असद्‌गुरुथी आखुं जगत संसार समुद्रमां डूब्युं छे.

भूंडुं कर्युं होय तो ते प्रेम-वहालप छे तेणे ज कर्युं छे. ते प्रेम जगतमां ज्यां त्यां वेरी नाख्यो छे. त्यांथी पाछो वाळी को‌ई एक ज जगा‌ए--ज्ञानीमां करवो योग्य छे. 

 

जगतमां गुरु घणा छे, साधु घणा छे; पण कूंची तो सद्‌गुरुना हाथमां छे.

 

आत्मानुं रूडुं थाय तो साचा गुरुथी. तेनी ओळखाण नथी थ‌ई. ठेर ठेर गुरु होय छे अने करे छे ते नहीं. करे तेनुं फळ मळे; पण मोक्ष न थाय. जन्म-मरणथी छुटीने, मोक्ष आ जीव नथी पाम्यो, अने समकित पण ते नथी पाम्यो. 

 

देव, गुरु, धर्म विषेनी मूढता होय त्यां सुधी समकित न गणाय.

 

गमे तेवां बहार चिह्न देखाय पण साचुं ते ज साचुं छे. हुं समजुं छुं, अने मने समजाय छे ते साचुं छे अने आनुं खोटुं छे ए बधी वातो मूकी एक ज्ञानी‌ए जोयुं छे ते साचुं छे-ए उपर रहेवानी जरूर छे. को‌ई कहे के हुं एम समजुं छुं; तो पण भूल छे. ज्ञानीनी छाप जो‌ई‌ए. पोतानी मेळे मानी लेवा जोग नथी.

 

असद्‌गुरुथी आखुं जगत संसार समुद्रमां डूब्युं छे.

 

पोतानी कल्पना‌ए अने पोतानी मान्यता‌ए प्रवती जीव अनादि काळथी रखड्यो छे. 

 

सद्‌गुरु वगर मोक्षनी आशा राखशो नहीं. जगतमां गुरु घणा छे, ते नहीं. ते छे ते ज, बीजो नहीं. चेतजो, एने ज शोधो, एनो संग करो. एना दास थ‌ई जा‌ओ. मारे, कूटे--गमे ते करे. फिकर नहीं. ते शोध्या वगर छूटको नथी.

 

छोकरो नानो होय अने बापनुं कह्युं माने तो बधुं सहेलुं थ‌ई पडे छे, तेम सद्‌गुरुनुं वचन मान्य राखवामां लाभ थाय छे. आत्मानी वात तो घणा करे छे; पण सद्‌गुरु तो चोट करावे छे. बीजी रीते चोट थती नथी. 

 

गाडीने आंकडो जोडाय छे, वहाणनी साथे नानुं वहाण चाले छे; तेम सद्‌गुरुनुं अवलंबन होय तो ज मोक्षमार्गे जवाय छे. अवलंबन ते आंकडो छे. सद्‌गुरु शुं आपे छे? समज. समज फरे छे, भान फरे छे ते ज मोटामां मोटी कमाणी छे. फरे छे ते खबर न पडे. माटे विश्वास जो‌ई‌ए; विश्वास, श्रद्धा, प्रतीति, रुचि आ क्रम छे. 

 

तमे बधा भाग्यशाळी छो के वस्तुने प्राप्त करेल पुरुषने वळग्या छो. जहाजनी पाछळ नावडां जोड्यां होय तो ते ठेठ जहाज जाय त्यां जाय छे. गाडीनी पाछळ डबो जोडायो, आंकडो भरवायो तो ज्यां गाडी जशे त्यां जवाशे. तेम जेना हाथमां दोर आव्यो छे ते संसारकूपमां डूबशे नहीं; पण बहार नीकळशे. श्रद्धा ए धर्मनुं मूळ छे. 

 

श्रद्धा राखो; प्रतीत राखो; सद्‌गुरु, सद्‌वचनने मान आपो. तेम भाव राखी करशुं तो खचीत सुखने पामशुंजी. सत्‌ आत्मा, सद्‌गुरुनी प्रतीत करवी-कराववी तेमां कल्याण छेजी.

