आ संसारने विषे अनंत एवा कोटि जीवोनी संख्या छे. व्यवहारादि प्रसंगे क्रोधादि वर्तणूंक अनंत जीवो चलावे छे. चक्रवर्ती राजा आदि क्रोधादि भावे संग्राम चलावे छे, अने लाखो मनुष्यनो घात करे छे तोपण तेओमांना कोई कोईनो ते ज काळमां मोक्ष थयो छे.
क्रोध, मान, माया, अने लोभनी चोकडीने कषाय एवा नामथी ओळखवामां आवे छे. आ कषाय छे ते अत्यंत क्रोधादिवाळो छे. ते जो अनंत संसारनो हेतु होईने अनंतानुबंधी कषाय थतो होय तो ते चक्रवर्त्यादिने अनंत संसारनी वृद्धि थवी जोईए, अने ते हिसाबे अनंत संसार व्यतीत थया पहेलां मोक्ष थवो शी रीते घटे ? ए वात विचारवा योग्य छे.
जे क्रोधादिथी अनंत संसारनी वृद्धि थाय ते अनंतानुबंधी कषाय छे, ए पण निःशंक छे. ते हिसाबे उपर बतावेला क्रोधादि अनंतानुबंधी संभवता नथी. त्यारे अनंतानुबंधीनी चोकडी बीजी रीते संभवे छे.
सम्यक् ज्ञान दर्शन अने चारित्र ए त्रणेनी ऐक्यता ते ‘मोक्ष’. ते सम्यक् ज्ञान, दर्शन अने चारित्र एटले वीतराग ज्ञान, दर्शन अने चारित्र छे. तेनाथी ज अनंत संसारथी मुक्तपणुं पमाय छे. आ वीतराग ज्ञान कर्मना अबंधनो हेतु छे. वीतरागना मार्गे चालवुं अथवा तेमनी आज्ञा प्रमाणे चालवुं ए पण अबंधक छे. ते प्रत्ये जे क्रोधादि कषाय होय तेथी विमुक्त थवुं ते ज अनंत संसारथी अत्यंतपणे मुक्त थवुं छे; अर्थात् मोक्ष छे. मोक्षथी विपरीत एवो जे अनंत संसार तेनी वृद्धि जेनाथी थाय छे तेने अनंतानुबंधी कहेवामां आवे छे; अने छे पण तेम ज. वीतरागना मार्गे अने तेमनी आज्ञाए चालनारानुं कल्याण थाय छे. आवो जे घणा जीवोने कल्याणकारी मार्ग ते प्रत्ये क्रोधादिभाव (जे महा विपरीतना करनारा छे) ते ज अनंतानुबंधी कषाय छे.
जोके क्रोधादिभाव लौकिके पण अफळ नथी; परंतु वीतरागे प्ररूपेल वीतराग ज्ञान अथवा मोक्षधर्म अथवा तो सत्धर्म तेनुं खंडन अथवा ते प्रत्ये क्रोधादिभाव तीव्रमंदादि जेवे भावे होय तेवे भावे अनंतानुबंधी कषायथी बंध थई अनंत एवा संसारनी वृद्धि थाय छे.
अनुभवनो कोई पण काळमां अभाव नथी. बुद्धिबळथी मुकरर करेल वात जे अप्रत्यक्ष छे तेनो क्वचित् अभाव पण थवो घटे.
केवळज्ञान एटले जेनाथी कंई पण जाणवुं अवशेष रहेतुं नथी ते, के आत्मप्रदेशनो जे स्वभाव भाव छे ते ? :
(अ) आत्माए उत्पन्न करेल विभाव भाव अने तेथी जड पदार्थनो थयेलो संयोग ते रूपे थयेला आवरणे करी जे कंई देखवुं, जाणवुं थाय छे ते इंद्रियनी सहायताथी थई शके छे, परंतु ते संबंधी आ विवेचन नथी. आ विवेचन ‘केवळज्ञान’ संबंधी छे.
(आ) विभाव भावथी थयेलो जे पुद्गलास्तिकायनो संबंध ते आत्माथी पर छे. तेनुं तथा जेटला पुद्गलनो संयोग थयो तेनुं यथान्यायथी ज्ञान अर्थात् अनुभव थाय ते अनुभवगम्यमां समाय छे, अने तेने लईने लोकसमस्तना जे पुद्गल तेनो पण एवो ज निर्णय थाय ते बुद्धिबळमां समाय छे. जेम, जे आकाशप्रदेशने विषे अथवा तो तेनी नजीक विभावी आत्मा स्थित छे ते आकाशप्रदेशना तेटला भागने लईने अच्छेद्य अभेद्य एवुं जे अनुभवाय छे ते अनुभवगम्यमां समाय छे; अने ते उपरांतनो बाकीनो आकाश जेने केवळज्ञानीए पोते पण अनंत (जेनो अंत नहीं एवो) कहेल छे, ते अनंत आकाशनो पण ते प्रमाणे गुण होवो जोईए एवुं बुद्धिबळे निर्णीत करेलुं होवुं जोईए.
