यथातथ्य स्वरूपने पाम्या ते पुरुषनी श्रद्धा, सन्मुखदृष्टि, ते सद्गुरुनी आज्ञा त्रिकरणयोगे साधन करतां समये समये जे ते धर्ममां परिणमी रह्या छे तेने नमस्कार हो ! नमस्कार हो!
भगवाननुं वचन छे के सद्धा परम दुल्लहा.
दुषमकाळ छे. तेमां घणा जीवनुं कल्याण थशे--एक श्रद्धाए; जे कंई कर्तव्य छे ते सत्पुरुषनी दृष्टिए करवा योग्य छे. श्रद्धाकुशळता थाय तेवुं, गुरु कृपाळुना योगबळथी शासन अत्रे वर्तशे. काळ बहु फीटण आव्यो छे. पण आत्मार्थने वैराग्यनुं निमित्त बनी जाय तेवुं सनातन जैन शासन जयवंतुं, शाश्वतुं छे. तेथी पांचमा आराना छेडा सुधीमां घणा जीवनुं कल्याण थाय तेवुं छे, हित थाय तेवुं छे. शुं लखुं ? कह्युं जाय तेम नथी. एक आ जीवने जेम बने तेम श्रद्धाना बळनुं बहु पोषण करवा जेवो अवसर आव्यो छे. करवुं, कराववुं अने अनुमोदवुं कर्तव्य छे.
भगवंते मनुष्यभव दुर्लभ कह्यो छे. तेमां एक सम्यक् बोधबीज पामवानो अपूर्व एवो खास अवसर-आर्यदेश, मनुष्यपणुं, सत्संग अने खरा बोधनी जोगवाई मळवी-दुर्लभ छे. माटे चेतवा जेवुं छे. आ भवमां खास काळजी राखवा अने श्रद्धा करवा जेवुं छे. ते विना अनंतवार जन्म, मरणादि दुःखोनां कारणो आ जीवे सहन कर्या छे. आखो लोक त्रिविध तापे बळ्या करे छे, एम विचारवुं घटे छे.
"बहु पुण्यकेरा पुंजथी शुभ देह मानवनो मळ्यो; तोये अरे! भवचक्रनो आंटो नहीं एक्के टळ्यो.”
एम परम कृपाळुदेवे लख्युं छे ते प्रमाणे केटलां बधा पुण्य एकठां थाय त्यारे मनुष्य भव मळे छे ! ते सफळ थयो क्यारे कहेवाय के ज्यारे प्रत्यक्ष सत्पुरुषनी कृपाथी तेनां वचन पर विश्वास आववाथी जीव मोहनिद्रा तजी जागृत थाय अने जन्म, मरण, आधि, व्याधि, उपाधि तथा सर्व दुःखने दूर करे तेवुं सम्यक्त्व एटले आत्मानी ओळखाण अने तेनी श्रद्धा अचळ थाय त्यारे समकित पामवुं ए भवमां मोटामां मोटो लाभ छे. संसारी जीवो धन, स्त्री, पुत्र, घर, खेतर, कपडां, घरेणांनी इच्छा कर्या करे छे. परंतु ते वस्तुओ पडी मूकी सर्वने मरी जवानुं छे. आखरे कंई काममां आवतुं नथी. मात्र जीवे जो धर्मनी ओळखाण करी धर्म आराध्यो हशे तो ते परभवमां साथे जशे अने तेने सुखी करशे. माटे संसारना सुखनी इच्छा न करवी. पण आत्मानुं कल्याण केम थाय तेनी काळजी राखी, सत्संग समागमे जे कंई शिखामण मळे ते हृदयमां कोतरी राखी ते प्रमाणे वर्तवानो पुरुषार्थ कर्तव्य छे. पूर्वना प्रारब्ध प्रमाणे आ भवमां जन्म थयो छे. मनुष्य देह, सारुं कुळ, सत्संग वगेरेनी जोगवाई मळी आवी छे तो तेनो सदुपयोग करी आत्महित उतावळे साथी लेवुं. आवो अवसर फरी फरी मळवो दुर्लभ छे. क्षण लाखेणी जाय छे. वखत जाय छे ते पाछो आवतो नथी, माटे नकामो वखत गुमाववो नहीं.
मनुष्यभव मळवो दुर्लभ छे. ते मनुष्यभव पामी एवी रीते संसारमां वर्तवुं के जेथी पुण्य बंधाय, देवगति थाय अने सत्पुरुष सद्गुरुनी श्रद्धाए सम्यक्त्व पमाय. आ वात चूकवा जेवी नथी. आत्माने माटे ए ज कर्तव्य छे.
मनुष्यभव पामीने कर्तव्य छे रंग विश्वासनो, प्रतीतिनो, श्रद्धानो, आस्थानो; तेमां ज तणाओ. कोई कपडाने रंगमां बोळे, बे, चार, पांच, आठ वखत बोळे त्यारे रंगे रंग चढतो जाय छे. एक वखत बोळवाथी रंग नथी चढतो, वधारे बोळाय तो चढे छे. माटे वात सांभळो, फरी फरीने सांभळो. कहेवानुं के जेने बहु श्रद्धा प्रतीति आवी छे तेनुं काम थशे. सौने विश्वास, प्रतीति अने श्रद्धानुं काम छे.