 

साची श्रद्धा आव्ये साचो वैराग्य प्राप्त थाय छे. अने ज्ञानी‌ओ‌ए देहादिने अनित्यादि कह्या छे ते जीवना विचारमां समजणमां बेसे छे. साची श्रद्धा सिवाय साचो प्रेम उद्‌भवतो नथी, अने साचा प्रेम सिवाय वस्तुनी प्राप्ति असंभवित छे. साची श्रद्धा सहित परमकृपाळु देवनी भक्तिमां चित्तने जोडी राखवुं, तेमां लयलीन बनवुं. 

 

को‌ई संतना जोगे वात सांभळीने तेमणे बताव्युं होय ते ल‌ई मंडवुं.“एक मत आपडी के ऊभे मार्गे तापडी-’ ए वात सांभळी छे? मिस्री-नाजी.

 

प्रभुश्री- शियाळ, ससलुं अने सापने भा‌ईबंधी हती. दव लाग्यो त्यारे शियाळे पूछयुं : साप भा‌ई, तमे शुं करशो? तेमणे कह्युं : एमां शुं? आपणी पासे तो लाख मत छे. आ झाड उपर चढी ज‌ईशुं तोय कशुं नहीं थाय. ससलाभा‌ईने पुछयुं तो तेणे कह्युं : मारे तो सो मत छे तो आ जाळामां पेसी ज‌उं तो पछी आग शुं करवानी छे? पछी शियाळ तो “आपणे कंई संतावानी जगा नथी अने लाय तो लागती लागती आवी, तेथी लाव जे बाजु नथी लागतुं ते बाजु दोडी जा‌उं’ एम विचारी ते एक बे गा‌उ दूर दोडी गयुं. साप तो ऊंचे झाड पर चढी गयो. ससलुं जाळामां थ‌ई दरमां पेसी गयुं. बे दिवस पछी आग शांत थतां शियाळ मित्रनी संभाळ-खबर लेवा आव्युं. तेणे झाड तो ओळख्युं पण साप मळे नहीं, ऊंचे जोयुं तो आंटी पाडीने लबडेला सापनुं खोखुं-मडदुं दीठुं. पछी ससलानी शोध जाळामां करी पण त्यां तो राख हती. ते काढीने जोयुं तो दरमां पूंछडी जेवुं जणायुं. खेंची काढ्युं पण ते तो ससडी गयेलुं मडदुं हतुं. तेथी शियाळ बोल्युं :

 

"लाख मत लबडी, सो मत ससडी;

एक मत आपडी के ऊभे मारगे तापडी.”’

 

आ तो परमार्थ समजवा दृष्टांत छे. गमे त्यां बाझी न पडवुं. एक साचा पुरुषे बतावेला उपर ज लक्ष राखीने वह्यो जाय तो मोक्षे जतां तेने को‌ई रोकनार नथी. एक रीते जोतां मार्ग केवो सरळ अने सुगम छे!

 

’गोमट्टसार’मां पण आवे छेने के केवळी के श्रुतकेवळीना चरणसमीप क्षायक समकित थाय छे? ए (कृपाळुदेवना तरफ नजर करीने) श्रुतकेवळी एने छोडी बीजाने वळगवुं ते आंचळ छोडी गोभळे (बकरीना गळाना आंचळे) वळग्या जेवुं छे. तेथी कांई दूधनो स्वाद आवे? सत्पुरुष के संत कहे तेम करवुं; करे तेम करवामां हंमेश कल्याण न होय.

 

 

 

ભૂંડું કર્યું હોય તો તે પ્રેમ-વહાલપ છે તેણે જ કર્યું છે. તે પ્રેમ જગતમાં જ્યાં ત્યાં વેરી નાખ્યો છે. ત્યાંથી પાછો વાળી કો‌ઈ એક જ જગા‌એ--જ્ઞાનીમાં કરવો યોગ્ય છે. 

