समकिती जीवनी केवी दशा होय?

योग्यता होय नहीं अने पोताने छठ्ठुं ने सातमुं गुणठाणुं मानी मान पामे. ख्याल क्यां छे के समकिती जीवनी केवी दशा होय? आ तो जाणे कंई नहीं अने बोध आपवा नीकळे, ज्ञानी थ‌ई बेसे. तेथी मात्र भव रझळवानुं थाय.

 

“नहि दे तुं उपदेशकुं, प्रथम लेहि उपदेश; सबसें न्यारा अगम है, वो ज्ञानीका देश.” जे वात पोते अनुभवी नथी छतां जाणे अनुभवी होय एम बतावी कहे ते मिथ्यात्वी कहेवाय.

 

अनेक मतमतांतरमां अने अनेक नामधारी क्षयोपशमी पुरुषो “मोक्षमार्ग अमे समज्या छी‌ए’ एम माने छे अने तेनो उपदेश आपी “अन्यने मोक्षमार्गे चढावी‌ए छी‌ए’ एम माने छे. परंतु आ सत्पुरुषने तो एम थयुं के आवा काळमां अमारो जन्म क्यांथी थयो? आत्मज्ञानी पुरुषोनी तो अत्यंत दुर्लभता होवा छतां मध्यस्थपणे आत्मज्ञाननी शोध करवानो निर्णय कर्यो होय तेवा के” सरळपणे साची वातने ग्रहण करे तेवा जीवात्मा‌ओ पण बहु ओछा दीठा. मात्र शुष्कज्ञानी एटले ज्ञाननो डोळ करी गुरुता मानी बेठेला के मात्र क्रियाजड एटले ज्ञाननुं माहात्म्य जेमने नथी पण एकला बाह्य आचारने ज मोक्षमार्ग माननारा एवा घणा पुरुषो आ काळमां धर्मनो इजारो पोतानी पासे होय एम मानी बेठा छे. ते सत्पुरुष अने सत्पुरुषना मार्ग प्रत्ये द्वेष राखनार होय छे.

 

क्षयोपशम छे ते सवळो वपराय ते हितकारी छे; नहीं तो अवळो वपराय तेटलुं बंधन छे. बहु साचववानुं छे. शास्त्र ते शस्त्र थ‌ई पडे; पण को‌ई सत्पुरुषनी दृष्टि‌ए वंचाय तो लाभदायी छे.

 

जेनो क्षयोपशम वधारे होय तेनी पासे एटलो विशेष परिग्रह छे. को‌ईने शास्त्रनुं ज्ञान न होय, क्षयोपशम काचो होय, घणी वार सांभळे त्यारे याद रहे तेवुं होय पण जो श्रद्धा दृढ छे तो ते काम काढी नाखे छे. जेनी पासे विशेष सामग्री होय ते तेनो उपयोग करी शके, दृढतानां ते कारण छे. पण तेनो गर्व होय तो वधारे पैसावाळा सट्टामां खो‌ई नाखे छे तेवुं थाय. गामडा गाममां थोडी पूंजी होय तो य मोटो पैसादार गणाय. पण कूवाना देडका, तने क्यां खबर छे के कृपाळुदेव अने एवा समर्थ ज्ञानी आगळ आ क्षयोपशमनो शो हिसाब! कंई गर्व करवा जेवुं नथी. सम्यक्‌त्वना स्पर्शथी लोढाना पाटानी दुकान होय तो ते सो टचना सोनानी पाटोवाळी दुकान थ‌ई जाय.

 

मार्ग को‌ई अपूर्व छे; मोक्षे पहोंचाडे तेवो मार्ग कृपाळुदेवे करी दीधो छे. ए दृष्टि उपर आववुं ए पूरण भाग्य छे!

 

अमारे तो सत्य कहेवुं छे. पोतानी मति‌ए शास्त्रो वांची, मारी मतिमां आम आवे छे ने तेम आवे छे, एम समजी खोटुं करो छो. ज्ञानी पुरुषनी दृष्टि‌ए रहेवुं. अमारे तो एक दृष्टि राखवी छे, रखाववी छे; तेनाथी जरा पण जुदा पडवुं नथी. बधुं मूकी द‌ई एक मंत्रनुं स्मरण करवुं अने शास्त्रो पण दृष्टि वधारवा वांचवां. ज्ञानी पुरुष सिवाय अन्यने मोढे धर्मनी वात सांभळवी नहीं. आम बधे प्रेम वेरी नांखे छे तेने बदले एक उपर आवी जवुं.

 

जे वस्तुनुं मूळ सत्पुरुष नथी ने जे मात्र कल्पनाना आधारे टके छे ते गमे तेवी मनोहर वात जणाती होय, आपणा चित्तने प्रसन्न करती होय पण जो कल्पनाने पोषती होय तो ते विषनी पेठे तजवा योग्य छे. परमकृपाळुदेवे कह्युं छे के

जहां कलपना-जलपना, तहां मानुं दु:खछांय;

मिटे कलपना-जलपना, तब वस्तू तिन पा‌ई.”

तेथी सत्पुरुषना आधारे जीववुं ए कल्याणरूप छे. तेनुं शरण ए कल्पवृक्षनी छाया छे, त्यां दुःख नथी. बाकी बीजे बधे त्रणे  लोकमां दुःख ज भर्युं छे. ए शरण अनन्य भावे अमने तमने सदाय रहो ए ज परम कृपाळुदेव प्रत्ये प्रार्थना छेजी.

 

યોગ્યતા હોય નહીં અને પોતાને છઠ્ઠું ને સાતમું ગુણઠાણું માની માન પામે. ખ્યાલ ક્યાં છે કે સમકિતી જીવની કેવી દશા હોય? આ તો જાણે કંઈ નહીં અને બોધ આપવા નીકળે, જ્ઞાની થ‌ઈ બેસે. તેથી માત્ર ભવ રઝળવાનું થાય.