યથાતથ્ય સ્વરૂપને પામ્યા તે પુરુષની શ્રદ્ધા, સન્મુખદૃષ્ટિ, તે સદ્ગુરુની આજ્ઞા ત્રિકરણયોગે સાધન કરતાં સમયે સમયે જે તે ધર્મમાં પરિણમી રહ્યા છે તેને નમસ્કાર હો ! નમસ્કાર હો!
ભગવાનનું વચન છે કે સદ્ધા પરમ દુલ્લહા.
દુષમકાળ છે. તેમાં ઘણા જીવનું કલ્યાણ થશે--એક શ્રદ્ધાએ; જે કંઈ કર્તવ્ય છે તે સત્પુરુષની દૃષ્ટિએ કરવા યોગ્ય છે. શ્રદ્ધાકુશળતા થાય તેવું, ગુરુ કૃપાળુના યોગબળથી શાસન અત્રે વર્તશે. કાળ બહુ ફીટણ આવ્યો છે. પણ આત્માર્થને વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું સનાતન જૈન શાસન જયવંતું, શાશ્વતું છે. તેથી પાંચમા આરાના છેડા સુધીમાં ઘણા જીવનું કલ્યાણ થાય તેવું છે, હિત થાય તેવું છે. શું લખું ? કહ્યું જાય તેમ નથી. એક આ જીવને જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો અવસર આવ્યો છે. કરવું, કરાવવું અને અનુમોદવું કર્તવ્ય છે.
ભગવંતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. તેમાં એક સમ્યક્બોધબીજ પામવાનો અપૂર્વ એવો ખાસ અવસર-આર્યદેશ, મનુષ્યપણું, સત્સંગ અને ખરા બોધની જોગવાઈ મળવી-દુર્લભ છે. માટે ચેતવા જેવું છે. આ ભવમાં ખાસ કાળજી રાખવા અને શ્રદ્ધા કરવા જેવું છે. તે વિના અનંતવાર જન્મ, મરણાદિ દુઃખોનાં કારણો આ જીવે સહન કર્યા છે. આખો લોક ત્રિવિધ તાપે બળ્યા કરે છે, એમ વિચારવું ઘટે છે.
"બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.”
એમ પરમ કૃપાળુદેવે લખ્યું છે તે પ્રમાણે કેટલાં બધા પુણ્ય એકઠાં થાય ત્યારે મનુષ્ય ભવ મળે છે ! તે સફળ થયો ક્યારે કહેવાય કે જ્યારે પ્રત્યક્ષ સત્પુરુષની કૃપાથી તેનાં વચન પર વિશ્વાસ આવવાથી જીવ મોહનિદ્રા તજી જાગૃત થાય અને જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ તથા સર્વ દુઃખને દૂર કરે તેવું સમ્યક્ત્વ એટલે આત્માની ઓળખાણ અને તેની શ્રદ્ધા અચળ થાય ત્યારે સમકિત પામવું એ ભવમાં મોટામાં મોટો લાભ છે. સંસારી જીવો ધન, સ્ત્રી, પુત્ર, ઘર, ખેતર, કપડાં, ઘરેણાંની ઇચ્છા કર્યા કરે છે. પરંતુ તે વસ્તુઓ પડી મૂકી સર્વને મરી જવાનું છે. આખરે કંઈ કામમાં આવતું નથી. માત્ર જીવે જો ધર્મની ઓળખાણ કરી ધર્મ આરાધ્યો હશે તો તે પરભવમાં સાથે જશે અને તેને સુખી કરશે. માટે સંસારના સુખની ઇચ્છા ન કરવી. પણ આત્માનું કલ્યાણ કેમ થાય તેની કાળજી રાખી, સત્સંગ સમાગમે જે કંઈ શિખામણ મળે તે હૃદયમાં કોતરી રાખી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે આ ભવમાં જન્મ થયો છે. મનુષ્ય દેહ, સારું કુળ, સત્સંગ વગેરેની જોગવાઈ મળી આવી છે તો તેનો સદુપયોગ કરી આત્મહિત ઉતાવળે સાથી લેવું. આવો અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે. વખત જાય છે તે પાછો આવતો નથી, માટે નકામો વખત ગુમાવવો નહીં.
મનુષ્યભવ મળવો દુર્લભ છે. તે મનુષ્યભવ પામી એવી રીતે સંસારમાં વર્તવું કે જેથી પુણ્ય બંધાય, દેવગતિ થાય અને સત્પુરુષ સદ્ગુરુની શ્રદ્ધાએ સમ્યક્ત્વ પમાય. આ વાત ચૂકવા જેવી નથી. આત્માને માટે એ જ કર્તવ્ય છે.
મનુષ્યભવ પામીને કર્તવ્ય છે રંગ વિશ્વાસનો, પ્રતીતિનો, શ્રદ્ધાનો, આસ્થાનો; તેમાં જ તણાઓ. કોઈ કપડાને રંગમાં બોળે, બે, ચાર, પાંચ, આઠ વખત બોળે ત્યારે રંગે રંગ ચઢતો જાય છે. એક વખત બોળવાથી રંગ નથી ચઢતો, વધારે બોળાય તો ચઢે છે. માટે વાત સાંભળો, ફરી ફરીને સાંભળો. કહેવાનું કે જેને બહુ શ્રદ્ધા પ્રતીતિ આવી છે તેનું કામ થશે. સૌને વિશ્વાસ, પ્રતીતિ અને શ્રદ્ધાનું કામ છે.