ज्ञानीनी आज्ञा सिवाय कल्याण थाय एवुं नथी

ज्ञानीनो जो निश्चय आवे तो अर्धुं काम पती गयुं कहेवाय. ज्ञानीनी आज्ञाथी अवश्य कल्याण थशे, एम थाय तो ए पुरुषप्रतीति थ‌ई अने पछी एना वचननी पण प्रतीति आवे. ज्ञानीथी मारुं हित छे. मनुष्यभव लोकोने रूडुं देखाडवा गाळवो नथी. निश्चय करे के मारे ज्ञानीनी आज्ञा‌ए ज वर्तवुं, तो काम थ‌ई जाय. 

 

ज्ञानीनी आज्ञा सिवाय कल्याण थाय एवुं नथी. जगतमां तो ज्ञानीनी आज्ञा क्यांय होय नहीं. आ काळमां एवो योग थयो छे, पण दुर्लभ छे. अनेक नवलकथा‌ओ, छापांओ वगेरे नीकळे छे. सत्‍शास्त्र तो महाभाग्ये ज प्रात थाय एवुं थयुं छे. असद्‌गुरु एने

 

अवळे रस्ते ल‌ई जाय. जेणे आत्मा जाण्यो छे एवा कृपाळुदेव सिवाय क्यांय चित्त राखवुं नथी, राखे तो आवरण थाय. आ ज्ञानी, आ ज्ञानी एम न करवुं. जे वचनोथी जीव जागतो थाय, ते वचनोथी पण जीवने जागृति थती नथी! मोहमां ने मोहमां फरे छे. ज्ञानी‌ए आत्मा जाण्यो छे, एनी आज्ञा आराधवी. जेने स्थिरता छे एवा पुरुषोमां वृत्ति राखवी तो पोतानो आत्मा स्थिर थाय.

 

ज्यां दीवो होय त्यां वाट अडे तो दीवो प्रगट थाय. पोताने आत्मार्थीनां लक्षणो बधां होय अने सत्पुरुषनो योग थाय, बोध मळे, एमना हृदयने ओळखे त्यारे तथारूप योग थयो कहेवाय. तो दीवो थाय. कृपाळुदेवनुं हृदय निर्ग्रंथ हतुं. ए ओळखवुं बहु अघरुं छे. ए ओळखाय तो दीवे दीवो थाय. प्रभुश्रीजी कहेता के गायना शींगडानी अणी पर रा‌ईनो दाणो रहे एटली वार समकितनी स्पर्शना थाय, एटली जो जागृति थाय तो वहेले मोडे मोक्षे जाय. खरुं सत्पुरुषनुं ओळखाण थयुं तो जरूर मोक्ष थाय, 

 

सत्पुरुषनो योग, एनी श्रद्धा थाय तो तथारूप योग कहेवाय. सत्पुरुषे कह्युं ते मनायुं तो मोक्षनुं बीज थयुं.

 

ज्ञानी प्रत्ये विश्वास होय तो ज्ञानीनुं मनाय. एटला बधा जीवो छे, पण ज्ञानी उपर श्रद्धावाळा केटला नीकळे? को‌ईक विरला. ज्ञानीपुरुष उपर विश्वास आवे तो ज्ञानी ज्यां जाय त्यां ल‌ई जाय. होडीमां बेठा पछी कंई भय छे! होडी ज्यां जाय त्यां ल‌ई जाय. आत्मानी वात करनार पण क्यां छे? ज्ञानीनुं वचन पण सांभळवाने क्यां मळे? आटलुं पुण्य चढ्युं त्यारे ज्ञानीनां वचनो कानमां पड्यां. जेटलुं संग्रहाशे तेटलुं थशे. ज्ञानीनुं वचन को‌ई सांभळे ने तेने बीज जेवुं गणे तो मोक्षे ल‌ई जाय. ज्ञानीनां वचनो समजाय के न समजाय, पण अवसर आव्ये ऊगी नीकळशे.

 

कृपाळुदेव पासेथी सांभळेलुं कही‌ए छी‌ए एम प्रभुश्रीजी कहेता. अमारे घरनुं कहेवुं नथी, एम कहेता.

 

बधुं होय पण श्रद्धानी खामी होय तो कंई कामनुं नथी. उपरथी गमे तेवुं होय पण श्रद्धा न होय तो कागळनां फूल जेवुं छे. ए फूल सारां देखाय पण सुगंध रहित छे, नकली छे तेथी कंई कामनां नथी. तेम श्रद्धा विना बहारथी गमे तेवुं होय, पण कंई कामनुं नथी.

 

प्रत्यक्ष सत्पुरुषनी जेने श्रद्धा नथी तेने ग्रहण न थाय. जेने श्रद्धा थ‌ई होय तेने ज ए आत्मसिद्धि समजाय. सत्पुरुष जेवो मारा प्रत्ये को‌ई‌ए उपकार कर्यो नथी. मरतां सुधी ए न भूलुं. जेने आत्मसिद्धि वांचवी होय तेणे एटली श्रद्धा राखवी.

 

आत्मसिद्धितो अपूर्व वस्तु छे. वैराग्यनी खामी छे. साची वस्तुने बधाय ज्ञानी‌ओ साची कहे छे. बधा जीवोने सत्पुरुष प्रत्ये,

 

ज्ञानीपुरुष कृपाळुदेव प्रत्ये श्रद्धा थाय, वैराग्य थाय एम करवुं.

