सत्पुरुष उपर श्रद्धा थाय, शास्त्रना वांचनथी ते श्रद्धाने पोष मळे अने आत्मा ओळखवा जीवने तीव्रता जागे त्यारे सत्पुरुषना बोधे एवी श्रद्धा थाय के आ आत्मानुं स्वरूप छे. एटले ज्ञानीने आत्मानी श्रद्धा छे तेवी श्रद्धा थाय ते सम्यकत्व छे. तेथी करीने ज्ञानी कहेवाय छे अने तेमने निरास्रव कह्या छे.
देवो पण मनुष्यभवने इच्छे छे. एवो दुर्लभ आ मनुष्यदेह मळ्यो छे तेनुं माहात्म्य खरी रीते तो सत्पुरुषो ज समज्या छे; तेथी तेमने आवा दुर्लभ भवनी एक पळ पण रत्नचिंतामणि करतां विशेष मूल्यवान लागे छे अने मानपूजा के विषयकषायनां निमित्तोने झेर जेवां जाणी, लोकलाजने तृणवत् गणी, आत्मानुं ओळखाण थाय, आत्मानुं पोषण थाय तेने अर्थे मरणिया थईने पुरुषार्थ करे छे. जीवे पोतानी समज प्रमाणे पुरुषार्थ करवामां बाकी नथी राखी. ओघामुमती मेरु पर्वत जेटलां थाय तेटली वखत चारित्र लई कष्टो वेठ्यां; छतां हजु परिभ्रमण ऊभुं रह्युं छे तो हजु कंई एवुं कारण रह्या कर्युं छे के जे जीवना ध्यानमां आव्युं नथी.
परम कृपाळु श्रीमद् राजचंद्रदेवे जणाव्युं छे के ““अनादि काळना परिभ्रमणमां अनंत वार शास्त्रश्रवण, अनंत वार विधाभ्यास, अनंत वार जिनदीक्षा, अनंत वार आचार्यपणुं प्राप्त थयुं छे. मात्र “सत्’ मळ्या नथी, “सत्’ सुण्युं नथी अने “सत्’ श्रध्युं नथी अने ए मळ्ये, ए सुण्ये अने ए श्रध्ये ज छूटवानी वार्तानो आत्माथी भणकार थशे.” आटलामां जीव समजे तो पोताने शुं कर्तव्य छे ते आवी जाय छे. जीवे आंधळी दोड करी छे. एटले स्वच्छंदे वर्तन कर्युं छे. ते रोकवा कोईनी आज्ञा लेवा गयो तो आज्ञा आपनार अज्ञानी अने स्वच्छंदी मळ्या. तेथी लोहीनुं खरडायेलुं कपडुं जेम लोहीमां घोवाथी शुद्ध न थाय, तेम स्वच्छंदी पुरुषनी आज्ञा स्वच्छंदनो नाश करी शके नहीं.
सद्गुरु श्री देवाधिदेव परमगुरुए मनुष्यभव चिंतामणि समान कह्यो छे ते दुर्लभ छे. जे सत्पुरुषे, सद्गुरुए, अनंत ज्ञानी तीर्थंकरे, यथातथ्य आत्मा जाण्यो छे, जोयो छे, मान्यो छे ते ज्ञानीनो यथार्थ सत्समागम जो जीवने न थयो होय तो पण ते सत्पुरुषना समागमे जे कोई संत तथा मुमुक्षुए श्रद्धा प्रतीति करी छे ते सत्संगनो जोग, जो मनुष्यभव पामी, आ जीवने मळी आव्यो होय अने तेनी प्रतीति, विश्वास खास खरा मनथी आव्ये, ते कहे ते सद्गुरु प्रत्ये, तेमना बोध प्रत्ये, प्रतीति, श्रद्धा, रुचि, मान्यता, आस्था आ जीवने थाय तो आ मनुष्यभव सफळ छे. ते संते कहेला सद्गुरुनी एक मान्यता, श्रद्धाथी समकित कहेवाय. आटलो मनुष्यभव मळ्यो छे तेमां ते ज श्रद्धा सत्कृपाळु श्री सद्गुरुदेव प्रत्येनी जीवे राखवा योग्य छे, पोतानी कल्पनाथी बीजा कोईने मानवा योग्य नथी. जे एम एक सद्गुरुनी श्रद्धाए ज रहेल छे तेनुं आत्महित अने कल्याण छे. जो एक समकित आ भवमां न थयुं तो जन्म-मनुष्यभव हारी गया जाणवुं. ए एकने ज मान्याथी बधा ज्ञानीओ आवी जाय छे, एवो अनेकांत मार्ग समजायो नथी. माटे तेणे जाण्युं ते खरुं छे, मारे पण मानवा योग्य छे एम माने तो आत्मकल्याण थाय. तेनी ज आज्ञाथी कल्याण छे.
संतथी, सत्संगथी, प्रत्यक्ष पुरुषनी वाणीथी अने प्रत्यक्ष पुरुषथी श्रद्धा जेने थई छे, तेनी आज्ञाए वर्तनार ते ज्ञातपुत्र (ज्ञानीनो पुत्र) छे. ते बधां समकित पामवानां साधन छे.
एक भेदी मळवो जोईए. ते ज सद्गुरु भगवंत छे.
भेदीने मळे तो काम थाय. एक विश्वास आववो जोईए. जो कहेनार मळ्यो अने सांभळीने विश्वास करे तो काम थाय. तेथी छूटको छे. सिद्धांतनो सारमां सार ए ज छे.
