क्षणे क्षणे जाग्रत रहेवानी जरूर छे.

 

ત્રણ પૂતળી‌ઓની પરિક્ષા વિક્રમ રાજા‌એ કરી જો‌ઈ.

 

એકના કાનમાં નાખેલી સોય તેના બીજા કાનથી સોંસરી નીકળી ગ‌ઈ.

 

બીજીના કાનમાં નાખી તો જરા વાર રહી તેના મોઢામાંથી નીકળી ગ‌ઈ.

 

અને ત્રીજીના કાનમાં નાખી તે તો નીકળી જ નહીં; તો તેની કિમ્મત એક લાખ રૂપિયા અંકા‌ઈ. તેમ જે બોધ મળે તે મનમાં ધારણ કરે અને વિચારે તો આત્મામાં પરિણમે. જે કરવાનું છે તે બાહ્યમાંથી નિવર્તીને આત્મામાં પરિણમવાનું છે. એક માણસ શાસ્ત્ર ઘણાં ભણ્યો હોય અને બધું સમજાવી શકે, પણ આત્માનો અનુભવ ન થયો હોય તો તે બધું નકામું છે.

 

શાસ્ત્રજ્ઞાન ન હોય પણ શ્રદ્ધા તથા અનુભવ હોય તો તે બીજે જન્મે પણ સાથે જાય, અને જીવને મોક્ષ પમાડે.

 

******

 

પરમકૃપાળુદેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું તથા સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વૅ‌એ પરમકૃપાળુદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દ્રઢ થાય તેટલી કર્તવ્ય છે.

 

હાથીના પગલામાં બધાં પગલાં સમાય છે, તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાની‌ઓની ભક્તિ આવી જાય છે; માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થ‌ઈ છે તે પ્રમાણે, ’વાળ્યો વળે જેમ હેમ’ તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે.

 

*****

 

પરદેશ જાય ત્યાં ભાથું હોય તો ખાય; નહીં તો શું ખાય ! તેમ મનુષ્યભવ પામી પૂર્વનું ભાથું ખાય છે. તે થ‌ઈ રહ્યા પછી શું ખા‌ઈશ? માટે કંઈ કરી લેવું જો‌ઈ‌એ. કરેલું અલેખે નહીં જાય. અવસર આવ્યો છે. સમયે સમયે મરી રહ્યો છે.

 

ભૂલ માત્ર અજ્ઞાનની કાઢવી છે. ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાની જરૂર છે.

 

*****

 

અમારે  તો  સત્ય  કહેવું  છે. પોતાની  મતિ‌એ  શાસ્ત્રો  વાંચી,  મારી  મતિમાં  આમ  આવે  છે  ને  તેમ  આવે  છે,  એમ  સમજી  ખોટું  કરો  છો . જ્ઞાની  પુરુષની  દ્રષ્ટિ‌એ  રહેવું.

 

અમારે  તો  એક  દ્રષ્ટિ  રાખવી છે,  રખાવવી  છે; તેનાથી  જરા  પણ  જુદા  પડવું  નથી. બધું  મૂકી  દ‌ઈ  એક  મંત્રનું  સ્મરણ  કરવું  અને  શાસ્ત્રો  પણ  દ્રષ્ટિ  વધારવા  વાંચવાં.

 

જ્ઞાની  પુરુષ  સિવાય  અન્યને  મોઢે  ધર્મની  વાત  સાંભળવી  નહીં. આમ  બધે  પ્રેમ  વેરી  નાંખે  છે  તેને  બદલે  એક  ઉપર  આવી જવું.

 

*****

 

त्रण पूतळी‌ओनी परिक्षा विक्रम राजा‌ए करी जो‌ई.

 

एकना कानमां नाखेली सोय तेना बीजा कानथी सोंसरी नीकळी ग‌ई.

 

बीजीना कानमां नाखी तो जरा वार रही तेना मोढामांथी नीकळी ग‌ई.

 

अने त्रीजीना कानमां नाखी ते तो नीकळी ज नहीं; तो तेनी किम्मत एक लाख रूपिया अंका‌ई. तेम जे बोध मळे ते मनमां धारण करे अने विचारे तो आत्मामां परिणमे.

 

जे करवानुं छे ते बाह्यमांथी निवर्तीने आत्मामां परिणमवानुं छे. एक माणस शास्त्र घणां भण्यो होय अने बधुं समजावी शके, पण आत्मानो अनुभव न थयो होय तो ते बधुं नकामुं छे.

 

शास्त्रज्ञान न होय पण श्रद्धा तथा अनुभव होय तो ते बीजे जन्मे पण साथे जाय, अने जीवने मोक्ष पमाडे.

 

******

 

परमकृपाळुदेवनी श्रद्धा अमारा कहेवाथी करशे तेनुं कल्याण थशे एम जे जणाव्युं हतुं तथा संतना कहेवाथी मारे परमकृपाळुदेवनी आज्ञा मान्य छे. एम प्रतिज्ञापूर्वक सर्वॅ‌ए परमकृपाळुदेवनी समक्ष कह्युं हतुं ते याद लावीने श्रद्धा जेटली द्रढ थाय तेटली कर्तव्य छे.

 

हाथीना पगलामां बधां पगलां समाय छे, तेम परमकृपाळुदेवनी भक्तिमां सर्व ज्ञानी‌ओनी भक्ति आवी जाय छे; माटे भेदभावनी कल्पना दूर करी जे आज्ञा थ‌ई छे ते प्रमाणे, ’वाळ्यो वळे जेम हेम’ तेम पोताना भाव वाळी एक उपर आवी जवा योग्य छे.

 

*****

 

परदेश जाय त्यां भाथुं होय तो खाय; नहीं तो शुं खाय ! तेम मनुष्यभव पामी पूर्वनुं भाथुं खाय छे. ते थ‌ई रह्या पछी शुं खा‌ईश? माटे कंई करी लेवुं जो‌ई‌ए. करेलुं अलेखे नहीं जाय. अवसर आव्यो छे. समये समये मरी रह्यो छे.

 

भूल मात्र अज्ञाननी काढवी छे. क्षणे क्षणे जाग्रत रहेवानी जरूर छे. अमारे  तो  सत्य  कहेवुं  छे. पोतानी  मति‌ए  शास्त्रो  वांची, मारी  मतिमां  आम  आवे  छे  ने  तेम  आवे  छे,  एम  समजी  खोटुं  करो  छो.

 

ज्ञानी  पुरुषनी  द्रष्टि‌ए  रहेवुं. अमारे  तो  एक  द्रष्टि  राखवी छे,  रखाववी  छे; तेनाथी  जरा  पण  जुदा  पडवुं  नथी. बधुं  मूकी  द‌ई  एक  मंत्रनुं  स्मरण  करवुं  अने  शास्त्रो  पण  द्रष्टि  वधारवा  वांचवां.

 

ज्ञानी  पुरुष  सिवाय  अन्यने  मोढे  धर्मनी  वात  सांभळवी  नहीं. आम  बधे  प्रेम  वेरी  नांखे  छे  तेने  बदले  एक  उपर  आवी जवुं.