सत्संगनो दुकाळ छे. ते शोध्यो पण...

 

जीव मनुष्यभव पामीने सम्यक्‌ श्रद्धाने पामे तो जप तप आदिकथी अधिक--बधुंय थयुं जाणवुं. सार धर्म, सम्यक्‌ श्रद्धा दुर्लभ छे.

 

मनुष्यपणुं मळवुं घणुं दुर्लभ छेजी. तेमां पण धर्मनी जिज्ञासा अने सत्पुरुषनो समागम अत्यंत अत्यंत दुर्लभ छेजी; कारण के आ कळिकाळमां जीव मायामां ने मायामां मूंझा‌ई रहे छेजी. तेथी पोताने आ मनुष्यभव पामीने शुं करवा योग्य छे अने शुं कर्ये जाय छे ते विचारवानो अवकाश पण जीवने प्राप्त थतो नथी. परंपरा‌ए कुळधर्म आदिकना आग्रहमां प्रवर्तन थयुं होय तेमां केटलुं कल्याण छे अने सत्‌ वस्तुनुं माहात्म्य केवुं होय ? सत्‌ प्राप्त थयुं होय तेनी दशा केवी होय तेना विचार करवा माटे सत्संग समागम सिवाय कंई बनी शक्तुं नथी. सत्संग ए संसार रोगनो नाश करवानी परम औषषि छे.

 

सत्संगनो दुकाळ छे. ते शोध्यो पण मळवो मुश्केल छे.

 

दुकाळ पड्यो होय छे, त्यारे दयाळु शेठिया‌ओ गरीबोने खावानुं मळे तेवी सगवड करे छे. तेम आ काळ ते कळियुग छे. परमार्थनो दुकाळ पड्या जेवुं छे. आवा काळमां ज्ञानीपुरुषोनो बोध ते सदाव्रत जेवुं छे, ते ज आधार छे, एवुं दृढ थवुं जो‌ई‌ए.

 

आवा विकराळ काळना पंजामांथी बचावनार एक परम कृपाळु श्रीमद्‌ राजचंद्र प्रभु ज छे. तेमणे आ काळमां आपणा उपर उपकार कर्यो छे तेनो उपकार पूरेपूरो समजवा जेटली पण आपणामां बुद्धि नथी तो तेनो बदलो केवी रीते वाळी शकाय? आ मनुष्यभवने सफळ करवानुं आ काळमां मुख्य साधन होय तो ते परम कृपाळुदेव उपर परम प्रेम अने निष्काम भक्ति तथा तेना वचन उपर श्रद्धा अने तेना आशयने संतसमागमे समजवानी तीव्र इच्छा ए ज छे. चंदनना वनमां पासेनां अन्य वृक्षो जेम सुगंधवाळां बने छे तेमां चंदननी सुगंधी होय छे तेम सत्पुरुष श्री परम कृपाळुदेवना बोधे जेमने सम्यक्‌त्वनी प्राप्ति थ‌ई छे, तेमनी पासे ते परम पुरुषोनो ज सत्य बोध छे अने ते ज आत्माने हितकारी छे. जे जे वस्तु सत्पुरुषना मुखथी सांभळी होय, अवधारी होय, अनुभवी होय तेनो ज ते उपदेश करे छे अने तेनुं ज तेने माहात्म्य लाग्युं छे.

 

सर्व जीवो पोतपोतानी समजणे जे मान्युं छे ते पकडी बेठा छे. श्वेतांबर, दिगंबर, रामानंदी, ढुंढिया इत्यादि सर्वेने पोताना धर्मनी पकड होय छे तेने ज सत्‌ माने छे. परंतु सत्‌नी प्राप्ति तो को‌ई अपूर्व पुण्यना उदये थाय छे. ते महा दुर्लभ छे. ते प्राप्त थये, जीव बीजुं बधुं मूकी एक ए ज जाणवा समजवा यत्‍न करे. ते माटे सत्संग घणो काळ आराधे त्यारे कंईक समजाय अने समजाय त्यारे पकड अथवा सत्‌श्रद्धा थाय. पण ज्ञानीने यथार्थ ओळख्ये आ समजण आवे. त्यारे जीव समजे के गृहकुटुंब ते मारुं नहीं. मारो तो आत्मा छे. माटे व्यवहार करुं परंतु तेनाथी अंतर्भेद राखुं. आम जीवने मोक्षनी भावना, छूटवानी भावना जागे छे. ए ज लय सतत रहे छे. तेथी ते बंधातो नथी. ‘सम्मद्दिट्ठी न करे‍इ पावं’ तेम छूटवानी इच्छावाळाने कर्म बंधातां नथी.

 

जीवने अनंत काळथी पकड तो होय छे. पण पूर्ण जेनां भाग्य हशे तेनी दृष्टि फरे. सन्मार्ग सन्मुख दृष्टि थवी महा महा दुर्लभ छे.

 

જીવ મનુષ્યભવ પામીને સમ્યક્‌ શ્રદ્ધાને પામે તો જપ તપ આદિકથી અધિક--બધુંય થયું જાણવું. સાર ધર્મ, સમ્યક્‌ શ્રદ્ધા દુર્લભ છે.

