सत्पुरुषनुं ओळखाण थवुं बहु मुश्केल छे

आ काळमां सारा संयोगो होत तो सहेला‌ईथी परमार्थ प्राप्त थात. काळ एवो छे के सत्पुरुषने शोधवा जाय तो पण मळवा कठण छे. घणा सत्पुरुष होत तो आ काळने दुषम कहेवानुं रहेत नहीं. आ काळनुं स्वरूप महापुरुषो‌ए अनेक प्रकारे वर्णव्युं छे. पद्मनंदी मुनि‌ए लख्युं छे के ज्यां मोटां सरोवर सुका‌ई जाय, त्या मत्स्यादि प्राणी‌ओने त्रासनो पार न होय तेवो आ काळ छे. तेमां वळी मोटी चांचवाळा बगला‌ओ माछलांने पकडवा ध्यान धरी ऊभा होय छे, तेम आ काळमां कुगुरु‌ओ बगला जेवा छे. ते बिचारा जीवोने खा‌ई जाय छे, लूंटी जाय छे. जे कूवामां पाणी नथी त्यां कोस जोडे, पंप मूके तो त्यां पाणी क्यांथी नीकळे? तेम जीवो पाणी वगरना कूवा जेवा साधु‌ओनी पाछळ जाय छे. अमारा साधु छे ने? एम कहे छे. ए अनंतानुबंधी छे. अज्ञानीनो आश्रय न छोडे तो ज्ञानीने शोधेय क्यांथी? बेय मोही छे. बेयने छूटवुं नथी. मोटामां मोटो कुसंग मिथ्याग्रही साधुसाध्वी‌ओनो छे. सत्पुरुषनुं ओळखाण थवुं बहु मुश्केल छे. 

 

*****

 

આ કાળમાં સારા સંયોગો હોત તો સહેલા‌ઈથી પરમાર્થ પ્રાપ્ત થાત. કાળ એવો છે કે સત્પુરુષને શોધવા જાય તો પણ મળવા કઠણ છે. ઘણા સત્પુરુષ હોત તો આ કાળને દુષમ કહેવાનું રહેત નહીં. આ કાળનું સ્વરૂપ મહાપુરુષો‌એ અનેક પ્રકારે વર્ણવ્યું છે. પદ્મનંદી મુનિ‌એ લખ્યું છે કે જ્યાં મોટાં સરોવર સુકા‌ઈ જાય, ત્યા મત્સ્યાદિ પ્રાણી‌ઓને ત્રાસનો પાર ન હોય તેવો આ કાળ છે. તેમાં વળી મોટી ચાંચવાળા બગલા‌ઓ માછલાંને પકડવા ધ્યાન ધરી ઊભા હોય છે, તેમ આ કાળમાં કુગુરુ‌ઓ બગલા જેવા છે. તે બિચારા જીવોને ખા‌ઈ જાય છે, લૂંટી જાય છે. જે કૂવામાં પાણી નથી ત્યાં કોસ જોડે, પંપ મૂકે તો ત્યાં પાણી ક્યાંથી નીકળે? તેમ જીવો પાણી વગરના કૂવા જેવા સાધુ‌ઓની પાછળ જાય છે. અમારા સાધુ છે ને? એમ કહે છે. એ અનંતાનુબંધી છે. અજ્ઞાનીનો આશ્રય ન છોડે તો જ્ઞાનીને શોધેય ક્યાંથી? બેય મોહી છે. બેયને છૂટવું નથી. મોટામાં મોટો કુસંગ મિથ્યાગ્રહી સાધુસાધ્વી‌ઓનો છે. સત્પુરુષનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. 

 

*****

 

मोहना उदये विपरीत ज्ञान कहेवाय छे. जे कंई क्षयोपशम छे तेने अवळो वापरी‌ए छी‌ए, तेथी ए ज्ञान आपणने बंधनरूप छे. जीवने मिथ्यात्व अवस्थामां मति, श्रुत, अवधिज्ञान होय छे. ए मिथ्यादर्शनना उदयथी कुज्ञान कहेवाय छे. सम्यकदृष्टिने होय तो तेने सम्यक्‌ज्ञान कहेवाय छे.

 

*****

 

મોહના ઉદયે વિપરીત જ્ઞાન કહેવાય છે. જે કંઈ ક્ષયોપશમ છે તેને અવળો વાપરી‌એ છી‌એ, તેથી એ જ્ઞાન આપણને બંધનરૂપ છે. જીવને મિથ્યાત્વ અવસ્થામાં મતિ, શ્રુત, અવધિજ્ઞાન હોય છે. એ મિથ્યાદર્શનના ઉદયથી કુજ્ઞાન કહેવાય છે. સમ્યકદૃષ્ટિને હોય તો તેને સમ્યક્‌જ્ઞાન કહેવાય છે.