अनंतकाळथी परिभ्रमण छे, एमां विध्या घणी वार भण्यो, जिनदीक्षा लीधी, आचार्यपणुं मळ्युं, पण सत् मळ्या नथी. सत् पामवा प्रथम ज्ञानी कहे ते सांभळवुं, पछी एनी श्रद्धा करवी.
ज्ञानीने ओळखवामां भूल थई तो पछी बधामां भूल थशे.
बधुंय सत्पुरुष मळशे त्यारे फळशे. माटे पहेलां सत्पुरुषने शोधवा. पछी तेओ गमे तेवां वचनो कहे तेमां श्रद्धा राखवी. “गुरु ओळखवा घट वैराग्य.” वैराग्य होय तो सत्पुरुष ओळखाय. सत्पुरुष मळे तो बधुं थाय. ज्ञानी पुरुषनो योग मळ्या पछी जे करशे ते बधुं सवळुं थशे. ज्यारे त्यारे पण जीवनुं कल्याण थवुं हशे त्यारे सत्पुरुषथी ज थशे. सत्पुरुष ओळखाशे त्यारे मोक्षमार्गे चढाशे.
सत्पुरुष एटले जेनामां आत्मा प्रगट छे. तेनी श्रद्धा परम दुर्लभ छे. तीर्थकर भगवानना बधाय शिष्योने समकित न हतुं; पण महावीर साचा छे एवी श्रद्धा हती, तेथी समकित कह्युं छे.
गुरु ओळखवामां भूल आवी तो पछी साधनमां पण भूल ज थाय. माटे प्रभुश्रीजीए कह्युं छे के एक कृपाळुदेवने ज्ञानी मानजो. “आय ज्ञानी, आय ज्ञानी’ एम करशो नहीं. एने गरज होय तो सत्पुरुष ओळखाय. मुमुक्षुता होय तो ओळखाण थाय.
ज्ञानी नथी ओळखाता तेनुं कारण ए के त्यागवैराग्य विशेष नथी. जीवोमां एटली शक्ति नथी. माटे प्रभुश्रीजी कहेता के आ ज्ञानी, फलाणा ज्ञानी एम न करशो, कृपाळुदेवने वळगी जाओ. मध्यस्थ रहेवुं, नहीं तो भूला पडशो.
प्रभुश्रीजी कहेता, तमने नवी होडीमां बेसाड्या छे, हवे लांबा टूंका हाथ करशो नहीं.
कृपाळुदेव कहे छे के आ काळमां तमे जन्म्या छो, तेमां तमाराथी पोतानी मेळे तराय नहीं, माटे आ होडीमां बेसी जाओ एटले तरी जशो. कल्याण करवुं होय तो साचुं शरण लेवुं जोईए. आज्ञामां धर्म छे. ए आज्ञा पडी मूकी स्वच्छंदे जीव वर्ते छे, तो क्यांथी कल्याण थाय?
અનંતકાળથી પરિભ્રમણ છે, એમાં વિધ્યા ઘણી વાર ભણ્યો, જિનદીક્ષા લીધી, આચાર્યપણું મળ્યું, પણ સત્ મળ્યા નથી. સત્ પામવા પ્રથમ જ્ઞાની કહે તે સાંભળવું, પછી એની શ્રદ્ધા કરવી.
જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થઈ તો પછી બધામાં ભૂલ થશે.
બધુંય સત્પુરુષ મળશે ત્યારે ફળશે. માટે પહેલાં સત્પુરુષને શોધવા. પછી તેઓ ગમે તેવાં વચનો કહે તેમાં શ્રદ્ધા રાખવી. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” વૈરાગ્ય હોય તો સત્પુરુષ ઓળખાય. સત્પુરુષ મળે તો બધું થાય. જ્ઞાની પુરુષનો યોગ મળ્યા પછી જે કરશે તે બધું સવળું થશે. જ્યારે ત્યારે પણ જીવનું કલ્યાણ થવું હશે ત્યારે સત્પુરુષથી જ થશે. સત્પુરુષ ઓળખાશે ત્યારે મોક્ષમાર્ગે ચઢાશે.
સત્પુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે. તેની શ્રદ્ધા પરમ દુર્લભ છે. તીર્થકર ભગવાનના બધાય શિષ્યોને સમકિત ન હતું; પણ મહાવીર સાચા છે એવી શ્રદ્ધા હતી, તેથી સમકિત કહ્યું છે.
ગુરુ ઓળખવામાં ભૂલ આવી તો પછી સાધનમાં પણ ભૂલ જ થાય. માટે પ્રભુશ્રીજીએ કહ્યું છે કે એક કૃપાળુદેવને જ્ઞાની માનજો. “આય જ્ઞાની, આય જ્ઞાની’ એમ કરશો નહીં. એને ગરજ હોય તો સત્પુરુષ ઓળખાય. મુમુક્ષુતા હોય તો ઓળખાણ થાય.
જ્ઞાની નથી ઓળખાતા તેનું કારણ એ કે ત્યાગવૈરાગ્ય વિશેષ નથી. જીવોમાં એટલી શક્તિ નથી. માટે પ્રભુશ્રીજી કહેતા કે આ જ્ઞાની, ફલાણા જ્ઞાની એમ ન કરશો, કૃપાળુદેવને વળગી જાઓ. મધ્યસ્થ રહેવું, નહીં તો ભૂલા પડશો.
પ્રભુશ્રીજી કહેતા, તમને નવી હોડીમાં બેસાડ્યા છે, હવે લાંબા ટૂંકા હાથ કરશો નહીં.
કૃપાળુદેવ કહે છે કે આ કાળમાં તમે જન્મ્યા છો, તેમાં તમારાથી પોતાની મેળે તરાય નહીં, માટે આ હોડીમાં બેસી જાઓ એટલે તરી જશો. કલ્યાણ કરવું હોય તો સાચું શરણ લેવું જોઈએ. આજ્ઞામાં ધર્મ છે. એ આજ્ઞા પડી મૂકી સ્વચ્છંદે જીવ વર્તે છે, તો ક્યાંથી કલ્યાણ થાય?