(इ) आत्मज्ञान उत्पन्न थयुं अथवा तो आत्मज्ञान थयुं, ए वात अनुभवगम्यमां छे. ते आत्मज्ञान उत्पन्न थवाथी आत्मअनुभव थवा उपरांत शुं शुं थवुं जोईए एम जे कहेवामां आव्युं छे ते बुद्धिबळथी कहेलुं, एम धारी शकाय छे.
(ई) इंद्रियना संयोगथी जे कंई देखवुं जाणवुं थाय ते जोके अनुभवगम्य समाय छे खरुं, परंतु अहीं तो अनुभवगम्य आत्मतत्त्वने विषे कहेवानुं छे; जेमां इंद्रियोनी सहायता अथवा तो संबंधनी जरूर छे नहीं, ते सिवायनी वात छे. केवळज्ञानी सहज देखी जाणी रह्या छे; अर्थात् लोकना सर्व पदार्थने अनुभव्या छे एम जे कहेवामां आवे छे तेमां उपयोगनो संबंध रहे छे; कारण के केवळज्ञानीना तेरमा अने चौदमा गुणस्थानक एवा बे विभाग करवामां आव्या छे, तेमां तेरमा गुणस्थानकवाळा केवळज्ञानीने योग छे एम स्पष्ट छे, अने ज्यां ए प्रमाणे छे त्यां उपयोगनी खास रीते जरूर छे, अने ज्यां खास रीते जरूर छे त्यां बुद्धिबळ छे एम कह्या विना चाले तेम नथी; अने ज्यां ए प्रमाणे ठरे छे त्यां अनुभव साथे बुद्धिबळ पण ठरे छे.
(उ) आ प्रमाणे उपयोग ठरवाथी आत्माने जे जड पदार्थ नजीक छे तेनो तो अनुभव थाय छे; पण जे नजीक नथी अर्थात् जेनो योग नथी तेनो अनुभव थवो एम कहेवुं ए मुश्केलीवाळुं छे; अने तेनी साथे छेटेना पदार्थनो अनुभव गम्य नथी एम कहेवाथी कहेवाता केवळज्ञानना अर्थने विरोध आवे छे, तेथी त्यां बुद्धिबळथी सर्व पदार्थनुं, सर्व प्रकारे, सर्व काळनुं ज्ञान थाय छे एम ठरे छे.
एक काळना कल्पेला समय जे अनंत छे, तेने लईने अनंतकाळ कहेवाय छे. तेमांना वर्तमानकाळ पहेलांना जे समय व्यतीत थया छे ते फरीथी आववाना नथी ए वात न्यायसंपन्न छे; ते समय अनुभवगम्य शी रीते थई शके ए विचारवानुं छे.
अनुभवगम्य जे समय थया छे तेनुं जे स्वरूप छे ते तथा ते स्वरूप सिवाय तेनुं बीजु स्वरूप थतुं नथी, अने ते ज प्रमाणे अनादि अनंत काळना बीजा जे समय तेनुं पण तेवुं ज स्वरूप छे; एम बुद्धिबळथी निर्णीत थयेलुं जणाय छे.
આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તોપણ તેઓમાંના કોઈ કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે.
ક્રોધ, માન, માયા, અને લોભની ચોકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્ત્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે ? એ વાત વિચારવા યોગ્ય છે.
જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચોકડી બીજી રીતે સંભવે છે.
સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે ‘મોક્ષ’. તે સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગ જ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે.
જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી; પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગ જ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સત્ધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
અનુભવનો કોઈ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો ક્વચિત્ અભાવ પણ થવો ઘટે.
કેવળજ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે, કે આત્મપ્રદેશનો જે સ્વભાવ ભાવ છે તે ? :
(અ) આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવ ભાવ અને તેથી જડ પદાર્થનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઇંદ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન ‘કેવળજ્ઞાન’ સંબંધી છે.
(આ) વિભાવ ભાવથી થયેલો જે પુદ્ગલાસ્તિકાયનો સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલનો સંયોગ થયો તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લોકસમસ્તના જે પુદ્ગલ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ, જે આકાશપ્રદેશને વિષે અથવા તો તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના તેટલા ભાગને લઈને અચ્છેદ્ય અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે; અને તે ઉપરાંતનો બાકીનો આકાશ જેને કેવળજ્ઞાનીએ પોતે પણ અનંત (જેનો અંત નહીં એવો) કહેલ છે, તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવું બુદ્ધિબળે નિર્ણીત કરેલું હોવું જોઈએ.
(ઇ) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું, એ વાત અનુભવગમ્યમાં છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે.
(ઈ) ઇંદ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્ય સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે; જેમાં ઇંદ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે; કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી; અને જ્યાં એ પ્રમાણે ઠરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે.
(ઉ) આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત્ જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ મુશ્કેલીવાળું છે; અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવ ગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરોધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે.
એક કાળના કલ્પેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે.
અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જે સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજુ સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિર્ણીત થયેલું જણાય છે.