एक वचननी पकड थाय तो ठेठ मोक्षे..

आखो संसार त्रिविध तापथी बळी रह्यो छे. सर्व जीवो जन्ममरणादि दु:खमय परिभ्रमणमां रखडी रह्या छे. त्यां हवे शुं करवुं? तेमांथी बचवा शुं करवुं? | १. मुमुक्षु-सत्संग. २. मुमक्षु-सत्पुरुषनी भक्ति. ३. मुमुक्षु-सत्पुरुषना आश्रये वासनानो क्षय करवानो पुरुषार्थ. ४. मुमुक्षु-आत्मानो निश्चय करी लेवो. ५. मुमुक्षु-बाह्य अने अंतर परिग्रहने त्यागी ज्ञानीना चरणमां वास करवो. ६. मुमुक्षु-सद्‌गुरु‌ए आपेलुं स्मरण तेमां आत्माने जोडेलो राखवो. प्रभुश्री-अपेक्षा‌ए आप सर्वनुं कहेवुं योग्य छे. अने आप सर्व जे प्रमाणे बोल्या छो ते प्रमाणे करशो तो कल्याण थशे. परंतु सर्वथी मोटी वात एक ज छे. ते अनंता ज्ञानी‌ओ‌ए कहेली कहीशुं, ते अमने पण संमत छे. “सद्धा परम दुल्लहा’ सत्पुरुषनी श्रद्धा ए सर्वथी मोटामां मोटी वात छे. जो ते थ‌ई ग‌ई तो जप, तप, भक्ति कंई न थाय तो पण फिकर नहीं. श्रद्धा ए महा बळवान छे. श्रद्धा छे त्यां जप, तप, भक्ति आदि सर्व छे ज. माटे एक श्रद्धा आ भवमां अविचळ करी लेवी. आ एक पकड करी लेशो तो काम थ‌ई जशे. हजारो भव नाश पामी जशे. देवगति थशे. अनुक्रमे मोक्ष थशे.

 

देवो पण मनुष्यभवने इच्छे छे. एवो दुर्लभ आ मनुष्यदेह मळ्यो छे तेनुं माहात्म्य खरी रीते तो सत्पुरुषो ज समज्या छे; तेथी तेमने आवा दुर्लभ भवनी एक पळ पण रत्‍नचिंतामणि करतां विशेष मूल्यवान लागे छे अने मानपूजा के विषयकषायनां निमित्तोने झेर जेवां जाणी, लोकलाजने तृणवत्‌ गणी, आत्मनुं ओळखाण थाय, आत्मानुं पोषण थाय तेने अर्थे मरणिया थ‌ईने पुरुषार्थ करे छे. जीवे पोतानी समज प्रमाणे पुरुषार्थ करवामां बाकी नथी राखी. ओघामुमती मेरु पर्वत जेटलां थाय तेटली वखत चारित्र ल‌ई कष्टो वेठयां; छतां हजु परिभ्रमण ऊभुं रह्युं छे तो हजु कंई एवुं कारण रह्या कर्युं छे के जे जीवना ध्यानमां आव्युं नथी.

 

परम कृपाळु श्रीमद्‌ राजचंद्रदेवे जणाव्युं छे के “अनादि काळना परिभ्रमणमां अनंत वार शास्त्रश्रवण, अनंत वार विद्याभ्यास, अनंत वार जिनदीक्षा, अनंत वार आचार्यपणुं प्राप्त थयुं छे. मात्र “सत्‌’ मळ्या नथी, “सत्‌’ सुण्युं नथी अने “सत्‌’ श्रध्युं नथी अने ए मळ्ये, ए सुण्ये अने ए श्रध्ये ज छूटवानी वार्तानो आत्माथी भणकार थशे.” आटलामां जीव समजे तो पोताने शुं कर्तव्य छे ते आवी जाय छे. जीवे आंधळी दोड करी छे. एटले स्वच्छंदे वर्तन कर्युं छे. ते रोकवा को‌ईनी आज्ञा लेवा गयो तो आज्ञा आपनार अज्ञानी अने स्वच्छंदी मळ्या. तेथी लोहीनुं खरडायेलुं कपडुं जेम लोहीमां धोवाथी शुद्ध न थाय, तेम स्वच्छंदी पुरुषनी आज्ञा स्वच्छंदनो नाश करी शके नहीं.

 

ज्ञानीपुरुषना एक वचननी पकड थाय तो ठेठ मोक्षे ल‌ई जाय, समकित थाय. घणी वार अमे कह्युं छे, पण को‌ई‌ए हजु पकडी लीधुं नथी, विश्वास कर्यो नथी, प्रतिती करी नथी. प्रेम प्रीति त्यां ज करवी जो‌ई‌ए. पण को‌ई‌ए पकडी लीधुं नथी. ओहोमां काढी नाख्युं छे. अथवा ते वखते आ सारुं छे एम कही, पछीथी हरतां, फरतां, खातां, पीतां ऊठतां, बेसतां बधे ए ज करवानुं छे, ते ध्यानमां लीधुं नथी. त्यां कह्युं न कह्या जेवुं कर्युंं छे. आ चर्मचक्षु छे, तेने बदले दिव्यचक्षु जो‌ई‌ए. ’मात्र दृष्टिकी भूल है.’ ज्ञानी‌ओ चोख्खा शब्दोमां मर्म कही वही गया छे. खपी होय ते तेनी पकड करी ले.

