सत्पुरुषनी ओळखाण जीवने थवी दुर्लभ छे

सद्‌गुरुनी श्रद्धा, प्रतीति, रुचि ए बधानुं मूळ छे.

 

वनमां भीलनो वळावो होय तो ते लूंटाय नहीं, तेम सत्पुरुषमां विश्वास होय तो धर्मने नामे ठगाय नहीं.

 

साचा पुरुषनी श्रद्धा, प्रत्यक्ष ज्ञानीनी आज्ञा ए ज “सनातन धर्म.

 

आ जीव अनंत काळथी परिभ्रमण करतो, जन्मजरामरणादि दुःखो भोगवतो आवे छे तेने छूटवानुं कारण एक सत्पुरुष छे. तेने शोधी तेनी श्रद्धा‌ए तेनी आज्ञा‌ए वर्ततां जीवनो मोक्ष थाय छे. तेमां संशय नथी, यथातथ्य एम ज छे. ते सत्पुरुषनी ओळखाण जीवने थवी दुर्लभ छे. तेनुं कारण आ जीव पोतानी मतिकल्पना‌ए ज्ञानीने अज्ञानी मानी स्वच्छंदे वर्ते ते भूल थाय छे; अज्ञानीने ज्ञानी मानी तेनी आज्ञा‌ए वर्ते ते पण भूल छे. पण ज्ञानीनी दृष्टि‌ए ज्ञानीने माने, तेनी आज्ञा‌ए वर्ते तो जीवनो मोक्ष थाय छे, संसारथी मुक्त थवुं तेने थाय छे; एम छे. ते भूल पोताना डहापणे पोतानी मान्यताथी मोहनीय कर्मना उदयाधीनपणे आ जीवने थती आवे छे. तेमां मुख्य दर्शनमोहनीय कर्म नहीं टळवाथी, मोहनीय कर्म तेने मुझवे छे. तेने एक सत्पुरुषनो बोध अने सत्संग मळवाथी ते भूल नीकळे छे.

 

"समयं गोयम मा पमाए" ते को‌ई चमत्कार छे, सान छे. ए अद्‌भुत छे! तेमां मुख्यमां मुख्य श्रद्धा छे. तेनो लाभ घणा सत्संगे अने समागमे बोधना निमित्त कारणे थाय, तेवुं समजाय छे.

 

सत्संगनो दुकाळ छे. ते शोध्यो पण मळवो मुश्केल छे. पण जेने पूर्वना पुण्य वडे सत्संग मळ्यो छे तेने एम थाय के “बधा आवो सत्संग न करे ?” पण पुण्य विना सत्संग करवो य सूझे एम नथी, तेम मळवो पण दुर्लभ छे.

 

भगवान तीर्थंकरादिके मनुष्यभव दुर्लभ कह्यो छे, ते जोग पामीने साचा सद्‌गुरु कृपाळु देव प्रत्ये श्रद्धा, प्रतीति, रुचि करवानी छे. आ वाक्य लख्युं छे, ते को‌ई संतना कहेवाथी मान्य थ‌ई जशे तो जीवनुं कल्याण थ‌ई जशे. बाकी पोतानी कल्पनाथी मानी ल‌ईने “आ ज्ञानी छे’ एम कर्तव्य नथी, मध्यस्थ रहेवुं--अज्ञानी न कहेवा, ज्ञानी न कहेवा. ते जो पोताना स्वच्छंदथी पोते मान्य करे तो तेनी भूल थ‌ई मानवी. को‌ई सत्संगे सद्‌गुरुने मान्य करशे तेनुं कल्याण थशे. पोतानी कल्पना‌ए मानीने जीव भूल खाय छे. ते सत्स्वरूप एवा ज्ञानीपुरुषो‌ए आत्मा जोयो छे, जाण्यो छे ते मारे मान्य छे. फरी फरी मनुष्यभव मळवो दुर्लभ छे. एक भवमां जो श्रद्धा अने प्रतीति एक आत्मानी थ‌ई ग‌ई तो आ जीवनुं कल्याण छे. आवो जोग फरी फरीने न मळे.

 

ज्ञानी आत्मा छे. आने ज्ञानी, आने ज्ञानी मानी न बेस. समजण लाव, विश्वास लाव, हमणां करी ले; पछी नहीं थाय.

 

मनुष्यभव पामी जो आ जीव, अनंत काळचक्रथी परिभ्रमण करतां जे प्राप्त थयुं नथी तेवुं, सम्यक्‌त्व पामे अथवा साचा सद्‌गुरुदेव प्रत्ये तेने श्रद्धान थाय तो आ मनुष्यभवनुं सफळपणुं मानवा योग्य छे. जो के उपाधि तो कर्मवशात्‌ सर्व जीवात्माने उदयमां छे ते वेदवी ज पडे छे, को‌ई सुख-दुःख लेवा अथवा देवा समर्थ नथी, पण जो एक यथातथ्य सत्‌ श्रद्धान थाय तो आ मनुष्यभवनुं मूल्य को‌ई रीते थाय एवुं नथी, अने ते सर्व करी चूक्यो एम समजवुं घटित छे. एवो जोग अत्रे आव्यो छे.

 

 

સદ્‌ગુરુની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ એ બધાનું મૂળ છે.

