सद्धा परम दुल्ल्हा कही छे, प्रभु !

सत्‌ देव-गुरु-धर्म आ जीवे अनादि काळथी यथार्थ जाण्या नथी. ते, आ मनुष्यभव पामी, जेम छे तेम समजाय तो आत्माने निर्भय-निःसंग शांति प्राप्त थाय छेजी. एक गुरुनुं स्वरूप यथातथ्य विचारमां आवे तो जीवने कल्याण थाय छेजी. आ स्वप्नवत्‌ संसार छे, तेमां एक सद्‌गुरुनुं स्वरूप शुं छे, ते खास लक्षमां आवे तो ते जीवने सम्यक्‌त्व थयुं कहेवाय छेजी; ते ध्यानमां, लक्षमां रहेवुं जो‌ई‌ए. समागमे विचार कर्तव्य छेजी.

 

परम कृपाळु श्रीमद्‌ राजचंद्रदेवे जणाव्युं छे के “अनादि काळना परिभ्रमणमां अनंत वार शास्त्रश्रवण, अनंत वार विद्याभ्यास, अनंत वार जिनदीक्षा, अनंत वार आचार्यपणुं प्राप्त थयुं छे. मात्र “सत्‌’ मळ्या नथी, “सत्‌’ सुण्युं नथी अने “सत्‌’ श्रध्युं नथी अने ए मळ्ये, ए सुण्ये अने ए श्रध्ये ज छूटवानी वार्त्तानो आत्माथी भणकार थशे.” आटलामां जीव समजे तो पोताने शुं कर्तव्य छे ते आवी जाय छे.

 

छाप मारी छे छाप! श्रद्धानी जरूर छे, निश्चयनी जरूर छे. सद्धा परम दुल्ल्हा कही छे, प्रभु !

 

जप, तप-बधां साधन पछी छे. पहेलां ओळखाण, सिद्धांतनो सार : सद्धा परम दुल्ल्हा. आ तो भगवाने गौतम जेवाने कह्युं छे. कहेवानी मतलब, सारमां सार “श्रद्धा’ कहेवानी छे. भणकार थशे.

 

जेने आप्तपुरुष एटले आत्मस्वरूप पामेला पुरुषना बोधरूपी लाकडीनो प्रहार थयो छे ते जीवो तो पोताना दोष क्षणे क्षणे जो‌ई पोताने विषे अधमाधमपणुं मानी पोतानामां वर्तता जे दोषो तेने अपक्षपातदृष्टि‌ए जु‌ए छे अने पोतानो रा‌ई जेटलो दोष पण मेरु जेटलो मानी तेने निर्मुल करवामां ज निरंतर पुरुषार्थमां प्रवर्ते छे.

 

दोष तो अनंत प्रकारना छे. ते सर्व दोषना बीजभूत मूळ दोष स्वच्छंद, उद्धतपणुं छे. तेना अंगभूत एटले स्वच्छंदना अंगभूत दोषो घणा छे; जेवा के “हुं जाणुं छुं, समजुं छुं’, अने तेना आधारे पोतानी कल्पनानुसार परमार्थनो निर्णय करवो, पोतानी कल्पनानो निर्णय ते साचो मानवो, सत्पुरुषोनी संमति विना परमार्थ मार्गनी पोते कल्पना करवी अने ते कल्पना प्रमाणे बीजाने पण समजाववा, इत्यादि तथा इन्द्रियादि विषयनुं अति लोलुपीपणुं, क्रोध मान मायानी मीठाश, इत्यादि दोषो आत्मामांथी दूर करी, पोतानी समज फेरवी सत्पुरुषनी समज अनुसार पोतानी समज करवी. ए विना त्रणे काळमां कल्याणनो, मोक्षनो मार्ग नथी.

 

उपर जणावेला दोषो तमारे अमारे बधायने विचारी विचारीने आत्मामांथी काढवाना छे. ते दोषो गये ज यथार्थ मुमुक्षुता प्रगट थशे.

 

पोतानी मतिकल्पना‌ए को‌ई शास्त्र-ग्रंथादिक वांची अथवा को‌ई समागमथी वचन सांभळी जीव कथनी करवानो, उपदेश देवानो कामी थ‌ई पडे छे. ते भूल छे. को‌ई पुण्यना योगे सत्पुरुषनां वचनामृत सांभळी तेमांथी ल‌ई शाखो आपतो, अथवा पोतानी मतिमां आवे तेम सौने रूडुं देखाडवा, भलुं देखाडवा सूक्ष्म मान अहंकारथी “हुं समजुं छुं’ एम बफममां प्रतिबंध करतो, “नहि दे तुं उपदेशकुं’ एवां सत्पुरुषनां वचनने भूली जीव गफलत खाय छे. पोताना दोष जोवामां आवता नथी. एवी वातचीत थतां जीव बफममां रही अनंतानुबंधीने ल‌ई घणा विकल्पमां पोतानी समजे वर्ते छेजी. ते देखी दया खावा जेवुं छे.

