गुरु थवुं महा जोखमदारीनुं काम छे.

अमने को‌ई पूर्वना पुण्ये भेदी पुरुष मळ्यो अने तेना वचनथी अमने जे शांति मळी तेथी एम रह्या करे छे के सर्व जीवनुं कल्याण था‌ओ! अमे तो गुरु थता नथी. पण सद्‌गुरुने बतावी द‌ई‌ए छी‌ए. अमारुं कह्युं मानी तेनी कहेली आज्ञा उठावशे तेनो अवश्य मोक्ष थशे. पण ते वगर समज्ये “वाट बतावनारने वळगी पडे.’ कहे छे ने के “पोंखनारीने परणी बेसे’ एना जेवुं करे तो अमे जोखमदार नथी. बतावनारने जोखम छे. गुरु थवुं महा जोखमदारीनुं काम छे.

 

संत पासेथी जे कंई समज मळे ते पकडी ते प्रमाणे वर्तवा लक्ष राखवो. वीस दुहा, क्षमापना-आटलुं पण जो संत पासेथी मळ्युं होय तो ठेठ क्षायिक समकित पमाडशे; कारण के आज्ञा छे, ते जेवी तेवी नथी. जीवे प्रमाद छोडी योग्यतानुसार जे जे आज्ञा मळी होय ते आराथवा मंडी पडवुं; पछी तेनुं फळ थशे ज.

 

आज्ञाथी जे जे साधन मळ्यां छे ते मोक्ष आपनार थशे. सामायिक लौकिक रीते भलेने हजारो करो; पण ज्ञानीनी आज्ञाथी तो पांच-दश मिनिट पण आत्माने माटे गळाय ते दीवो करशे.

 

वीस दोहरा, आत्मसिद्धि, क्षमापना, वगेरेनुं महत्व अत्यंत छे! ए तो आत्मस्वरूप पामेला, आ कळिकाळमां दुर्लभ, एवा पुरुषनी वाणी छे. एनाथी यथार्थ समज्ये आत्मस्वभाव प्रगटे छे. देवचंद्रजीनां स्तवनो पण एक आत्मज्ञनी वाणी छे. छतां परम कृपाळुदेवनी वाणी एनाथी चढियाती छे. एवा पुरुष घणे काळे थया. एमनी दशा घणी ऊंची हती. आ समयमां एमनुं थवुं ए चमत्काररूप हतुं. महापुण्यथी तेमनो परोक्ष जोग थयो, तो तेमने गुरु करी स्थापवा, दृढ श्रद्धा करवी.

 

कृपाळुदेव संसारमां हता परंतु आत्मज्ञानी हता. तेथी देवोने पण पूज्य हता. जे जोवानुं छे ते उपरनो देखाव के वर्तन नहीं परंतु आत्मानी दशा; अने ते होय त्यां पछी श्रद्धा ज करवानी छे. सौथी मोटामां मोटुं, चौद पूर्वनो सार--“सद्धा परम दुल्लहा” ए काम काढे छे.

 

અમને કો‌ઈ પૂર્વના પુણ્યે ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વ જીવનું કલ્યાણ થા‌ઓ! અમે તો ગુરુ થતા નથી. પણ સદ્‌ગુરુને બતાવી દ‌ઈ‌એ છી‌એ. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. પણ તે વગર સમજ્યે “વાટ બતાવનારને વળગી પડે.’ કહે છે ને કે “પોંખનારીને પરણી બેસે’ એના જેવું કરે તો અમે જોખમદાર નથી. બતાવનારને જોખમ છે. ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે.

 

સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. વીસ દુહા, ક્ષમાપના-આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમકિત પમાડશે; કારણ કે આજ્ઞા છે, તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતાનુસાર જે જે આજ્ઞા મળી હોય તે આરાથવા મંડી પડવું; પછી તેનું ફળ થશે જ.

 

આજ્ઞાથી જે જે સાધન મળ્યાં છે તે મોક્ષ આપનાર થશે. સામાયિક લૌકિક રીતે ભલેને હજારો કરો; પણ જ્ઞાનીની આજ્ઞાથી તો પાંચ-દશ મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે.

 

વીસ દોહરા, આત્મસિદ્ધિ, ક્ષમાપના, વગેરેનું મહત્વ અત્યંત છે! એ તો આત્મસ્વરૂપ પામેલા, આ કળિકાળમાં દુર્લભ, એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજ્યે આત્મસ્વભાવ પ્રગટે છે. દેવચંદ્રજીનાં સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. છતાં પરમ કૃપાળુદેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કારરૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો, તો તેમને ગુરુ કરી સ્થાપવા, દૃઢ શ્રદ્ધા કરવી.

 

કૃપાળુદેવ સંસારમાં હતા પરંતુ આત્મજ્ઞાની હતા. તેથી દેવોને પણ પૂજ્ય હતા. જે જોવાનું છે તે ઉપરનો દેખાવ કે વર્તન નહીં પરંતુ આત્માની દશા; અને તે હોય ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે. સૌથી મોટામાં મોટું, ચૌદ પૂર્વનો સાર--“સદ્ધા પરમ દુલ્લહા” એ કામ કાઢે છે.