 

વનમાં ભીલનો વળાવો હોય તો તે લૂંટાય નહીં, તેમ સત્પુરુષમાં વિશ્વાસ હોય તો ધર્મને નામે ઠગાય નહીં.

 

સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ “સનાતન ધર્મ.

 

આ જીવ અનંત કાળથી પરિભ્રમણ કરતો, જન્મજરામરણાદિ દુઃખો ભોગવતો આવે છે તેને છૂટવાનું કારણ એક સત્પુરુષ છે. તેને શોધી તેની શ્રદ્ધા‌એ તેની આજ્ઞા‌એ વર્તતાં જીવનો મોક્ષ થાય છે. તેમાં સંશય નથી, યથાતથ્ય એમ જ છે. તે સત્પુરુષની ઓળખાણ જીવને થવી દુર્લભ છે. તેનું કારણ આ જીવ પોતાની મતિકલ્પના‌એ જ્ઞાનીને અજ્ઞાની માની સ્વચ્છંદે વર્તે તે ભૂલ થાય છે; અજ્ઞાનીને જ્ઞાની માની તેની આજ્ઞા‌એ વર્તે તે પણ ભૂલ છે. પણ જ્ઞાનીની દૃષ્ટિ‌એ જ્ઞાનીને માને, તેની આજ્ઞા‌એ વર્તે તો જીવનો મોક્ષ થાય છે, સંસારથી મુક્ત થવું તેને થાય છે; એમ છે. તે ભૂલ પોતાના ડહાપણે પોતાની માન્યતાથી મોહનીય કર્મના ઉદયાધીનપણે આ જીવને થતી આવે છે. તેમાં મુખ્ય દર્શનમોહનીય કર્મ નહીં ટળવાથી, મોહનીય કર્મ તેને મુઝવે છે. તેને એક સત્પુરુષનો બોધ અને સત્સંગ મળવાથી તે ભૂલ નીકળે છે.

 

"समयं गोयम मा पमाए" તે કો‌ઈ ચમત્કાર છે, સાન છે. એ અદ્‌ભુત છે! તેમાં મુખ્યમાં મુખ્ય શ્રદ્ધા છે. તેનો લાભ ઘણા સત્સંગે અને સમાગમે બોધના નિમિત્ત કારણે થાય, તેવું સમજાય છે.

 

સત્સંગનો દુકાળ છે. તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે. પણ જેને પૂર્વના પુણ્ય વડે સત્સંગ મળ્યો છે તેને એમ થાય કે “બધા આવો સત્સંગ ન કરે ?” પણ પુણ્ય વિના સત્સંગ કરવો ય સૂઝે એમ નથી, તેમ મળવો પણ દુર્લભ છે.

 

ભગવાન તીર્થંકરાદિકે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે, તે જોગ પામીને સાચા સદ્‌ગુરુ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવાની છે. આ વાક્ય લખ્યું છે, તે કો‌ઈ સંતના કહેવાથી માન્ય થ‌ઈ જશે તો જીવનું કલ્યાણ થ‌ઈ જશે. બાકી પોતાની કલ્પનાથી માની લ‌ઈને “આ જ્ઞાની છે’ એમ કર્તવ્ય નથી, મધ્યસ્થ રહેવું--અજ્ઞાની ન કહેવા, જ્ઞાની ન કહેવા. તે જો પોતાના સ્વચ્છંદથી પોતે માન્ય કરે તો તેની ભૂલ થ‌ઈ માનવી. કો‌ઈ સત્સંગે સદ્‌ગુરુને માન્ય કરશે તેનું કલ્યાણ થશે. પોતાની કલ્પના‌એ માનીને જીવ ભૂલ ખાય છે. તે સત્સ્વરૂપ એવા જ્ઞાનીપુરુષો‌એ આત્મા જોયો છે, જાણ્યો છે તે મારે માન્ય છે. ફરી ફરી મનુષ્યભવ મળવો દુર્લભ છે. એક ભવમાં જો શ્રદ્ધા અને પ્રતીતિ એક આત્માની થ‌ઈ ગ‌ઈ તો આ જીવનું કલ્યાણ છે. આવો જોગ ફરી ફરીને ન મળે.

 

જ્ઞાની આત્મા છે. આને જ્ઞાની, આને જ્ઞાની માની ન બેસ. સમજણ લાવ, વિશ્વાસ લાવ, હમણાં કરી લે; પછી નહીં થાય.

 

મનુષ્યભવ પામી જો આ જીવ, અનંત કાળચક્રથી પરિભ્રમણ કરતાં જે પ્રાપ્ત થયું નથી તેવું, સમ્યક્‌ત્વ પામે અથવા સાચા સદ્‌ગુરુદેવ પ્રત્યે તેને શ્રદ્ધાન થાય તો આ મનુષ્યભવનું સફળપણું માનવા યોગ્ય છે. જો કે ઉપાધિ તો કર્મવશાત્‌ સર્વ જીવાત્માને ઉદયમાં છે તે વેદવી જ પડે છે, કો‌ઈ સુખ-દુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી, પણ જો એક યથાતથ્ય સત્‌ શ્રદ્ધાન થાય તો આ મનુષ્યભવનું મૂલ્ય કો‌ઈ રીતે થાય એવું નથી, અને તે સર્વ કરી ચૂક્યો એમ સમજવું ઘટિત છે. એવો જોગ અત્રે આવ્યો છે.