प्रथम प्रहर, ए सेव्य भक्तिने माटे योग्य...

ज्ञानी भगवंतोनी वाणीनुं कोई पण प्रकारे अविनय, आशातना कोई पण प्रकारे करशो नही. एम आपने नम्र विनंती छे.

******

संतना (प्रभुश्रीजी) कहेवाथी मारे परमकृपालु देवनी आज्ञा मान्य छे.

************

"मोक्ष थवा माटे प्रत्यक्ष ज्ञानीनी आज्ञा आराधवी जो‌ईए."

- - - - -

 

સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને  વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં; અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં; અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં.

*******

सत्पुरुषो उपकार अर्थे जे उपदेश करे छे ते श्रवण करे, ने विचारे तो जीवना दोषो अवश्य घटे. पारसमणिनो संग थयो, ने लोढानुं सुवर्ण न थयुं तो कां तो पारसमणि नहीं; अने कां तो खरुं लोढुं नहीं. तेवी ज रीते जे उपदेशथी सुवर्णमय आत्मा न थाय ते उपदेष्टा कां तो सत्पुरुष नहीं; अने कां तो सामो माणस योग्य जीव नहीं. योग्य जीव अने खरा सत्पुरुष होय तो गुणो प्रगट्या विना रहे नहीं.

********

 

સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે.

********

समस्त विश्व घणुं करीने परकथा तथा परवृत्तिमां वह्युं जाय छे, तेमां रही स्थिरता क्यांथी प्राप्त थाय? आवा अमूल्य मनुष्यपणानो एक समय पण परवृत्ति‌ए जवा देवा योग्य नथी, अने कंई पण तेम थया करे छे तेनो उपाय कंई विशेषे करी गवेषवा योग्य छे.

 

********

જીવ ખોટા સંગથી, અને અસદગુરુથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનીપુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યક્ત્વ થાય. ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય.

********

जीव खोटा संगथी, अने असदगुरुथी अनादिकाळथी रखड्यो छे; माटे साचा पुरुषने ओळखवा. साचा पुरुष केवा छे? साचा पुरुष तो ते के जेने देह परथी ममत्व गयुं छे; ज्ञान प्राप्त थयुं छे. आवा ज्ञानीपुरुषनी आज्ञा‌ए वर्ते तो पोताना दोष घटे; अने कषायादि मोळा पडे; परिणामे सम्यक्त्व थाय. क्रोध, मान, माया, लोभ ए खरेखरां पाप छे. तेनाथी बहु कर्म उपार्जन थाय हजार वर्ष तप कर्युं होय; पण एक बे घडी क्रोध करे तो बधुं तप निष्फळ जाय.

******

 

ગુરુગમે  કરીને  જ્યાં  સુધી ભક્તિનું  સ્વરૂપ  સમજાયું નથી, તેમ  તેની પ્રાપ્તિ  થઈ  નથી, ત્યાં સુધી ભક્તિમાં  પ્રવર્તતાં અકાળ  અને અશુચિ દોષ  હોય. અકાળ  અને  અશુચિનો  વિસ્તાર  મોટો  છે, તોપણ ટૂંકામાં લખ્યું  છે. (એકાંત) પ્રભાત,  પ્રથમ પ્રહર, એ  સેવ્ય  ભક્તિને  માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ  સર્વ  કાળે સેવ્ય  છે. વ્યવસ્થિત  મન  એ સર્વ  શુચિનું કારણ  છે. બાહ્ય મલાદિકરહિત  તન  અને શુદ્ધ,  સ્પષ્ટ વાણી  એ  શુચિ  છે.

**********

गुरुगमे करीने ज्यां सुधी भक्तिनुं स्वरूप समजायुं नथी, तेम तेनी प्राप्ति थ‌ई नथी, त्यां सुधी भक्तिमां प्रवर्ततां अकाळ अने अशुचि दोष होय. अकाळ अने अशुचिनो विस्तार मोटो छे, तोपण टूंकामां लख्युं छे. (एकांत) प्रभात, प्रथम प्रहर, ए सेव्य भक्तिने माटे योग्य काळ छे. स्वरूप चिंतन भक्ति सर्व काळे सेव्य छे. व्यवस्थित मन ए सर्व शुचिनुं कारण छे. बाह्य मलादिकरहित तन अने शुद्ध, स्पष्ट वाणी ए शुचि छे.

*****

 

સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો

૧. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. 

૨. જે મનુષ્ય સત્પુરુષોના‍ં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. 

૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે.

૪. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને સમાન દુઃખદાયક છે.

૫. સમસ્વભાવીનુ‍ં મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે.

૬. ઇંદ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો.

૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી.

૮. યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે.

૯. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીંદ્રિયસ્વરૂપ છે.

૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત  થાઓ.

*****

स्मृतिमां राखवा योग्य महावाक्यो

१. एक भेदे नियम ए ज आ जगतनो प्रवर्तक छे.

२. जे मनुष्य सत्पुरुषोना‍ं चरित्ररहस्यने पामे छे ते मनुष्य परमेश्वर थाय छे.

३. चंचळ चित्त ए ज सर्व विषम दुःखनुं मूळियुं छे.

४. झाझानो मेळाप अने थोडा साथे अति समागम ए बन्ने समान दुःखदायक छे.

५. समस्वभावीनु‍ं मळवुं एने ज्ञानी‌ओ एकांत कहे छे.

६. इंद्रियो तमने जीते अने सुख मानो ते करतां तेने तमे जीतवामां ज सुख, आनंद अने परमपद प्राप्त करशो.

७. राग विना संसार नथी अने संसार विना राग नथी.

८. युवावयनो सर्वसंगपरित्याग परमपदने आपे छे.

९. ते वस्तुना विचारमां पहोंचो के जे वस्तु अतींद्रियस्वरूप छे.

१०. गुणीना गुणमां अनुरक्त था‌ओ.