 

જગતમાં ગુરુ ઘણા છે, સાધુ ઘણા છે; પણ કૂંચી તો સદ્‌ગુરુના હાથમાં છે.

 

આત્માનું રૂડું થાય તો સાચા ગુરુથી. તેની ઓળખાણ નથી થ‌ઈ. ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે તે નહીં. કરે તેનું ફળ મળે; પણ મોક્ષ ન થાય. જન્મ-મરણથી છુટીને, મોક્ષ આ જીવ નથી પામ્યો, અને સમકિત પણ તે નથી પામ્યો. 

 

દેવ, ગુરુ, ધર્મ વિષેની મૂઢતા હોય ત્યાં સુધી સમકિત ન ગણાય.

 

ગમે તેવાં બહાર ચિહ્ન દેખાય પણ સાચું તે જ સાચું છે. હું સમજું છું, અને મને સમજાય છે તે સાચું છે અને આનું ખોટું છે એ બધી વાતો મૂકી એક જ્ઞાની‌એ જોયું છે તે સાચું છે-એ ઉપર રહેવાની જરૂર છે. કો‌ઈ કહે કે હું એમ સમજું છું; તો પણ ભૂલ છે. જ્ઞાનીની છાપ જો‌ઈ‌એ. પોતાની મેળે માની લેવા જોગ નથી.

 

અસદ્‌ગુરુથી આખું જગત સંસાર સમુદ્રમાં ડૂબ્યું છે.

 

પોતાની કલ્પના‌એ અને પોતાની માન્યતા‌એ પ્રવતી જીવ અનાદિ કાળથી રખડ્યો છે. 

 

સદ્‌ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. જગતમાં ગુરુ ઘણા છે, તે નહીં. તે છે તે જ, બીજો નહીં. ચેતજો, એને જ શોધો, એનો સંગ કરો. એના દાસ થ‌ઈ જા‌ઓ. મારે, કૂટે--ગમે તે કરે. ફિકર નહીં. તે શોધ્યા વગર છૂટકો નથી.

 

છોકરો નાનો હોય અને બાપનું કહ્યું માને તો બધું સહેલું થ‌ઈ પડે છે, તેમ સદ્‌ગુરુનું વચન માન્ય રાખવામાં લાભ થાય છે. આત્માની વાત તો ઘણા કરે છે; પણ સદ્‌ગુરુ તો ચોટ કરાવે છે. બીજી રીતે ચોટ થતી નથી. 

 

ગાડીને આંકડો જોડાય છે, વહાણની સાથે નાનું વહાણ ચાલે છે; તેમ સદ્‌ગુરુનું અવલંબન હોય તો જ મોક્ષમાર્ગે જવાય છે. અવલંબન તે આંકડો છે. સદ્‌ગુરુ શું આપે છે? સમજ. સમજ ફરે છે, ભાન ફરે છે તે જ મોટામાં મોટી કમાણી છે. ફરે છે તે ખબર ન પડે. માટે વિશ્વાસ જો‌ઈ‌એ; વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ આ ક્રમ છે. 

 

તમે બધા ભાગ્યશાળી છો કે વસ્તુને પ્રાપ્ત કરેલ પુરુષને વળગ્યા છો. જહાજની પાછળ નાવડાં જોડ્યાં હોય તો તે ઠેઠ જહાજ જાય ત્યાં જાય છે. ગાડીની પાછળ ડબો જોડાયો, આંકડો ભરવાયો તો જ્યાં ગાડી જશે ત્યાં જવાશે. તેમ જેના હાથમાં દોર આવ્યો છે તે સંસારકૂપમાં ડૂબશે નહીં; પણ બહાર નીકળશે. શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે. 