 

“નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવી હોય એમ બતાવી કહે તે મિથ્યાત્વી કહેવાય.

 

અનેક મતમતાંતરમાં અને અનેક નામધારી ક્ષયોપશમી પુરુષો “મોક્ષમાર્ગ અમે સમજ્યા છી‌એ’ એમ માને છે અને તેનો ઉપદેશ આપી “અન્યને મોક્ષમાર્ગે ચઢાવી‌એ છી‌એ’ એમ માને છે. પરંતુ આ સત્પુરુષને તો એમ થયું કે આવા કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો? આત્મજ્ઞાની પુરુષોની તો અત્યંત દુર્લભતા હોવા છતાં મધ્યસ્થપણે આત્મજ્ઞાનની શોધ કરવાનો નિર્ણય કર્યો હોય તેવા કે” સરળપણે સાચી વાતને ગ્રહણ કરે તેવા જીવાત્મા‌ઓ પણ બહુ ઓછા દીઠા. માત્ર શુષ્કજ્ઞાની એટલે જ્ઞાનનો ડોળ કરી ગુરુતા માની બેઠેલા કે માત્ર ક્રિયાજડ એટલે જ્ઞાનનું માહાત્મ્ય જેમને નથી પણ એકલા બાહ્ય આચારને જ મોક્ષમાર્ગ માનનારા એવા ઘણા પુરુષો આ કાળમાં ધર્મનો ઇજારો પોતાની પાસે હોય એમ માની બેઠા છે. તે સત્પુરુષ અને સત્પુરુષના માર્ગ પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે.

 

ક્ષયોપશમ છે તે સવળો વપરાય તે હિતકારી છે; નહીં તો અવળો વપરાય તેટલું બંધન છે. બહુ સાચવવાનું છે. શાસ્ત્ર તે શસ્ત્ર થ‌ઈ પડે; પણ કો‌ઈ સત્પુરુષની દૃષ્ટિ‌એ વંચાય તો લાભદાયી છે.

 

જેનો ક્ષયોપશમ વધારે હોય તેની પાસે એટલો વિશેષ પરિગ્રહ છે. કો‌ઈને શાસ્ત્રનું જ્ઞાન ન હોય, ક્ષયોપશમ કાચો હોય, ઘણી વાર સાંભળે ત્યારે યાદ રહે તેવું હોય પણ જો શ્રદ્ધા દૃઢ છે તો તે કામ કાઢી નાખે છે. જેની પાસે વિશેષ સામગ્રી હોય તે તેનો ઉપયોગ કરી શકે, દૃઢતાનાં તે કારણ છે. પણ તેનો ગર્વ હોય તો વધારે પૈસાવાળા સટ્ટામાં ખો‌ઈ નાખે છે તેવું થાય. ગામડા ગામમાં થોડી પૂંજી હોય તો ય મોટો પૈસાદાર ગણાય. પણ કૂવાના દેડકા, તને ક્યાં ખબર છે કે કૃપાળુદેવ અને એવા સમર્થ જ્ઞાની આગળ આ ક્ષયોપશમનો શો હિસાબ! કંઈ ગર્વ કરવા જેવું નથી. સમ્યક્‌ત્વના સ્પર્શથી લોઢાના પાટાની દુકાન હોય તો તે સો ટચના સોનાની પાટોવાળી દુકાન થ‌ઈ જાય.

 

માર્ગ કો‌ઈ અપૂર્વ છે; મોક્ષે પહોંચાડે તેવો માર્ગ કૃપાળુદેવે કરી દીધો છે. એ દૃષ્ટિ ઉપર આવવું એ પૂરણ ભાગ્ય છે!

 

અમારે તો સત્ય કહેવું છે. પોતાની મતિ‌એ શાસ્ત્રો વાંચી, મારી મતિમાં આમ આવે છે ને તેમ આવે છે, એમ સમજી ખોટું કરો છો. જ્ઞાની પુરુષની દૃષ્ટિ‌એ રહેવું. અમારે તો એક દૃષ્ટિ રાખવી છે, રખાવવી છે; તેનાથી જરા પણ જુદા પડવું નથી. બધું મૂકી દ‌ઈ એક મંત્રનું સ્મરણ કરવું અને શાસ્ત્રો પણ દૃષ્ટિ વધારવા વાંચવાં. જ્ઞાની પુરુષ સિવાય અન્યને મોઢે ધર્મની વાત સાંભળવી નહીં. આમ બધે પ્રેમ વેરી નાંખે છે તેને બદલે એક ઉપર આવી જવું.

 

જે વસ્તુનું મૂળ સત્પુરુષ નથી ને જે માત્ર કલ્પનાના આધારે ટકે છે તે ગમે તેવી મનોહર વાત જણાતી હોય, આપણા ચિત્તને પ્રસન્ન કરતી હોય પણ જો કલ્પનાને પોષતી હોય તો તે વિષની પેઠે તજવા યોગ્ય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે

જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખછાંય;

મિટે કલપના-જલપના, તબ વસ્તૂ તિન પા‌ઈ.”

તેથી સત્પુરુષના આધારે જીવવું એ કલ્યાણરૂપ છે. તેનું શરણ એ કલ્પવૃક્ષની છાયા છે, ત્યાં દુઃખ નથી. બાકી બીજે બધે ત્રણે  લોકમાં દુઃખ જ ભર્યું છે. એ શરણ અનન્ય ભાવે અમને તમને સદાય રહો એ જ પરમ કૃપાળુદેવ પ્રત્યે પ્રાર્થના છેજી.