सातमा गुणस्थानक सुधी आत्म‌अनुभव...

 

मोरबी, संवत १९५४-५५

१ पहेले गुणस्थानके ग्रंथि छे तेनुं भेदन कर्या विना आत्मा आगळना गुणस्थानके ज‌ई शकतो नथी. जोगानजोग मळवाथी अकामनिर्जरा करतो जीव आगळ वधे छे, ने ग्रंथिभेद करवानी नजीक आवे छे. अहीं आगळ ग्रंथिनुं एटलुं बधुं प्रबलपणुं छे के, ते ग्रंथिभेद करवामां मोळो पडी ज‌ई असमर्थ थ‌ई ज‌ई पाछो वळे छे; हिम्मत करी आगळ वधवा धारे छे; पण मोहनीयना कारणथी रूपांतर समजा‌ई पोते ग्रंथिभेद करे छे एम समजे छे; अने ऊलटुं ते समजवारूप मोहना कारणथी ग्रंथिनुं निबिडपणुं करे छे. तेमांथी को‌ईक ज जीव जोगानजोग प्राप्त थये अकामनिर्जरा करतां अति बळवान थ‌ई ते ग्रंथिने मोळी पाडी अथवा पोची करी आगळ वधी जाय छे. जे अविरतिसम्यक्‌द्रष्टिनामा चोथुं गुणस्थानक छे; ज्यां मोक्षमार्गनी सुप्रतीति थाय छे. आनुं बीजु नाम ‘बोधबीज’ छे. अहीं आत्माना अनुभवनी शरू‌आत थाय छे, अर्थात्‌ मोक्ष थवानुं बीज अहीं रोपाय छे.

 

२ आ ‘बोधबीज गुणस्थानक’-चोथा गुणस्थानक-थी तेरमा गुणस्थानक सुधी आत्म‌अनुभव एकसरखो छे; परंतु ज्ञानावरणीय कर्मनी निरावरणतानुसार ज्ञाननी विशुद्धता ओछी अदकी होय छे, तेना प्रमाणमां अनुभवनुं प्रकाशवुं कही शके छे.

 

३ ज्ञानावरणनुं सर्व प्रकारे निरावरण थवुं ते ‘केवळज्ञान’ एटले ‘मोक्ष’; जे बुद्धिबळथी कहेवामां आवे छे एम नथी; परंतु अनुभवगम्य छे.

 

४ बुद्धिबळथी निश्चय करेलो सिद्धांत तेथी विशेष बुद्धिबळ अथवा तर्कथी वखते फरी शके छे; परंतु जे वस्तु अनुभवगम्य (अनुभवसिद्ध) थ‌ई छे ते त्रणे काळमां फरी शकती नथी.

 

५ हालना समयमां जैनदर्शनने विषे अविरति सम्यक्‌द्रष्टिनामा चोथा गुणस्थानकथी अप्रमत्तनामा सातमा गुणस्थानक सुधी आत्म‌अनुभव स्पष्ट स्वीकारेल छे.

 

६ सातमाथी सयोगीकेवळीनामा तेरमा गुणस्थानक सुधीनो काळ अंतर्मुहूर्तनो छे. तेरमानो काळ वखते लांबो पण होय छे. त्यां सुधी आत्म‌अनुभव प्रतीतिरूप छे.

 

७ आ काळने विषे मोक्ष नथी एम मानी जीव मोक्षहेतुभूत क्रिया करी शकतो नथी, अने तेवी मान्यताने ल‌ईने जीवनुं प्रवर्तन बीजी ज रीते थाय छे.

 

८ पांजरामां पूरेलो सिंह पांजराथी प्रत्यक्ष जुदो छे, तोपण बहार नीकळवाने सामर्थ्यरहित छे. तेमज ओछा आयुष्यना कारणथी अथवा संघयणादि अन्य साधनोना अभावे आत्मारूपी सिंह कर्मरूपी पांजरामांथी बहार आवी शकतो नथी एम मानवामां आवे तो ते मानवुं सकारण छे.

 

९ आ असार एवा संसारने विषे मुख्य एवी चार गति छे; जे कर्मबंधथी प्राप्त थाय छे. बंध विना ते गति प्राप्त थती नथी. अबंध एवुं जे मोक्षस्थानक ते बंधथी थनारी एवी जे चार गति ते रूप संसारने विषे नथी. सम्यक्‌त्व अथवा चारित्रथी बंध थतो नथी ए तो चोक्कस छे; तो पछी गमे ते काळमां सम्यक्‌त्व अथवा चारित्र पामे त्यां ते समये बंध नथी; अने ज्यां बंध नथी त्यां संसार नथी.

 

१० सम्यक्‌त्व अने चारित्रमां आत्मानी शुद्ध परिणति छे, तथापि ते साथे मन, वचन, शरीरना शुभ जोग प्रवर्ते छे. ते शुभ जोगथी शुभ एवो बंध थाय छे. ते बंधने ल‌ईने देवादि गति एवो जे संसार ते करवो पडे छे. परंतु तेथी विपरीत जे सम्यक्‌त्व अने चारित्र जेटले अंशे प्राप्त थाय छे तेटले अंशे मोक्ष प्रगट थाय छे; तेनुं फळ देवादि गति प्राप्त थ‌ई ते नथी. देवादि गति जे प्राप्त थ‌ई ते उपर बतावेला मन, वचन, शरीरना शुभ जोगथी थ‌ई छे; अने अबंध एवुं जे सम्यक्‌त्व तथा चारित्र प्रगट थयुं छे ते कायम रहीने फरी मनुष्यपणुं पामी फरी ते भागने जोडा‌ई मोक्ष थाय छे.

