अमने कोई पूर्वना पुण्ये भेदी पुरुष मळ्यो अने तेना वचनथी अमने जे शांति मळी तेथी एम रह्या करे छे के सर्व जीवनुं कल्याण थाओ! अमे तो गुरु थता नथी. पण सद्गुरुने बतावी दईए छीए. अमारुं कह्युं मानी तेनी कहेली आज्ञा उठावशे तेनो अवश्य मोक्ष थशे. पण ते वगर समज्ये “वाट बतावनारने वळगी पडे.’ कहे छे ने के “पोंखनारीने परणी बेसे’ एना जेवुं करे तो अमे जोखमदार नथी. बतावनारने जोखम छे. गुरु थवुं महा जोखमदारीनुं काम छे.
प्रत्यक्ष पुरुषनुं कहेलुं अने जेणे जाण्यो अने जेने मळ्या तेनुं कहेवुं मने मान्य छे, ए ज मान्यता. मने तो कंई मळ्या नथी अने खबर नथी तेथी एनी मान्यताए मान्य; ते ज कर्तव्य छे अने तेथी काम थई जाय. ते हितकारी थशे.
कोई प्रत्यक्ष पुरुषनी जे आज्ञा थयेल ते संतना मुखथी श्रवण करी, तेमां श्रद्धा अचळ करी एक तेमां आत्माने प्रेरजो.
विशेष विनंति साथे आपश्रीने जणाववानी सूचना ए छे जे प्रथम, समागमे आपने घणा फेरा कहेवामां आवेल छे ते आपना समजवामां छे छतां विसर्जन न थाय ते अर्थे अत्रेथी जणाववानुं ए छे के श्रीमद् सद्गुरु देवाधिदेव तेनी आज्ञाए भावनी परिणति साथे वांचवुं विचारवुं कर्तव्य छेजी. ते गफलतमां न जाय तेम ध्यानमां लेशोजी.
आज्ञानो भाव अमारा उपर राखो छो, ते भाव करतां सद्गुरुनी आज्ञाए अत्रेथी जणाववुं थाय छे के तेनी प्रतीतिए आपणे वांचवुं विचारवुं योग्य छे. बाकी अमारो अभिप्राय ए छे जे तेनी आज्ञाए अमारा कहेवाथी ते प्रतीत कर्ये कल्याण, आत्महित समजायुं छे. ते आज्ञा मागी लक्ष लेवा योग्य छे.
दासभावनी भक्तिए दीन सद्गुरु-बाळनी अरज ए छे के गुरुभाव वेदातो नथी अने दीन दासभावे भक्तिपूर्वक तेनी आज्ञाए वर्तवानी इच्छा, भाव रह्या करे छे.
अमारा चरण अमारे पूजाववा नथी......गुरु छे ते छे. जे जेनो अधिकार. अमे तो साधक छीए. मार्ग बतावी दईए. मान्य करवुं न करवुं तमारो अधिकार छे. पण अमने बंधन थाय तेवुं अमे करवाना नथी.
बधा सत्पुरुष सरखा गणी गुरुभावना गौण न करवी; पण तेमां दृढता ज करवी. एक जणना उपदेशथी आत्महित सधायुं छे, सधाय छे अने सधाशे. एवी दृढ मान्यता राखवाथी आ भव सफळ थशे. आखा जगतना तरफ शिष्यभाव राखवा जतां मूळ जे निमित्त द्वारा आत्महित त्वराथी थतुं होय ते अने जे जीवन सद्गुरुने अर्पण थयुं छे ते निरर्थक फांफां मारवामां व्यर्थ न जतुं रहे ते ध्यान राखवा योग्य छे.
कृपाळुदेव उपर प्रेम ढोळवो. आपणे बधा साधक छीए.
श्रद्धा मान्यता तो ते ज. सद्गुरु, प्रत्यक्ष पुरुष, सहजात्मस्वरूप परमगुरूज्ञानदर्शनमय श्रीमद् राजचंद्र ते ज गुरु छेजी.
अमारा हदयमां मात्र कृपाळुदेव ज छे, तेनी ज रमणता छे. अमारी तो ए ज श्रद्धा अने लक्ष छे. अमे तो अमारा समागममां जे जिज्ञासु आवे छे तेने ए ज रस्तो बतावीए छीए के परमकृपाळुदेवनी ज आज्ञा मान्य करो, तेनी ज श्रद्धा करो; तेणे जे स्वरूप जाण्युं, अनुभव्युं छे ते ज साचुं छे, ते ज स्वरूप मारुं छे एम ते पुरुषना वचने श्रद्धाए मान्य करो अने तेनी ज भक्तिमां निरंतर रहो; बीजी कंई कल्पना न करो.
एक परमकृपाळुदेवनी भक्ति परमप्रेमे कर्तव्य छे, तेमां सर्व ज्ञानीओ आवी जाय छे; सर्व ज्ञानीओना उपासक महापुरुषो पण आवी जाय छे; पोते पण पडी रहेतो नथी.
