एक भवना थोडा सुख माटे अनंत भवनुं...

ज्ञानी भगवंतोनी वाणीनुं कोई पण प्रकारे अविनय, आशातना कोई पण प्रकारे करशो नही. एम आपने नम्र विनंती छे. संतना (प्रभुश्रीजी) कहेवाथी मारे परमकृपालु देवनी आज्ञा मान्य छे.

 

जिदगी टूंकी छे, अने जंजाळ लांबी छे, माटे जंजाळ टूंकी कर तो सुखरूपे जिंदगी लांबी लागशे.

જિદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

*****

 

भक्ति ए सवोत्कृष्ट मार्ग छे. भक्तिथी अहंकार मटे, स्वच्छंद टळे, अने सीधा मागे चाल्युं जवाय; अन्य विकल्पो मटे. आवो ए भक्तिमार्ग श्रेष्ठ छे. 

ભક્તિ એ સવોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. 

*****

 

हे मुमुक्षु ! एक आत्माने जाणतां समस्त लोकालोकने जाणीश, अने सर्व जाणवानुं फळ पण एक आत्मप्राति छे.

હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાતિ છે.

*****

 

दया जेवो एके धर्म नथी. दया ए ज धर्मनुं स्वरूप छे. ज्यां दया नथी त्यां धर्म नथी.

દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી.

*****

 

देहमां विचार करनार बेठो छे ते देहथी भिन्न छे? ते सुखी छे के दुःखी? ए संभारी ले. 

દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી? એ સંભારી લે. 

*****

 

एक भवना थोडा सुख माटे अनंत भवनुं अनंत दुःख नहीं वधारवानो प्रयत्न सत्पुरुषो करे छे. 

એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. 

*****

 

राग करवो नही, करवो तो सत्पुरुष पर करवो; द्वेष करवो नही, करवो तो कुशील पर करवो.

રાગ કરવો નહી, કરવો તો સત્પુરુષ પર કરવો; દ્વેષ કરવો નહી, કરવો તો કુશીલ પર કરવો.

*****

 

वीतरागनो कहेलो परम शांत रसमय धर्म पूर्ण सत्य छे, एवो निश्चय राखवो.

વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો.

*****

 

तुं गमे ते धर्म मानतो होय तेनो मने पक्षपात नथी, मात्र कहेवानुं तात्पर्य के जे राहथी संसारमळ नाश थाय ते भक्ति, ते धर्म अने ते सदाचारने तुं सेवजे. 
 

તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. 
*****

 

हुं देहादि स्वरूप नथी, अने देह स्त्री पुत्रादि को‌ई पण मारां नथी, शुद्ध चैतन्यस्वरूप अविनाशी एवो हुं आत्मा छुं, एम आत्मभावना करतां रागद्वेषनो क्षय थाय. 

હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કો‌ઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.