 

શ્રદ્ધા રાખો; પ્રતીત રાખો; સદ્‌ગુરુ, સદ્‌વચનને માન આપો. તેમ ભાવ રાખી કરશું તો ખચીત સુખને પામશુંજી. સત્‌ આત્મા, સદ્‌ગુરુની પ્રતીત કરવી-કરાવવી તેમાં કલ્યાણ છેજી.

 

સાચી શ્રદ્ધા આવ્યે સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને જ્ઞાની‌ઓ‌એ દેહાદિને અનિત્યાદિ કહ્યા છે તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદ્‌ભવતો નથી, અને સાચા પ્રેમ સિવાય વસ્તુની પ્રાપ્તિ અસંભવિત છે. સાચી શ્રદ્ધા સહિત પરમકૃપાળુ દેવની ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લયલીન બનવું. 

 

કો‌ઈ સંતના જોગે વાત સાંભળીને તેમણે બતાવ્યું હોય તે લ‌ઈ મંડવું.“એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી-’ એ વાત સાંભળી છે? મિસ્રી-નાજી.

 

પ્રભુશ્રી- શિયાળ, સસલું અને સાપને ભા‌ઈબંધી હતી. દવ લાગ્યો ત્યારે શિયાળે પૂછયું : સાપ ભા‌ઈ, તમે શું કરશો? તેમણે કહ્યું : એમાં શું? આપણી પાસે તો લાખ મત છે. આ ઝાડ ઉપર ચઢી જ‌ઈશું તોય કશું નહીં થાય. સસલાભા‌ઈને પુછયું તો તેણે કહ્યું : મારે તો સો મત છે તો આ જાળામાં પેસી જ‌ઉં તો પછી આગ શું કરવાની છે? પછી શિયાળ તો “આપણે કંઈ સંતાવાની જગા નથી અને લાય તો લાગતી લાગતી આવી, તેથી લાવ જે બાજુ નથી લાગતું તે બાજુ દોડી જા‌ઉં’ એમ વિચારી તે એક બે ગા‌ઉ દૂર દોડી ગયું. સાપ તો ઊંચે ઝાડ પર ચઢી ગયો. સસલું જાળામાં થ‌ઈ દરમાં પેસી ગયું. બે દિવસ પછી આગ શાંત થતાં શિયાળ મિત્રની સંભાળ-ખબર લેવા આવ્યું. તેણે ઝાડ તો ઓળખ્યું પણ સાપ મળે નહીં, ઊંચે જોયું તો આંટી પાડીને લબડેલા સાપનું ખોખું-મડદું દીઠું. પછી સસલાની શોધ જાળામાં કરી પણ ત્યાં તો રાખ હતી. તે કાઢીને જોયું તો દરમાં પૂંછડી જેવું જણાયું. ખેંચી કાઢ્યું પણ તે તો સસડી ગયેલું મડદું હતું. તેથી શિયાળ બોલ્યું :

 

"લાખ મત લબડી, સો મત સસડી;

એક મત આપડી કે ઊભે મારગે તાપડી.”’

 

આ તો પરમાર્થ સમજવા દૃષ્ટાંત છે. ગમે ત્યાં બાઝી ન પડવું. એક સાચા પુરુષે બતાવેલા ઉપર જ લક્ષ રાખીને વહ્યો જાય તો મોક્ષે જતાં તેને કો‌ઈ રોકનાર નથી. એક રીતે જોતાં માર્ગ કેવો સરળ અને સુગમ છે!

 

’ગોમટ્ટસાર’માં પણ આવે છેને કે કેવળી કે શ્રુતકેવળીના ચરણસમીપ ક્ષાયક સમકિત થાય છે? એ (કૃપાળુદેવના તરફ નજર કરીને) શ્રુતકેવળી એને છોડી બીજાને વળગવું તે આંચળ છોડી ગોભળે (બકરીના ગળાના આંચળે) વળગ્યા જેવું છે. તેથી કાંઈ દૂધનો સ્વાદ આવે? સત્પુરુષ કે સંત કહે તેમ કરવું; કરે તેમ કરવામાં હંમેશ કલ્યાણ ન હોય.