छे. पण मुक्तपणानुं दान आपनार एवा पुरुषनी प्राप्ति परम दुर्लभ छे; अर्थात् मोक्ष दुर्लभ नथी, दाता दुर्लभ छे.
નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું.
૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ.
૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ.
૩. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ.
૪. જેમાં આત્મશ્ર્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ.
૫. ધર્મસંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી.
૬. લોકોથી ધર્મવ્યવહારમાં પડવું નહીં.
नीचेना नियमो पर बहु लक्ष आपवुं.
१. एक वात करतां तेनी अपूर्णतामां अवश्य विना बीजी वात न करवी जोईए.
२. कहेनारनी वात पूर्ण सांभळवी जोईए.
३. पोते धीरजथी तेनो सदुत्तर आपवो जोईए.
४. जेमां आत्मश्र्लाघा के आत्महानि न होय ते वात उच्चारवी जोईए.
५. धर्मसंबंधी हमणां बहु ज ओछी वात करवी.
६. लोकोथी धर्मव्यवहारमां पडवुं नहीं.
નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો :-
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કોઈ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો.
नीचेनो अभ्यास तो राख्या ज रहो :-
१. गमे ते प्रकारे पण उदय आवेला, अने उदय आववाना कषायोने शमावो.
२. सर्व प्रकारनी अभिलाषानी निवृत्ति कर्या रहो.
३. आटला काळ सुधी जे कर्युं ते बधांथी निवृत्त थाओ, ए करतां हवे अटको.
४. तमे परिपूर्ण सुखी छो एम मानो, अने बाकीनां प्राणीओनी अनुकंपा कर्या करो.
५. कोई एक सत्पुरुष शोधो, अने तेनां गमे तेवां वचनमां पण श्रद्धा राखो.
ए पांचे अभ्यास अवश्य योग्यताने आपे छे; पांचमामां वळी चारे समावेश पामे छे, एम अवश्य मानो.
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
वैराग्य ए ज अनंत सुखमां लई जनार उत्कृष्ट भोमियो छे.
જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચતાં ઠામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબલને વિશેષ જાગ્રત રાખી સત્શાસ્ત્ર અને શુભેચ્છાસંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે.
जीवने परमार्थ पामवामां अपार अंतराय छे, तेमां पण आवा काळने विषे तो ते अंतरायोनुं अवर्णनीय बळ होय छे. शुभेच्छाथी मांडी कैवल्य पर्यंतनी भूमिकाए पहोंचतां ठाम ठाम ते अंतरायो जोवामां आवे छे, अने जीवने वारंवार ते अंतरायो परमार्थ प्रत्येथी पाडे छे. जीवने महत् पुण्यना उदयथी जो सत्समागमनो अपूर्व लाभ रह्या करे तो ते निर्विघ्नपणे कैवल्य पर्यंतनी भूमिकाए पहोंची जाय छे. सत्समागमना वियोगमां जीवे आत्मबलने विशेष जाग्रत राखी सत्शास्त्र अने शुभेच्छासंपन्न पुरुषोना समागममां रहेवुं योग्य छे.
જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર.પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે,તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત (છુટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાનીપુરુષનો નિશ્ચય છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિતમાત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.
जेने कोई पण प्रत्ये राग, द्वेष रह्या नथी, ते महात्माने वारंवार नमस्कार. परमयोगी एवा श्री ऋषभदेवादि पुरुषो पण जे देहने राखी शक्या नथी, ते देहमां एक विशेषपणुं रह्युं छे ते ए के,तेनो संबंध वर्ते त्यां सुधीमां जीवे असंगपणुं, निर्मोहपणुं करी लई अबाध्य अनुभवस्वरूप एवुं निजस्वरूप जाणी, बीजा सर्व भाव प्रत्येथी व्यावृत (छुटा) थवुं, के जेथी फरी जन्ममरणनो फेरो न रहे. ते देह छोडती वखते जेटला अंशे असंगपणुं, निर्मोहपणुं, यथार्थ समरसपणुं रहे छे तेटलुं मोक्षपद नजीक छे एम परम ज्ञानीपुरुषनो निश्चय छे.आ देहे करवा योग्य कार्य तो एक ज छे के कोई प्रत्ये राग अथवा कोई प्रत्ये किंचितमात्र દ્વેષ न रहे.सर्वत्र समदशा वर्ते.ए ज कल्याणनो मुख्य निश्चय छे.
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતિત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ-અપકિર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.
जगतने रूडुं देखाडवा अनंतवार प्रयत्न कर्युं; तेथी रूडुं थयुं नथी. केमके परिभ्रमण अने परिभ्रमणना हेतुओ हजु प्रत्यक्ष रह्या छे.एक भव जो आत्मानुं रूडुं थाय तेम व्यतित करवामां जशे, तो अनंत भवनुं साटुं वळी रहेशे, एम हुं लघुत्वभावे समज्यो छुं; अने तेम करवामां ज मारी प्रवृत्ति छे. आ महा बंधनथी रहित थवामां जे जे साधन, पदार्थ श्रेष्ठ लागे, ते ग्रहवा ए ज मान्यता छे, तो पछी ते माटे जगतनी अनुकूळता-प्रतिकूळता शुं जोवी ? ते गमे तेम बोले पण आत्मा जो बंधनरहित थतो होय, समाधिमय दशा पामतो होय तो तेम करी लेवुं. एटले कीर्ति-अपकिर्तिथी सर्व काळने माटे रहित थई शकाशे.
ૐ
પરમપુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસી જનોએ સદુધ્યમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.
ૐ
परमपुरुषनी मुख्य भक्ति, उत्तरोत्तर गुणनी वृद्धि थाय एवा सद्वर्तनथी प्राप्त थाय छे.चरणप्रतिपत्ति (शुद्ध आचरणनी उपासना) रूप सद्वर्तन ज्ञानीनी मुख्य आज्ञा छे, जे आज्ञा परमपुरुषनी मुख्य भक्ति छे. उत्तरोत्तर गुणनी वृद्धि थवामां गृहवासी जनोए सदुध्यमरूप आजीविकाव्यवहार सहित प्रवर्तन करवुं योग्य छे. घणां शास्त्रो अने वाक्योना अभ्यास करतां पण जो ज्ञानीपुरुषोनी एकेक आज्ञा जीव उपासे तो घणां शास्त्रथी थतुं फळ सहजमां प्राप्त थाय.