અમને કોઈ પૂર્વના પુણ્યે ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વ જીવનું કલ્યાણ થાઓ! અમે તો ગુરુ થતા નથી. પણ સદ્ગુરુને બતાવી દઈએ છીએ. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. પણ તે વગર સમજ્યે “વાટ બતાવનારને વળગી પડે.’ કહે છે ને કે “પોંખનારીને પરણી બેસે’ એના જેવું કરે તો અમે જોખમદાર નથી. બતાવનારને જોખમ છે. ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે.
પ્રત્યક્ષ પુરુષનું કહેલું અને જેણે જાણ્યો અને જેને મળ્યા તેનું કહેવું મને માન્ય છે, એ જ માન્યતા. મને તો કંઈ મળ્યા નથી અને ખબર નથી તેથી એની માન્યતાએ માન્ય; તે જ કર્તવ્ય છે અને તેથી કામ થઈ જાય. તે હિતકારી થશે.
કોઈ પ્રત્યક્ષ પુરુષની જે આજ્ઞા થયેલ તે સંતના મુખથી શ્રવણ કરી, તેમાં શ્રદ્ધા અચળ કરી એક તેમાં આત્માને પ્રેરજો.
વિશેષ વિનંતિ સાથે આપશ્રીને જણાવવાની સૂચના એ છે જે પ્રથમ, સમાગમે આપને ઘણા ફેરા કહેવામાં આવેલ છે તે આપના સમજવામાં છે છતાં વિસર્જન ન થાય તે અર્થે અત્રેથી જણાવવાનું એ છે કે શ્રીમદ્ સદ્ગુરુ દેવાધિદેવ તેની આજ્ઞાએ ભાવની પરિણતિ સાથે વાંચવું વિચારવું કર્તવ્ય છેજી. તે ગફલતમાં ન જાય તેમ ધ્યાનમાં લેશોજી.
આજ્ઞાનો ભાવ અમારા ઉપર રાખો છો, તે ભાવ કરતાં સદ્ગુરુની આજ્ઞાએ અત્રેથી જણાવવું થાય છે કે તેની પ્રતીતિએ આપણે વાંચવું વિચારવું યોગ્ય છે. બાકી અમારો અભિપ્રાય એ છે જે તેની આજ્ઞાએ અમારા કહેવાથી તે પ્રતીત કર્યે કલ્યાણ, આત્મહિત સમજાયું છે. તે આજ્ઞા માગી લક્ષ લેવા યોગ્ય છે.
દાસભાવની ભક્તિએ દીન સદ્ગુરુ-બાળની અરજ એ છે કે ગુરુભાવ વેદાતો નથી અને દીન દાસભાવે ભક્તિપૂર્વક તેની આજ્ઞાએ વર્તવાની ઇચ્છા, ભાવ રહ્યા કરે છે.
અમારા ચરણ અમારે પૂજાવવા નથી......ગુરુ છે તે છે. જે જેનો અધિકાર. અમે તો સાધક છીએ. માર્ગ બતાવી દઈએ. માન્ય કરવું ન કરવું તમારો અધિકાર છે. પણ અમને બંધન થાય તેવું અમે કરવાના નથી.
બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી; પણ તેમાં દૃઢતા જ કરવી. એક જણના ઉપદેશથી આત્મહિત સધાયું છે, સધાય છે અને સધાશે. એવી દૃઢ માન્યતા રાખવાથી આ ભવ સફળ થશે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતાં મૂળ જે નિમિત્ત દ્વારા આત્મહિત ત્વરાથી થતું હોય તે અને જે જીવન સદ્ગુરુને અર્પણ થયું છે તે નિરર્થક ફાંફાં મારવામાં વ્યર્થ ન જતું રહે તે ધ્યાન રાખવા યોગ્ય છે.
કૃપાળુદેવ ઉપર પ્રેમ ઢોળવો. આપણે બધા સાધક છીએ.
શ્રદ્ધા માન્યતા તો તે જ. સદ્ગુરુ, પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મસ્વરૂપ પરમગુરૂજ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છેજી.
અમારા હદયમાં માત્ર કૃપાળુદેવ જ છે, તેની જ રમણતા છે. અમારી તો એ જ શ્રદ્ધા અને લક્ષ છે. અમે તો અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો બતાવીએ છીએ કે પરમકૃપાળુદેવની જ આજ્ઞા માન્ય કરો, તેની જ શ્રદ્ધા કરો; તેણે જે સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું છે તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે એમ તે પુરુષના વચને શ્રદ્ધાએ માન્ય કરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો; બીજી કંઈ કલ્પના ન કરો.
એક પરમકૃપાળુદેવની ભક્તિ પરમપ્રેમે કર્તવ્ય છે, તેમાં સર્વ જ્ઞાનીઓ આવી જાય છે; સર્વ જ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો પણ આવી જાય છે; પોતે પણ પડી રહેતો નથી.