 

११ गमे ते काळमां कर्म छे; तेनो बंध छे; अने ते बंधनी निर्जरा छे, अने संपूर्ण निर्जरा तेनुं नाम ‘मोक्ष’ छे.

 

१२ निर्जराना बे भेद छे; एक सकाम एटले सहेतु (मोक्षना हेतुभूत) निर्जरा अने बीजी अकाम एटले विपाकनिर्जरा.

 

१३ अकामनिर्जरा औदयिक भावे थाय छे. आ निर्जरा जीवे अनंती वार करी छे; अने ते कर्मबंधनुं कारण छे.

 

१४ सकामनिर्जरा क्षायोपशमिक भावे थाय छे. जे कर्मना अबंधनुं कारण छे. जेटले अंशे सकामनिर्जरा (क्षायोपशमिक भावे) थाय तेटले अंशे आत्मा प्रगट थाय छे. जो अकाम (विपाक) निर्जरा होय तो ते औदयिक भावे होय छे; अने ते कर्मबंधनुं कारण छे. अहीं पण कर्मनुं निर्जरवुं थाय छे; परंतु आत्मा प्रगट थतो नथी.

 

१५ अनंती वार चारित्र प्राप्त करवाथी जे निर्जरा थ‌ई छे ते औदयिक भावे (जे भाव अबंधक नथी) थ‌ई छे; क्षायोपशमिक भावे थ‌ई नथी. जो तेम थ‌ई होत तो आ प्रमाणे रखडवुं बनत नहीं.

 

१६ मार्ग बे प्रकारे छे : एक लौकिक मार्ग अने बीजो लोकोत्तर मार्ग; जे एकबीजाथी विरुद्ध छे.

 

१७ लौकिक मार्गथी विरुद्ध जे लोकोत्तर मार्ग ते पाळवाथी तेनुं फळ तेथी विरुद्ध एवुं जे लौकिक ते होय नहीं. जेवुं कृत्य तेवुं फळ.

 

મોરબી, સંવત ૧૯૫૪-૫૫

૧ પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જ‌ઈ શકતો નથી. જોગાનજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જ‌ઈ અસમર્થ થ‌ઈ જ‌ઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજા‌ઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કો‌ઈક જ જીવ જોગાનજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થ‌ઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યક્‌દ્રષ્ટિનામા ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજુ નામ ‘બોધબીજ’ છે. અહીં આત્માના અનુભવની શરૂ‌આત થાય છે, અર્થાત્‌ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે.

 

૨ આ ‘બોધબીજ ગુણસ્થાનક’-ચોથા ગુણસ્થાનક-થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મ‌અનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે.

 

૩ જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે ‘કેવળજ્ઞાન’ એટલે ‘મોક્ષ’; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે.

 

૪ બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થ‌ઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી.

 

૫ હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યક્‌દ્રષ્ટિનામા ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામા સાતમા ગુણસ્થાનક સુધી આત્મ‌અનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે.

 

૬ સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મ‌અનુભવ પ્રતીતિરૂપ છે.

 

૭ આ કાળને વિષે મોક્ષ નથી એમ માની જીવ મોક્ષહેતુભૂત ક્રિયા કરી શકતો નથી, અને તેવી માન્યતાને લ‌ઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે.

 

૮ પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાને સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું સકારણ છે.

 

૯ આ અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે; જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી. અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચાર ગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યક્‌ત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યક્‌ત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી; અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી.

 

૧૦ સમ્યક્‌ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લ‌ઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યક્‌ત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે; તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થ‌ઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થ‌ઈ તે ઉપર બતાવેલા મન, વચન, શરીરના શુભ જોગથી થ‌ઈ છે; અને અબંધ એવું જે સમ્યક્‌ત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડા‌ઈ મોક્ષ થાય છે.

 

૧૧ ગમે તે કાળમાં કર્મ છે; તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ ‘મોક્ષ’ છે.

 

૧૨ નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાકનિર્જરા.

 

૧૩ અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે; અને તે કર્મબંધનું કારણ છે.

 

૧૪ સકામનિર્જરા ક્ષાયોપશમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામનિર્જરા (ક્ષાયોપશમિક ભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જો અકામ (વિપાક) નિર્જરા હોય તો તે ઔદયિક ભાવે હોય છે; અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે; પરંતુ આત્મા પ્રગટ થતો નથી.

 

૧૫ અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થ‌ઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થ‌ઈ છે; ક્ષાયોપશમિક ભાવે થ‌ઈ નથી. જો તેમ થ‌ઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં.

 

૧૬ માર્ગ બે પ્રકારે છે : એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ; જે એકબીજાથી વિરુદ્ધ છે.

 

૧૭ લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહીં. જેવું કૃત્ય તેવું ફળ.