आ जीव पोतानी कल्पनाए अज्ञान-मिथ्यात्वी मिथ्याने लईने सत्संग सत्पुरुषनो बोध पोतानी मतिकल्पनाए समजी खोटांने, मिथ्याने साचां मानी श्रद्धी संतोष माने छे. पण सत्संगे सत्पुरुषना वचननी प्रचुरणाए समजाय तो आ जीवने अंतर्मुहूर्तमां समकित थाय छे अने मनुष्यभव सफळ थाय छे. आवो जोग मनुष्यभव रत्नचिंतामणि मळवो दुर्लभ छे. बधुं अनंतवार मळ्युं छे. एक समकित थयुं नथी. तो कोडी साटे रतन खोवा जेवुं जीव करे छे ते डाह्या पुरुषने विचारवा जेवुं छे. वधु शुं लखवुं? डाह्या पुरुषने चेतवा जेवुं छेजी. फरीने जोग नहीं मळे. जीव जो आ भवमां एक सत्पुरुषना बोधना बीजरूप सम्यक्त्वने प्राप्त करे तो अनंता भव आधि, व्याधि, जन्म-मरणना छूटी जाय छेजी.
कहेनारो कही छूटे अने वहेनारो वही छूटे. वारंवार कहेवा छतां, समजाव्या छतां पोतानी मति समजण आग्रह ना मूके एटले अमारुं कहेवुं ग्रहण थतुं नथी. अने पोते ज्ञानी पुरुषने ओळख्या छे, पोतानी समजणे “आ ज्ञानी छे, ए ज्ञानी छे’ एम मानी ज्ञानीओनी, ज्ञानीओना मार्गनी मान्यता करी लई वर्ते छे. ते विपरीत समजणथी, “हुं ज्ञानीनो मार्ग पाम्यो छुं, हुं ज्ञानीनी साची भक्ति करुं छुं, हुं वर्तुं छुं, करुं छुं ते बराबर छे’ एम करी पोतानामां पण एवी कंई मान्यता करी ते मान्यताना आधारे बीजा जीवो प्रत्ये पण ते ज वातनो उपदेश थाय छे ए बधुं अज्ञान छे. अज्ञान ते संसार रखडावनार छे. हजु पण मनुष्यदेह छे, समजण शक्ति छे त्यां सुधी अवसर छे. साची रीते ज्ञानीनुं कहेवुं मानी लेवाय तो आत्महित थाय.
परमकृपाळु देवनुं ज शरण, आश्रय, निश्चय ग्रहण करो अने अत्यार सुधीमां जे जे कंई कर्युं, जे जे कंई मान्युं, जे जे कंई उपदेश आप्या, जे जे कल्पनाओ करी, ते बधी मारी भूल हती, स्वच्छंद हतो, कल्पना हती, अणसमजणा हती, अज्ञानता हती. तेनो भारे खेदपूर्वक पूर्ण पश्चात्ताप करी तेथी पाछा वळी ज्ञानीनी क्षमा इच्छी आत्माने निःशल्य करो. अने हवे तो मारे एक परमकृपाळुदेवनुं ज शरण हो, तेनी ज आज्ञामां निरंतर प्रवर्तन हो, एणे जे स्वरूप अनुभव्युं छे ते ज मारुं स्वरूप छे, अन्य देहादि संबंधीमां पोतापणानी कल्पना मिथ्या छे, एवी समजण अने श्रद्धा कर्तव्य छे. एम जीव पोते ज करशे त्यारे छूटको छे.
परमकृपाळुदेवनी श्रद्धा अमारा कहेवाथी करशे तेनुं कल्याण थशे एम जे जणाव्युं हतुं तथा संतना कहेवाथी मारे परमकृपाळुदेवनी आज्ञा मान्य छे एम प्रतिज्ञापूर्वक सर्वेए परम कृपाळुदेवनी समक्ष कह्युं हतुं ते याद लावीने श्रद्धा जेटली दृढ थाय तेटली कर्तव्य छे. हाथीना पगलामां बधां पगलां समाय छे, तेम परमकृपाळुदेवनी भक्तिमां सर्व ज्ञानीओनी भक्ति आवी जाय छे; माटे भेदभावनी कल्पना दूर करी जे आज्ञा थई छे ते प्रमाणे, “वाळ्यो वळे जेम हेम’, तेम पोताना भाव वाळी एक उपर आवी जवा योग्य छे.
अनादिकाळथी सद्गुरुनी यथातथ्य ओळखाण थई नथी. ते थये, श्रध्ये-प्रतीत, ओळखाण आव्ये कल्याण छेजी.
श्रद्ध परम दुल्लहा.....मुख्य पायो श्रद्धा-गुरुनी श्रद्धा, आत्मानी श्रद्धा. बधी वात एमां छे.
सद्गुरु कहे ते खरुं. पण आजे गुरु घणा थई पड्या छे.
