सौ धर्म करे छे. पोतपोताना संप्रदाय प्रमाणे जप, तप, त्याग, दान, वगेरे करे छे. परंतु ज्यां आत्मानुं ज्ञान नथी. ते बधुं पुण्यबंध करावी पाछुं चार गतिमां ज रखडावे छे. अहीं जे करवानुं छे ते आत्मार्थे करवानुं छे. अनंतकाळथी अज्ञानपणे रखड्यो छे ते भ्रमण मटाडी सत्य सुख, अविनाशी सुख, स्वाधीन सुख प्राप्त करवानुं छे. आ समजण पामवी घणी दुर्लभ छे.
साची समजण तो ऊंडो ऊतरी विचारे अने प्रथम सत्पुरुष कहे ते मान्य करे त्यारे ज बने तेम छे. परंतु जीवनी भूल क्यां थाय छे? तो के सर्व लौकिक भावमां काढी नाखे छे. कारण के अनादिनो एवो अभ्यास छे.
आत्मा तो अलौकिक, अपूर्व, अरुपी वस्तु छे.
आ जीव अनादि काळथी पोतानी मतिकल्पनाए धर्म मानी लई धर्म आराधन करवानुं प्रयत्न करे छेजी. तेथी मूळ धर्मने पामी शक्यो नथी. मिथ्या मोहने लई अनंत संसार अनंता जीवो परिभ्रमण करे छे, ते पोताना स्वच्छंदनी कल्पना छे. ते भूल जिनागममां वर्णवेली ज्ञानी पुरुषे जोई, विचारी, टाळी पोताना निजभाव मूळ धर्म सम्यग्दर्शन-ज्ञान-चारित्रमां पोते परिणम्या छे. ते ज कर्तव्य छे.
पोतानी दृष्टिए जीव कल्पी कल्पीने परिभ्रमण करे छे. ज्ञानीनी दृष्टिए जीवे विचार्युं नथी.
मुमुक्षुओए तो सत्पुरुषना गुणग्राम करवा; पण धर्म तो सत्पुरुष पासेथी ज सांभळवो. कंई डहापण करवा गयो तो झेर खावा जेवुं छे.
फेणावमां अमे गयेला, त्यां छोटालालभाई हता, तेनां भाईओ वगेरे हता. तेनो मेळाप थयेल. अंबालालभाई (खंभातना मुमुक्षु) छोटालाल पासे अवारनवार जता, कृपाळुदेवनी वातो कहेता अने समजावता, मानवाने कहेता; पण समजाय नहीं अने मान्य न थाय. पछी अमारो मेळाप थयो अने अमारा उपर विश्वास एटले अमने पूछ्युं : “अंबालालभाई कहे छे के आ मानो अने ज्ञानीपुरुषना वचन पर लक्ष दो. ते केम हशे?”” पछी में कह्युं के भाई, आपणे भूल्या छीए. अमे ते वखते स्थानकवासी वेषमां अने अमारा उपर विश्वास एटले कहे, “एम केम? आपणे भूल्या एम केम कहो छो?” अमे कह्युं, (भाई, आ मारग जुदो छे ! साचो छे; आत्मज्ञानीनो छे अने समजवा जेवो छे माटे ते कहे छे ते करवा जेवुं छे.” मारी उपर विश्वास एटले मानी गयो. में तेने आ “अमूल्य तत्त्वविचार’नी पांच गाथा मोढे करवानी कही, अने ते तेणे करी. लक्ष लीधो अने बोल्या करे. देह छूटी गयो त्यां सुधी ए ज भाव रह्यो. गति सारी थई. बीजां कर्मनो भूंसाडियो थयो अने गति सुधरी गई. आवी वस्तु, तेनी जीवने गणतरी नहीं अने लक्ष नहीं!
वात कहेवानी मतलब शुं छे ! एक श्रद्धा. जीवने श्रेष्ठमां श्रेष्ठ करवानुं आटलुं : प्रतीति, विश्वास अने श्रद्धा. कोई स्वरूपने पामेला पुरुषे कहेलुं होय तो ते गळी जवुं, उतारी देवुं रोमरोममां; आ मोक्षनो रस्तो छे. मारी तो समज आ छे अने ते कही बतावी.
आवुं छे! माटे लक्षमां राखजो. आ टाणे तो कृपाळुदेवे ठामठाम रत्न पाथरी दीदां छे! माटे शुं कहुं? आटलामां आनंद करीए छीए...
धिंग धणी माथे किया रे, कुण गंजे नर खेट;
विमल जिन दीठां लोयण आज.”
સૌ ધર્મ કરે છે. પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ, તપ, ત્યાગ, દાન, વગેરે કરે છે. પરંતુ જ્યાં આત્માનું જ્ઞાન નથી. તે બધું પુણ્યબંધ કરાવી પાછું ચાર ગતિમાં જ રખડાવે છે. અહીં જે કરવાનું છે તે આત્માર્થે કરવાનું છે. અનંતકાળથી અજ્ઞાનપણે રખડ્યો છે તે ભ્રમણ મટાડી સત્ય સુખ, અવિનાશી સુખ, સ્વાધીન સુખ પ્રાપ્ત કરવાનું છે. આ સમજણ પામવી ઘણી દુર્લભ છે.