 

મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છેજી. તેમાં પણ ધર્મની જિજ્ઞાસા અને સત્પુરુષનો સમાગમ અત્યંત અત્યંત દુર્લભ છેજી; કારણ કે આ કળિકાળમાં જીવ માયામાં ને માયામાં મૂંઝા‌ઈ રહે છેજી. તેથી પોતાને આ મનુષ્યભવ પામીને શું કરવા યોગ્ય છે અને શું કર્યે જાય છે તે વિચારવાનો અવકાશ પણ જીવને પ્રાપ્ત થતો નથી. પરંપરા‌એ કુળધર્મ આદિકના આગ્રહમાં પ્રવર્તન થયું હોય તેમાં કેટલું કલ્યાણ છે અને સત્‌ વસ્તુનું માહાત્મ્ય કેવું હોય ? સત્‌ પ્રાપ્ત થયું હોય તેની દશા કેવી હોય તેના વિચાર કરવા માટે સત્સંગ સમાગમ સિવાય કંઈ બની શક્તું નથી. સત્સંગ એ સંસાર રોગનો નાશ કરવાની પરમ ઔષષિ છે.

 

સત્સંગનો દુકાળ છે. તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે.

 

દુકાળ પડ્યો હોય છે, ત્યારે દયાળુ શેઠિયા‌ઓ ગરીબોને ખાવાનું મળે તેવી સગવડ કરે છે. તેમ આ કાળ તે કળિયુગ છે. પરમાર્થનો દુકાળ પડ્યા જેવું છે. આવા કાળમાં જ્ઞાનીપુરુષોનો બોધ તે સદાવ્રત જેવું છે, તે જ આધાર છે, એવું દૃઢ થવું જો‌ઈ‌એ.

 

આવા વિકરાળ કાળના પંજામાંથી બચાવનાર એક પરમ કૃપાળુ શ્રીમદ્‌ રાજચંદ્ર પ્રભુ જ છે. તેમણે આ કાળમાં આપણા ઉપર ઉપકાર કર્યો છે તેનો ઉપકાર પૂરેપૂરો સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી તો તેનો બદલો કેવી રીતે વાળી શકાય? આ મનુષ્યભવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાધન હોય તો તે પરમ કૃપાળુદેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશયને સંતસમાગમે સમજવાની તીવ્ર ઇચ્છા એ જ છે. ચંદનના વનમાં પાસેનાં અન્ય વૃક્ષો જેમ સુગંધવાળાં બને છે તેમાં ચંદનની સુગંધી હોય છે તેમ સત્પુરુષ શ્રી પરમ કૃપાળુદેવના બોધે જેમને સમ્યક્‌ત્વની પ્રાપ્તિ થ‌ઈ છે, તેમની પાસે તે પરમ પુરુષોનો જ સત્ય બોધ છે અને તે જ આત્માને હિતકારી છે. જે જે વસ્તુ સત્પુરુષના મુખથી સાંભળી હોય, અવધારી હોય, અનુભવી હોય તેનો જ તે ઉપદેશ કરે છે અને તેનું જ તેને માહાત્મ્ય લાગ્યું છે.

 

સર્વ જીવો પોતપોતાની સમજણે જે માન્યું છે તે પકડી બેઠા છે. શ્વેતાંબર, દિગંબર, રામાનંદી, ઢુંઢિયા ઇત્યાદિ સર્વેને પોતાના ધર્મની પકડ હોય છે તેને જ સત્‌ માને છે. પરંતુ સત્‌ની પ્રાપ્તિ તો કો‌ઈ અપૂર્વ પુણ્યના ઉદયે થાય છે. તે મહા દુર્લભ છે. તે પ્રાપ્ત થયે, જીવ બીજું બધું મૂકી એક એ જ જાણવા સમજવા યત્‍ન કરે. તે માટે સત્સંગ ઘણો કાળ આરાધે ત્યારે કંઈક સમજાય અને સમજાય ત્યારે પકડ અથવા સત્‌શ્રદ્ધા થાય. પણ જ્ઞાનીને યથાર્થ ઓળખ્યે આ સમજણ આવે. ત્યારે જીવ સમજે કે ગૃહકુટુંબ તે મારું નહીં. મારો તો આત્મા છે. માટે વ્યવહાર કરું પરંતુ તેનાથી અંતર્ભેદ રાખું. આમ જીવને મોક્ષની ભાવના, છૂટવાની ભાવના જાગે છે. એ જ લય સતત રહે છે. તેથી તે બંધાતો નથી. ‘સમ્મદ્દિટ્ઠી ન કરે‍ઇ પાવં’ તેમ છૂટવાની ઇચ્છાવાળાને કર્મ બંધાતાં નથી.

 

જીવને અનંત કાળથી પકડ તો હોય છે. પણ પૂર્ણ જેનાં ભાગ્ય હશે તેની દૃષ્ટિ ફરે. સન્માર્ગ સન્મુખ દૃષ્ટિ થવી મહા મહા દુર્લભ છે.