गुरुने नामे जीव ठगायो छे. जेना पर प्रेम ढोळवो छे त्यां ढोळातो नथी अने सत्संगमां समागममां ज्यां दृष्टि पडी त्यां प्रेम ढोळी नाखे छे. तेथी अशातना लागे छे अने जीव गांडा-घेला पण थई जाय छे.
આ જીવ પોતાની કલ્પનાએ અજ્ઞાન-મિથ્યાત્વી મિથ્યાને લઈને સત્સંગ સત્પુરુષનો બોધ પોતાની મતિકલ્પનાએ સમજી ખોટાંને, મિથ્યાને સાચાં માની શ્રદ્ધી સંતોષ માને છે. પણ સત્સંગે સત્પુરુષના વચનની પ્રચુરણાએ સમજાય તો આ જીવને અંતર્મુહૂર્તમાં સમકિત થાય છે અને મનુષ્યભવ સફળ થાય છે. આવો જોગ મનુષ્યભવ રત્નચિંતામણિ મળવો દુર્લભ છે. બધું અનંતવાર મળ્યું છે. એક સમકિત થયું નથી. તો કોડી સાટે રતન ખોવા જેવું જીવ કરે છે તે ડાહ્યા પુરુષને વિચારવા જેવું છે. વધુ શું લખવું? ડાહ્યા પુરુષને ચેતવા જેવું છેજી. ફરીને જોગ નહીં મળે. જીવ જો આ ભવમાં એક સત્પુરુષના બોધના બીજરૂપ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તો અનંતા ભવ આધિ, વ્યાધિ, જન્મ-મરણના છૂટી જાય છેજી.
કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે. વારંવાર કહેવા છતાં, સમજાવ્યા છતાં પોતાની મતિ સમજણ આગ્રહ ના મૂકે એટલે અમારું કહેવું ગ્રહણ થતું નથી. અને પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, પોતાની સમજણે “આ જ્ઞાની છે, એ જ્ઞાની છે’ એમ માની જ્ઞાનીઓની, જ્ઞાનીઓના માર્ગની માન્યતા કરી લઈ વર્તે છે. તે વિપરીત સમજણથી, “હું જ્ઞાનીનો માર્ગ પામ્યો છું, હું જ્ઞાનીની સાચી ભક્તિ કરું છું, હું વર્તું છું, કરું છું તે બરાબર છે’ એમ કરી પોતાનામાં પણ એવી કંઈ માન્યતા કરી તે માન્યતાના આધારે બીજા જીવો પ્રત્યે પણ તે જ વાતનો ઉપદેશ થાય છે એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન તે સંસાર રખડાવનાર છે. હજુ પણ મનુષ્યદેહ છે, સમજણ શક્તિ છે ત્યાં સુધી અવસર છે. સાચી રીતે જ્ઞાનીનું કહેવું માની લેવાય તો આત્મહિત થાય.
પરમકૃપાળુ દેવનું જ શરણ, આશ્રય, નિશ્ચય ગ્રહણ કરો અને અત્યાર સુધીમાં જે જે કંઈ કર્યું, જે જે કંઈ માન્યું, જે જે કંઈ ઉપદેશ આપ્યા, જે જે કલ્પનાઓ કરી, તે બધી મારી ભૂલ હતી, સ્વચ્છંદ હતો, કલ્પના હતી, અણસમજણા હતી, અજ્ઞાનતા હતી. તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાત્તાપ કરી તેથી પાછા વળી જ્ઞાનીની ક્ષમા ઇચ્છી આત્માને નિઃશલ્ય કરો. અને હવે તો મારે એક પરમકૃપાળુદેવનું જ શરણ હો, તેની જ આજ્ઞામાં નિરંતર પ્રવર્તન હો, એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે, અન્ય દેહાદિ સંબંધીમાં પોતાપણાની કલ્પના મિથ્યા છે, એવી સમજણ અને શ્રદ્ધા કર્તવ્ય છે. એમ જીવ પોતે જ કરશે ત્યારે છૂટકો છે.
પરમકૃપાળુદેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું તથા સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વેએ પરમ કૃપાળુદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દૃઢ થાય તેટલી કર્તવ્ય છે. હાથીના પગલામાં બધાં પગલાં સમાય છે, તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે; માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે, “વાળ્યો વળે જેમ હેમ’, તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે.
અનાદિકાળથી સદ્ગુરુની યથાતથ્ય ઓળખાણ થઈ નથી. તે થયે, શ્રધ્યે-પ્રતીત, ઓળખાણ આવ્યે કલ્યાણ છેજી.
શ્રદ્ધ પરમ દુલ્લહા.....મુખ્ય પાયો શ્રદ્ધા-ગુરુની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા. બધી વાત એમાં છે.
સદ્ગુરુ કહે તે ખરું. પણ આજે ગુરુ ઘણા થઈ પડ્યા છે.
ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દૃષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી અશાતના લાગે છે અને જીવ ગાંડા-ઘેલા પણ થઈ જાય છે.