સાચી સમજણ તો ઊંડો ઊતરી વિચારે અને પ્રથમ સત્પુરુષ કહે તે માન્ય કરે ત્યારે જ બને તેમ છે. પરંતુ જીવની ભૂલ ક્યાં થાય છે? તો કે સર્વ લૌકિક ભાવમાં કાઢી નાખે છે. કારણ કે અનાદિનો એવો અભ્યાસ છે.
આત્મા તો અલૌકિક, અપૂર્વ, અરુપી વસ્તુ છે.
આ જીવ અનાદિ કાળથી પોતાની મતિકલ્પનાએ ધર્મ માની લઈ ધર્મ આરાધન કરવાનું પ્રયત્ન કરે છેજી. તેથી મૂળ ધર્મને પામી શક્યો નથી. મિથ્યા મોહને લઈ અનંત સંસાર અનંતા જીવો પરિભ્રમણ કરે છે, તે પોતાના સ્વચ્છંદની કલ્પના છે. તે ભૂલ જિનાગમમાં વર્ણવેલી જ્ઞાની પુરુષે જોઈ, વિચારી, ટાળી પોતાના નિજભાવ મૂળ ધર્મ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પોતે પરિણમ્યા છે. તે જ કર્તવ્ય છે.
પોતાની દૃષ્ટિએ જીવ કલ્પી કલ્પીને પરિભ્રમણ કરે છે. જ્ઞાનીની દૃષ્ટિએ જીવે વિચાર્યું નથી.
મુમુક્ષુઓએ તો સત્પુરુષના ગુણગ્રામ કરવા; પણ ધર્મ તો સત્પુરુષ પાસેથી જ સાંભળવો. કંઈ ડહાપણ કરવા ગયો તો ઝેર ખાવા જેવું છે.
ફેણાવમાં અમે ગયેલા, ત્યાં છોટાલાલભાઈ હતા, તેનાં ભાઈઓ વગેરે હતા. તેનો મેળાપ થયેલ. અંબાલાલભાઈ (ખંભાતના મુમુક્ષુ) છોટાલાલ પાસે અવારનવાર જતા, કૃપાળુદેવની વાતો કહેતા અને સમજાવતા, માનવાને કહેતા; પણ સમજાય નહીં અને માન્ય ન થાય. પછી અમારો મેળાપ થયો અને અમારા ઉપર વિશ્વાસ એટલે અમને પૂછ્યું : “અંબાલાલભાઈ કહે છે કે આ માનો અને જ્ઞાનીપુરુષના વચન પર લક્ષ દો. તે કેમ હશે?”” પછી મેં કહ્યું કે ભાઈ, આપણે ભૂલ્યા છીએ. અમે તે વખતે સ્થાનકવાસી વેષમાં અને અમારા ઉપર વિશ્વાસ એટલે કહે, “એમ કેમ? આપણે ભૂલ્યા એમ કેમ કહો છો?” અમે કહ્યું, (ભાઈ, આ મારગ જુદો છે ! સાચો છે; આત્મજ્ઞાનીનો છે અને સમજવા જેવો છે માટે તે કહે છે તે કરવા જેવું છે.” મારી ઉપર વિશ્વાસ એટલે માની ગયો. મેં તેને આ “અમૂલ્ય તત્ત્વવિચાર’ની પાંચ ગાથા મોઢે કરવાની કહી, અને તે તેણે કરી. લક્ષ લીધો અને બોલ્યા કરે. દેહ છૂટી ગયો ત્યાં સુધી એ જ ભાવ રહ્યો. ગતિ સારી થઈ. બીજાં કર્મનો ભૂંસાડિયો થયો અને ગતિ સુધરી ગઈ. આવી વસ્તુ, તેની જીવને ગણતરી નહીં અને લક્ષ નહીં!
વાત કહેવાની મતલબ શું છે ! એક શ્રદ્ધા. જીવને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનું આટલું : પ્રતીતિ, વિશ્વાસ અને શ્રદ્ધા. કોઈ સ્વરૂપને પામેલા પુરુષે કહેલું હોય તો તે ગળી જવું, ઉતારી દેવું રોમરોમમાં; આ મોક્ષનો રસ્તો છે. મારી તો સમજ આ છે અને તે કહી બતાવી.
આવું છે! માટે લક્ષમાં રાખજો. આ ટાણે તો કૃપાળુદેવે ઠામઠામ રત્ન પાથરી દીદાં છે! માટે શું કહું? આટલામાં આનંદ કરીએ છીએ...
ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ;
વિમલ જિન દીઠાં લોયણ આજ.”