एक  एक  गाथा  बोलतां  कोटि  कर्म  क्षय..

भगवाने कह्युं के ज्यां सुधी शाता छे, दुःख-व्याधि-वेदनी नथी अने सुख छे त्यां सुधी धर्म करी ले; पछी नहीं बने. हाथमांथी बाजी ग‌ई तो नहीं बने. ज्यां सुधी मनुष्यभव अने शाता छे, त्यां सुधी करी ले. बधुं चित्रविचित्र छे. वेदनी थाय, दुःख-व्याधि थया करे. माटे आ मनुष्यभव पामी को‌ई आत्मा संबंधी वात सांभळ, कान धर; बीजी वातो घणी थ‌ई छे, पण आत्मा संबंधी नथी थ‌ई ते कर. मोटा पुरुषे आ उपाय बताव्यो ते अमृत जेवो छे.

 

’मारुं’ नथी तेने ’मारुं’ करवा‌ फरवुं नहीं. ते थवानुं नथी. जे करवानुं छे ते आजे कही द‌उं छुं: समज. वधारामां कहेवानुं-भाव. चोट थवी जो‌इ‌ए. परिणाम, भाव करतां करतां ते फळीभूत थशे. आ संबंध छे तो शुं ते नथी ? छे ज. अमने मळेलुं आपी‌ए छी‌ए: वीस दोहा, क्षमापना, आठ त्रोटक छंद, छ पदनो पत्र, आत्मसिद्धि. को‌ई दहाडो आ भूलशो नहीं. करवानुं शुं छे ? समकित. समकित, समाधिमरणनुं आ कारण‌ छे. कंई न बने तो भाव राखशो. भावथी श्रद्धा थशे. मान्य होय तो भाव थाय छे. "ते आत्मज्ञान थतां सुधी जीवे’ मूर्तिमान आत्मज्ञानस्वरूप’ एवा सदगुरुदेवनो निरंतर आश्रय अवश्य करवा योग्य छे, एमां संशय नथी.

 

ज्यां प्रेम, प्रीति करवानी छे ते पडी मूकीने मायामां खोटी थ‌ई रह्यो छे. काचनी शीशी फूटी जाय तेम आ तुंबडां, देह फूटी जशे. आत्मानी ओळखाण वगर परिभ्रमणनां दुःख मटशे नहीं.

 

’वीस दुहा’ भक्तिना छे ते मंत्र समान छे. सो वखत, हजार वखत बोलाय तो पण ओछुं छे. लाभना ढगला  छे.

 

’क्षमापनानो पाठ’, ’छ पद’ नो पत्र, ’यमनियम’, ’आत्मसिद्धि’-आटला साधन अपूर्व छे, चमत्कारिक छे! रोज भणवां जरूरनां छे. जीवतां सुधी आटली भक्ति रोज करवी ज.

 

लौकिक द्रष्टिमां काढी नाख्युं छे; अलौकिक द्रष्टि करवी जो‌ई‌ए. योगद्रष्टि बोलवामां आवे छे ते अलौकिक द्रष्टि‌ए बोलाय तो एक एक गाथा बोलतां लाभना ढगला थाय.

 

भक्तिना वीस दुहा छे. एक एक गाथा बोलतां कोटि कर्म क्षय थ‌ई जाय, पुण्यना ढगला बंधाय. तेमां भाव भक्ति प्रेम जो‌ई‌ए. को‌ई पण गाथा, को‌ई पण पद, गमे तो एक जाणता हो तो एक पण अलौकिक द्रष्टि‌ए संभारो, गा‌ओ, बोलो.

 

ભગવાને કહ્યું કે જ્યાં સુધી શાતા છે, દુઃખ-વ્યાધિ-વેદની નથી અને સુખ છે ત્યાં સુધી ધર્મ કરી લે; પછી નહીં બને. હાથમાંથી બાજી ગ‌ઈ તો નહીં બને. જ્યાં સુધી મનુષ્યભવ અને શાતા છે, ત્યાં સુધી કરી લે. બધું ચિત્રવિચિત્ર છે. વેદની થાય, દુઃખ-વ્યાધિ થયા કરે. માટે આ મનુષ્યભવ પામી કો‌ઈ આત્મા સંબંધી વાત સાંભળ, કાન ધર; બીજી વાતો ઘણી થ‌ઈ છે, પણ આત્મા સંબંધી નથી થ‌ઈ તે કર. મોટા પુરુષે આ ઉપાય બતાવ્યો તે અમૃત જેવો છે.

 

મારું’ નથી તેને ’મારું’ કરવા‌ફરવું નહીં. તે થવાનું નથી. જે કરવાનું છે તે આજે કહી દ‌ઉં છું: સમજ. વધારામાં કહેવાનું-ભાવ. ચોટ થવી જો‌ઇ‌એ. પરિણામ, ભાવ કરતાં કરતાં તે ફળીભૂત થશે. આ સંબંધ છે તો શું તે નથી ? છે જ. અમને મળેલું આપી‌એ છી‌એ: વીસ દોહા, ક્ષમાપના, આઠ ત્રોટક છંદ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ. કો‌ઈ દહાડો આ ભૂલશો નહીં. કરવાનું શું છે ? સમકિત. સમકિત, સમાધિમરણનું આ કારણ‌છે. કંઈ ન બને તો ભાવ રાખશો. ભાવથી શ્રદ્ધા થશે. માન્ય હોય તો ભાવ થાય છે. "તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે’ મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ’ એવા સદગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી.

 

જ્યાં પ્રેમ, પ્રીતિ કરવાની છે તે પડી મૂકીને માયામાં ખોટી થ‌ઈ રહ્યો છે. કાચની શીશી ફૂટી જાય તેમ આ તુંબડાં, દેહ ફૂટી જશે.આત્માની ઓળખાણ વગર પરિભ્રમણનાં દુઃખ મટશે નહીં.

 

વીસ દુહા’ ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે.

 

ક્ષમાપનાનો પાઠ’, ’છ પદ’ નો પત્ર, ’યમનિયમ’, ’આત્મસિદ્ધિ’-આટલા સાધન અપૂર્વછે, ચમત્કારિકછે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ.

 

લૌકિક દ્રષ્ટિમાં કાઢી નાખ્યું છે; અલૌકિક દ્રષ્ટિ કરવી જો‌ઈ‌એ. યોગદ્રષ્ટિ બોલવામાં આવે છે તે અલૌકિક દ્રષ્ટિ‌એ બોલાયતો એક એકગાથા બોલતાં લાભના ઢગલા થાય.

 

ભક્તિના વીસ દુહા છે. એક એક ગાથા બોલતાં કોટિ કર્મ ક્ષય થ‌ઈ જાય,પુણ્યના ઢગલા બંધાય. તેમાં ભાવ ભક્તિ પ્રેમ જો‌ઈ‌એ. કો‌ઈ પણ ગાથા, કો‌ઈ પણ પદ, ગમે તો એક જાણતા હો તો એક પણ અલૌકિક દ્રષ્ટિ‌એ સંભારો, ગા‌ઓ, બોલો.