 

આખો સંસાર ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મમરણાદિ દુ:ખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું? તેમાંથી બચવા શું કરવું? | ૧. મુમુક્ષુ-સત્સંગ. ૨. મુમક્ષુ-સત્પુરુષની ભક્તિ. ૩. મુમુક્ષુ-સત્પુરુષના આશ્રયે વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ. ૪. મુમુક્ષુ-આત્માનો નિશ્ચય કરી લેવો. ૫. મુમુક્ષુ-બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીના ચરણમાં વાસ કરવો. ૬. મુમુક્ષુ-સદ્‌ગુરુ‌એ આપેલું સ્મરણ તેમાં આત્માને જોડેલો રાખવો. પ્રભુશ્રી-અપેક્ષા‌એ આપ સર્વનું કહેવું યોગ્ય છે. અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો કલ્યાણ થશે. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે. તે અનંતા જ્ઞાની‌ઓ‌એ કહેલી કહીશું, તે અમને પણ સંમત છે. “સદ્ધા પરમ દુલ્લહા’ સત્પુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત છે. જો તે થ‌ઈ ગ‌ઈ તો જપ, તપ, ભક્તિ કંઈ ન થાય તો પણ ફિકર નહીં. શ્રદ્ધા એ મહા બળવાન છે. શ્રદ્ધા છે ત્યાં જપ, તપ, ભક્તિ આદિ સર્વ છે જ. માટે એક શ્રદ્ધા આ ભવમાં અવિચળ કરી લેવી. આ એક પકડ કરી લેશો તો કામ થ‌ઈ જશે. હજારો ભવ નાશ પામી જશે. દેવગતિ થશે. અનુક્રમે મોક્ષ થશે.

 

દેવો પણ મનુષ્યભવને ઇચ્છે છે. એવો દુર્લભ આ મનુષ્યદેહ મળ્યો છે તેનું માહાત્મ્ય ખરી રીતે તો સત્પુરુષો જ સમજ્યા છે; તેથી તેમને આવા દુર્લભ ભવની એક પળ પણ રત્‍નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન લાગે છે અને માનપૂજા કે વિષયકષાયનાં નિમિત્તોને ઝેર જેવાં જાણી, લોકલાજને તૃણવત્‌ ગણી, આત્મનું ઓળખાણ થાય, આત્માનું પોષણ થાય તેને અર્થે મરણિયા થ‌ઈને પુરુષાર્થ કરે છે. જીવે પોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ કરવામાં બાકી નથી રાખી. ઓઘામુમતી મેરુ પર્વત જેટલાં થાય તેટલી વખત ચારિત્ર લ‌ઈ કષ્ટો વેઠયાં; છતાં હજુ પરિભ્રમણ ઊભું રહ્યું છે તો હજુ કંઈ એવું કારણ રહ્યા કર્યું છે કે જે જીવના ધ્યાનમાં આવ્યું નથી.

 

પરમ કૃપાળુ શ્રીમદ્‌ રાજચંદ્રદેવે જણાવ્યું છે કે “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્‌’ મળ્યા નથી, “સત્‌’ સુણ્યું નથી અને “સત્‌’ શ્રધ્યું નથી અને એ મળ્યે, એ સુણ્યે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” આટલામાં જીવ સમજે તો પોતાને શું કર્તવ્ય છે તે આવી જાય છે. જીવે આંધળી દોડ કરી છે. એટલે સ્વચ્છંદે વર્તન કર્યું છે. તે રોકવા કો‌ઈની આજ્ઞા લેવા ગયો તો આજ્ઞા આપનાર અજ્ઞાની અને સ્વચ્છંદી મળ્યા. તેથી લોહીનું ખરડાયેલું કપડું જેમ લોહીમાં ધોવાથી શુદ્ધ ન થાય, તેમ સ્વચ્છંદી પુરુષની આજ્ઞા સ્વચ્છંદનો નાશ કરી શકે નહીં.

 

જ્ઞાનીપુરુષના એક વચનની પકડ થાય તો ઠેઠ મોક્ષે લ‌ઈ જાય, સમકિત થાય. ઘણી વાર અમે કહ્યું છે, પણ કો‌ઈ‌એ હજુ પકડી લીધું નથી, વિશ્વાસ કર્યો નથી, પ્રતિતી કરી નથી. પ્રેમ પ્રીતિ ત્યાં જ કરવી જો‌ઈ‌એ. પણ કો‌ઈ‌એ પકડી લીધું નથી. ઓહોમાં કાઢી નાખ્યું છે. અથવા તે વખતે આ સારું છે એમ કહી, પછીથી હરતાં, ફરતાં, ખાતાં, પીતાં ઊઠતાં, બેસતાં બધે એ જ કરવાનું છે, તે ધ્યાનમાં લીધું નથી. ત્યાં કહ્યું ન કહ્યા જેવું કર્યુંં છે. આ ચર્મચક્ષુ છે, તેને બદલે દિવ્યચક્ષુ જો‌ઈ‌એ. ’માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ.’ જ્ઞાની‌ઓ ચોખ્ખા શબ્દોમાં મર્મ કહી વહી ગયા છે. ખપી હોય તે તેની પકડ કરી લે.