ज्ञानी भगवंतोनी वाणीनुं कोई पण प्रकारे अविनय, आशातना कोई पण प्रकारे करशो नही. एम आपने नम्र विनंती छे.
******
संतना (प्रभुश्रीजी) कहेवाथी मारे परमकृपालु देवनी आज्ञा मान्य छे.
************
"मोक्ष थवा माटे प्रत्यक्ष ज्ञानीनी आज्ञा आराधवी जोईए."
- - - - -
देहनी जेटली चिंता राखे छे तेटली नहीं पण एथी अनंत गणी चिंता आत्मानी राख, कारण अनंत भव एक भवमां टाळवा छे.
*****
દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
*****
इंद्रियो तमने जीते अने सुख मानो ते करतां तेने तमे जीतवामां ज सुख, आनंद अने परमपद प्राप्त करशो.
*****
ઇંદ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો.
*****
गमे ते क्रिया, जप, तप के शास्त्रवांचन करीने पण एक ज कार्य सिद्ध करवानुं छे; ते ए के जगतनी विस्मृति करवी अने सतना चरणमां रहेवुं.
*****
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.
*****
जेटलो वखत आयुष्यनो तेटलो ज वखत जीव उपाधिनो राखे तो मनुष्यत्वनुं सफळ थवुं क्यारे संभवे ? मनुष्यत्वना सफळपणा माटे जीववुं ए ज कल्याणकारक छे; एवो निश्चय करवो जोईए.
*****
જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ.
*****
आ देहे करवा योग्य कार्य तो एक ज छे के कोई प्रत्ये राग अथवा कोई प्रत्ये किंचित्मात्र द्वेष न रहे. सर्वत्र समदशा वते ए ज कल्याणनो मुख्य निश्चय छे.
*****
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વતે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.
*****
जे अनित्य छे, जे असार छे अने जे अशरणरूप छे ते आ जीवने प्रीतिनुं कारण केम थाय छे ते वात रात्रिदिवस विचारवा योग्य छे.
*****
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.
*****
पूर्वनां अशुभ कर्म उदय आव्ये वेदतां जो शोच करो छो तो हवे ए पण ध्यान राखो के नवां बांधतां परिणामे तेवां तो बंधातां नथी ?
*****
પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી ?
*****
विशाळबुद्धि, मध्यस्थता, सरळता, अने जितेन्द्रियपणुं आटला गुणो जे आत्मामां होय, ते तत्व पामवानुं उत्तम पात्र छे.
*****
વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
*****
जगत आत्मरूप मानवामां आवे; जे थाय ते योग्य ज मानवामां आवे; परना दोष जोवामां न आवे; पोताना गुणनुं उत्कृष्टपणुं सहन करवामां आवे तो ज आ संसारमां रहेवुं योग्य छे; बीजी रीते नहीं.
*****
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.
*****
अनंत काळ सुधी जीव निज छंदे चाली परिश्रम करे तोपण पोते पोताथी ज्ञान पामे नहीं, परंतु ज्ञानीनी आज्ञानो आराधक अंतर्मुहूर्तमां पण केवळज्ञान पामे.
*****
અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.