 

સત્‌ દેવ-ગુરુ-ધર્મ આ જીવે અનાદિ કાળથી યથાર્થ જાણ્યા નથી. તે, આ મનુષ્યભવ પામી, જેમ છે તેમ સમજાય તો આત્માને નિર્ભય-નિઃસંગ શાંતિ પ્રાપ્ત થાય છેજી. એક ગુરુનું સ્વરૂપ યથાતથ્ય વિચારમાં આવે તો જીવને કલ્યાણ થાય છેજી. આ સ્વપ્નવત્‌ સંસાર છે, તેમાં એક સદ્‌ગુરુનું સ્વરૂપ શું છે, તે ખાસ લક્ષમાં આવે તો તે જીવને સમ્યક્‌ત્વ થયું કહેવાય છેજી; તે ધ્યાનમાં, લક્ષમાં રહેવું જો‌ઈ‌એ. સમાગમે વિચાર કર્તવ્ય છેજી.

 

પરમ કૃપાળુ શ્રીમદ્‌ રાજચંદ્રદેવે જણાવ્યું છે કે “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્‌’ મળ્યા નથી, “સત્‌’ સુણ્યું નથી અને “સત્‌’ શ્રધ્યું નથી અને એ મળ્યે, એ સુણ્યે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્ત્તાનો આત્માથી ભણકાર થશે.” આટલામાં જીવ સમજે તો પોતાને શું કર્તવ્ય છે તે આવી જાય છે.

 

છાપ મારી છે છાપ! શ્રદ્ધાની જરૂર છે, નિશ્ચયની જરૂર છે. સદ્ધા પરમ દુલ્લ્હા કહી છે, પ્રભુ !

 

જપ, તપ-બધાં સાધન પછી છે. પહેલાં ઓળખાણ, સિદ્ધાંતનો સાર : સદ્ધા પરમ દુલ્લ્હા. આ તો ભગવાને ગૌતમ જેવાને કહ્યું છે. કહેવાની મતલબ, સારમાં સાર “શ્રદ્ધા’ કહેવાની છે. ભણકાર થશે.

 

જેને આપ્તપુરુષ એટલે આત્મસ્વરૂપ પામેલા પુરુષના બોધરૂપી લાકડીનો પ્રહાર થયો છે તે જીવો તો પોતાના દોષ ક્ષણે ક્ષણે જો‌ઈ પોતાને વિષે અધમાધમપણું માની પોતાનામાં વર્તતા જે દોષો તેને અપક્ષપાતદૃષ્ટિ‌એ જુ‌એ છે અને પોતાનો રા‌ઈ જેટલો દોષ પણ મેરુ જેટલો માની તેને નિર્મુલ કરવામાં જ નિરંતર પુરુષાર્થમાં પ્રવર્તે છે.

 

દોષ તો અનંત પ્રકારના છે. તે સર્વ દોષના બીજભૂત મૂળ દોષ સ્વચ્છંદ, ઉદ્ધતપણું છે. તેના અંગભૂત એટલે સ્વચ્છંદના અંગભૂત દોષો ઘણા છે; જેવા કે “હું જાણું છું, સમજું છું’, અને તેના આધારે પોતાની કલ્પનાનુસાર પરમાર્થનો નિર્ણય કરવો, પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો, સત્પુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા, ઇત્યાદિ તથા ઇન્દ્રિયાદિ વિષયનું અતિ લોલુપીપણું, ક્રોધ માન માયાની મીઠાશ, ઇત્યાદિ દોષો આત્મામાંથી દૂર કરી, પોતાની સમજ ફેરવી સત્પુરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી. એ વિના ત્રણે કાળમાં કલ્યાણનો, મોક્ષનો માર્ગ નથી.

 

ઉપર જણાવેલા દોષો તમારે અમારે બધાયને વિચારી વિચારીને આત્મામાંથી કાઢવાના છે. તે દોષો ગયે જ યથાર્થ મુમુક્ષુતા પ્રગટ થશે.

 

પોતાની મતિકલ્પના‌એ કો‌ઈ શાસ્ત્ર-ગ્રંથાદિક વાંચી અથવા કો‌ઈ સમાગમથી વચન સાંભળી જીવ કથની કરવાનો, ઉપદેશ દેવાનો કામી થ‌ઈ પડે છે. તે ભૂલ છે. કો‌ઈ પુણ્યના યોગે સત્પુરુષનાં વચનામૃત સાંભળી તેમાંથી લ‌ઈ શાખો આપતો, અથવા પોતાની મતિમાં આવે તેમ સૌને રૂડું દેખાડવા, ભલું દેખાડવા સૂક્ષ્મ માન અહંકારથી “હું સમજું છું’ એમ બફમમાં પ્રતિબંધ કરતો, “નહિ દે તું ઉપદેશકું’ એવાં સત્પુરુષનાં વચનને ભૂલી જીવ ગફલત ખાય છે. પોતાના દોષ જોવામાં આવતા નથી. એવી વાતચીત થતાં જીવ બફમમાં રહી અનંતાનુબંધીને લ‌ઈ ઘણા વિકલ્પમાં પોતાની સમજે વર્તે છેજી. તે દેખી દયા ખાવા જેવું છે.