 

 

 

 

જ્ઞાનીનો જો નિશ્ચય આવે તો અર્ધું કામ પતી ગયું કહેવાય. જ્ઞાનીની આજ્ઞાથી અવશ્ય કલ્યાણ થશે, એમ થાય તો એ પુરુષપ્રતીતિ થ‌ઈ અને પછી એના વચનની પણ પ્રતીતિ આવે. જ્ઞાનીથી મારું હિત છે. મનુષ્યભવ લોકોને રૂડું દેખાડવા ગાળવો નથી. નિશ્ચય કરે કે મારે જ્ઞાનીની આજ્ઞા‌એ જ વર્તવું, તો કામ થ‌ઈ જાય. 

 

જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવું નથી. જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હોય નહીં. આ કાળમાં એવો યોગ થયો છે, પણ દુર્લભ છે. અનેક નવલકથા‌ઓ, છાપાંઓ વગેરે નીકળે છે. સત્‍શાસ્ત્ર તો મહાભાગ્યે જ પ્રાત થાય એવું થયું છે. અસદ્‌ગુરુ એને

 

અવળે રસ્તે લ‌ઈ જાય. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુદેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી, રાખે તો આવરણ થાય. આ જ્ઞાની, આ જ્ઞાની એમ ન કરવું. જે વચનોથી જીવ જાગતો થાય, તે વચનોથી પણ જીવને જાગૃતિ થતી નથી! મોહમાં ને મોહમાં ફરે છે. જ્ઞાની‌એ આત્મા જાણ્યો છે, એની આજ્ઞા આરાધવી. જેને સ્થિરતા છે એવા પુરુષોમાં વૃત્તિ રાખવી તો પોતાનો આત્મા સ્થિર થાય.

 

જ્યાં દીવો હોય ત્યાં વાટ અડે તો દીવો પ્રગટ થાય. પોતાને આત્માર્થીનાં લક્ષણો બધાં હોય અને સત્પુરુષનો યોગ થાય, બોધ મળે, એમના હૃદયને ઓળખે ત્યારે તથારૂપ યોગ થયો કહેવાય. તો દીવો થાય. કૃપાળુદેવનું હૃદય નિર્ગ્રંથ હતું. એ ઓળખવું બહુ અઘરું છે. એ ઓળખાય તો દીવે દીવો થાય. પ્રભુશ્રીજી કહેતા કે ગાયના શીંગડાની અણી પર રા‌ઈનો દાણો રહે એટલી વાર સમકિતની સ્પર્શના થાય, એટલી જો જાગૃતિ થાય તો વહેલે મોડે મોક્ષે જાય. ખરું સત્પુરુષનું ઓળખાણ થયું તો જરૂર મોક્ષ થાય, 

 

સત્પુરુષનો યોગ, એની શ્રદ્ધા થાય તો તથારૂપ યોગ કહેવાય. સત્પુરુષે કહ્યું તે મનાયું તો મોક્ષનું બીજ થયું.

 

જ્ઞાની પ્રત્યે વિશ્વાસ હોય તો જ્ઞાનીનું મનાય. એટલા બધા જીવો છે, પણ જ્ઞાની ઉપર શ્રદ્ધાવાળા કેટલા નીકળે? કો‌ઈક વિરલા. જ્ઞાનીપુરુષ ઉપર વિશ્વાસ આવે તો જ્ઞાની જ્યાં જાય ત્યાં લ‌ઈ જાય. હોડીમાં બેઠા પછી કંઈ ભય છે! હોડી જ્યાં જાય ત્યાં લ‌ઈ જાય. આત્માની વાત કરનાર પણ ક્યાં છે? જ્ઞાનીનું વચન પણ સાંભળવાને ક્યાં મળે? આટલું પુણ્ય ચઢ્યું ત્યારે જ્ઞાનીનાં વચનો કાનમાં પડ્યાં. જેટલું સંગ્રહાશે તેટલું થશે. જ્ઞાનીનું વચન કો‌ઈ સાંભળે ને તેને બીજ જેવું ગણે તો મોક્ષે લ‌ઈ જાય. જ્ઞાનીનાં વચનો સમજાય કે ન સમજાય, પણ અવસર આવ્યે ઊગી નીકળશે.

 

કૃપાળુદેવ પાસેથી સાંભળેલું કહી‌એ છી‌એ એમ પ્રભુશ્રીજી કહેતા. અમારે ઘરનું કહેવું નથી, એમ કહેતા.

 

બધું હોય પણ શ્રદ્ધાની ખામી હોય તો કંઈ કામનું નથી. ઉપરથી ગમે તેવું હોય પણ શ્રદ્ધા ન હોય તો કાગળનાં ફૂલ જેવું છે. એ ફૂલ સારાં દેખાય પણ સુગંધ રહિત છે, નકલી છે તેથી કંઈ કામનાં નથી. તેમ શ્રદ્ધા વિના બહારથી ગમે તેવું હોય, પણ કંઈ કામનું નથી.

 

પ્રત્યક્ષ સત્પુરુષની જેને શ્રદ્ધા નથી તેને ગ્રહણ ન થાય. જેને શ્રદ્ધા થ‌ઈ હોય તેને જ એ આત્મસિદ્ધિ સમજાય. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કો‌ઈ‌એ ઉપકાર કર્યો નથી. મરતાં સુધી એ ન ભૂલું. જેને આત્મસિદ્ધિ વાંચવી હોય તેણે એટલી શ્રદ્ધા રાખવી.

 

આત્મસિદ્ધિતો અપૂર્વ વસ્તુ છે. વૈરાગ્યની ખામી છે. સાચી વસ્તુને બધાય જ્ઞાની‌ઓ સાચી કહે છે. બધા જીવોને સત્પુરુષ પ્રત્યે,

 

જ્ઞાનીપુરુષ કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા થાય, વૈરાગ્ય થાય એમ કરવું.