સત્પુરુષ ઉપર શ્રદ્ધા થાય, શાસ્ત્રના વાંચનથી તે શ્રદ્ધાને પોષ મળે અને આત્મા ઓળખવા જીવને તીવ્રતા જાગે ત્યારે સત્પુરુષના બોધે એવી શ્રદ્ધા થાય કે આ આત્માનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનીને આત્માની શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા થાય તે સમ્યકત્વ છે. તેથી કરીને જ્ઞાની કહેવાય છે અને તેમને નિરાસ્રવ કહ્યા છે.
દેવો પણ મનુષ્યભવને ઇચ્છે છે. એવો દુર્લભ આ મનુષ્યદેહ મળ્યો છે તેનું માહાત્મ્ય ખરી રીતે તો સત્પુરુષો જ સમજ્યા છે; તેથી તેમને આવા દુર્લભ ભવની એક પળ પણ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન લાગે છે અને માનપૂજા કે વિષયકષાયનાં નિમિત્તોને ઝેર જેવાં જાણી, લોકલાજને તૃણવત્ગણી, આત્માનું ઓળખાણ થાય, આત્માનું પોષણ થાય તેને અર્થે મરણિયા થઈને પુરુષાર્થ કરે છે. જીવે પોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ કરવામાં બાકી નથી રાખી. ઓઘામુમતી મેરુ પર્વત જેટલાં થાય તેટલી વખત ચારિત્ર લઈ કષ્ટો વેઠ્યાં; છતાં હજુ પરિભ્રમણ ઊભું રહ્યું છે તો હજુ કંઈ એવું કારણ રહ્યા કર્યું છે કે જે જીવના ધ્યાનમાં આવ્યું નથી.
પરમ કૃપાળુ શ્રીમદ્રાજચંદ્રદેવે જણાવ્યું છે કે ““અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિધાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્’ મળ્યા નથી, “સત્’ સુણ્યું નથી અને “સત્’ શ્રધ્યું નથી અને એ મળ્યે, એ સુણ્યે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” આટલામાં જીવ સમજે તો પોતાને શું કર્તવ્ય છે તે આવી જાય છે. જીવે આંધળી દોડ કરી છે. એટલે સ્વચ્છંદે વર્તન કર્યું છે. તે રોકવા કોઈની આજ્ઞા લેવા ગયો તો આજ્ઞા આપનાર અજ્ઞાની અને સ્વચ્છંદી મળ્યા. તેથી લોહીનું ખરડાયેલું કપડું જેમ લોહીમાં ઘોવાથી શુદ્ધ ન થાય, તેમ સ્વચ્છંદી પુરુષની આજ્ઞા સ્વચ્છંદનો નાશ કરી શકે નહીં.
સદ્ગુરુ શ્રી દેવાધિદેવ પરમગુરુએ મનુષ્યભવ ચિંતામણિ સમાન કહ્યો છે તે દુર્લભ છે. જે સત્પુરુષે, સદ્ગુરુએ, અનંત જ્ઞાની તીર્થંકરે, યથાતથ્ય આત્મા જાણ્યો છે, જોયો છે, માન્યો છે તે જ્ઞાનીનો યથાર્થ સત્સમાગમ જો જીવને ન થયો હોય તો પણ તે સત્પુરુષના સમાગમે જે કોઈ સંત તથા મુમુક્ષુએ શ્રદ્ધા પ્રતીતિ કરી છે તે સત્સંગનો જોગ, જો મનુષ્યભવ પામી, આ જીવને મળી આવ્યો હોય અને તેની પ્રતીતિ, વિશ્વાસ ખાસ ખરા મનથી આવ્યે, તે કહે તે સદ્ગુરુ પ્રત્યે, તેમના બોધ પ્રત્યે, પ્રતીતિ, શ્રદ્ધા, રુચિ, માન્યતા, આસ્થા આ જીવને થાય તો આ મનુષ્યભવ સફળ છે. તે સંતે કહેલા સદ્ગુરુની એક માન્યતા, શ્રદ્ધાથી સમકિત કહેવાય. આટલો મનુષ્યભવ મળ્યો છે તેમાં તે જ શ્રદ્ધા સત્કૃપાળુ શ્રી સદ્ગુરુદેવ પ્રત્યેની જીવે રાખવા યોગ્ય છે, પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. જે એમ એક સદ્ગુરુની શ્રદ્ધાએ જ રહેલ છે તેનું આત્મહિત અને કલ્યાણ છે. જો એક સમકિત આ ભવમાં ન થયું તો જન્મ-મનુષ્યભવ હારી ગયા જાણવું. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે, એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. માટે તેણે જાણ્યું તે ખરું છે, મારે પણ માનવા યોગ્ય છે એમ માને તો આત્મકલ્યાણ થાય. તેની જ આજ્ઞાથી કલ્યાણ છે.
સંતથી, સત્સંગથી, પ્રત્યક્ષ પુરુષની વાણીથી અને પ્રત્યક્ષ પુરુષથી શ્રદ્ધા જેને થઈ છે, તેની આજ્ઞાએ વર્તનાર તે જ્ઞાતપુત્ર (જ્ઞાનીનો પુત્ર) છે. તે બધાં સમકિત પામવાનાં સાધન છે.
એક ભેદી મળવો જોઈએ. તે જ સદ્ગુરુ ભગવંત છે.
ભેદીને મળે તો કામ થાય. એક વિશ્વાસ આવવો જોઈએ. જો કહેનાર મળ્યો અને સાંભળીને વિશ્વાસ કરે તો કામ થાય. તેથી છૂટકો છે. સિદ્ધાંતનો સારમાં સાર એ જ છે.