ज्ञानीपुरुषने न भूलवा-ए बधानो सार छे

जेने परमकृपाळुदेवनी ओळखाण थ‌ई छे तेने तो लागे के कृपाळुदेव जेवा आ काळमां क्यांथी ! तेथी बीजाने ए संबंधी वात करे तो तेने लक्षमां आवे के कृपाळुदेव जेवा को‌ई नथी. पण कृपाळुदेव कहेता के तमे अमारा संबंधी कंई को‌ईने कहेशो नहीं.

 

कृपाळुदेवनी विशेष ओळखाण तेमना पत्रोथी थ‌ई शके छे. बहारथी वणिकवेष अने अंतरमां निर्ग्रंथदशा राखता. ए अघरामां अघरुं काम आ कळिकाळमां एमणे कर्युं छे. अपवादरूप पुरुष छे. वात मनाय नहीं एवा पुरुष थया छे. एवा पुरुषनी श्रद्धा थाय तोय कल्याण थाय. दृष्टि फरवा माटे भक्तिनी जरूर छे. ज्यारे भक्तिथी एमना आत्मानी दशा जणाय त्यारे “अहो ! एवा पुरुष तो जगतमां क्यांय नथी’ एम अपूर्वता लागे. एमना कह्याथी ज मारुं कल्याण छे, एम समजाय तो स्वच्छंदे वर्ते नहीं. ज्यारे ज्ञानीनी दशा एने समजाय त्यारे जीव ठरे. ए पुरुष को‌ई अपूर्वदशाना छे, एम समजाय तो पछी मनुष्यभव, आज्ञा, बधुं अपूर्व लागे, बीजुं बधुं तुच्छ लागे. ज्ञानीने आखुं जगत भुंसाडिया जेवुं लागे छे. एवी अपूर्वता लागे तेने एम लागे के, छो मारुं माथुं जाय, पण मारे ज्ञानी कहे ते ज करवुं छे. आटलो भव तो मरणिया थ‌ई एने शरणे रहेवुं छे. तो पछी “अपूर्व गुण दृष्टिगोचर थ‌ई अन्य स्वच्छंद मटे अने सहेजे आत्मबोय थाय!” आत्मज्ञान पासे ज छे. ज्ञानीनी महत्ता एने समजाय त्यारे ज्ञानी प्रत्ये अपूर्वभाव एटले को‌ई दिवसे नथी आव्यो एवो भाव आवे.

 

करोडो भवे पण उपकार न वळे एवो ज्ञानीनो उपकार छे. अनंत काळथी जे मार्ग हाथमां न आव्यो ते ज्ञानीथी प्राप्त थाय छे. यशोविजयजी‌ए लख्युं छे के एना पोताना शरीरना जोडा सिवडावी आपे तो पण ए उपकार वळे एवो नथी.

 

ज्ञानीनो आपणा उपर अनंत उपकार छे, ए भूली गया तो सत्संग पण नकामो जाय. जे कंई अत्यारे सांभळी‌ए छी‌ए, विचारी‌ए छी‌ए, समजी‌ए छी‌ए, ते बधो ज्ञानीपुरुषनो उपकार छे.

 

ज्ञानीपुरुषने न भूलवा-ए बधानो सार छे.

 

कृपाळुदेवे आत्मस्वरूप प्रगट कर्युं छे, ते भजवा योग्य छे.

 

ज्यारे जीवने ज्ञानीपुरुषनुं स्वरूप समजाय त्यारे लागे के मारुं मानवुं खोटुं छे अने ज्ञानीनुं मानवुं साचुं छे.

 

प्रभुश्रीजी कहेता के ज्ञानी‌ए आत्मा जाण्यो छे तेने मान, तारी कल्पना मूकी दे. कल्पना करी जीव आघो जाय छे. खबर न होय अने खबर नथी एम माने तो एटलुं साच आव्युं कहेवाय.

 

जे ज्ञानी‌ए कह्युं छे ते मारे मानवुं छे, एम जो जीवने थाय तो देहभाव छूटे. पहेलुं ए करवानुं छे. जेने सम्यग्दर्शन थयुं छे तेनां वचनोनी अने तेनी श्रद्धा करवी. एम करवाथी कर्म मार्ग आपे छे.

 

प्रभुश्रीजी कहेता के बाळाभोळानुं काम छे. मान्यता थाय तो काम थ‌ई जाय. वात छे मान्यानी.

 

ते‌ओ‌ए सम्मत करेलुं सर्व सम्मत करवुं, ए समकित थवानुं कारण छे. एमणे जे मान्युं छे ते ज मारे मानवुं.

 

 

 

 

જેને પરમકૃપાળુદેવની ઓળખાણ થ‌ઈ છે તેને તો લાગે કે કૃપાળુદેવ જેવા આ કાળમાં ક્યાંથી ! તેથી બીજાને એ સંબંધી વાત કરે તો તેને લક્ષમાં આવે કે કૃપાળુદેવ જેવા કો‌ઈ નથી. પણ કૃપાળુદેવ કહેતા કે તમે અમારા સંબંધી કંઈ કો‌ઈને કહેશો નહીં.

 

કૃપાળુદેવની વિશેષ ઓળખાણ તેમના પત્રોથી થ‌ઈ શકે છે. બહારથી વણિકવેષ અને અંતરમાં નિર્ગ્રંથદશા રાખતા. એ અઘરામાં અઘરું કામ આ કળિકાળમાં એમણે કર્યું છે. અપવાદરૂપ પુરુષ છે. વાત મનાય નહીં એવા પુરુષ થયા છે. એવા પુરુષની શ્રદ્ધા થાય તોય કલ્યાણ થાય. દૃષ્ટિ ફરવા માટે ભક્તિની જરૂર છે. જ્યારે ભક્તિથી એમના આત્માની દશા જણાય ત્યારે “અહો ! એવા પુરુષ તો જગતમાં ક્યાંય નથી’ એમ અપૂર્વતા લાગે. એમના કહ્યાથી જ મારું કલ્યાણ છે, એમ સમજાય તો સ્વચ્છંદે વર્તે નહીં. જ્યારે જ્ઞાનીની દશા એને સમજાય ત્યારે જીવ ઠરે. એ પુરુષ કો‌ઈ અપૂર્વદશાના છે, એમ સમજાય તો પછી મનુષ્યભવ, આજ્ઞા, બધું અપૂર્વ લાગે, બીજું બધું તુચ્છ લાગે. જ્ઞાનીને આખું જગત ભુંસાડિયા જેવું લાગે છે. એવી અપૂર્વતા લાગે તેને એમ લાગે કે, છો મારું માથું જાય, પણ મારે જ્ઞાની કહે તે જ કરવું છે. આટલો ભવ તો મરણિયા થ‌ઈ એને શરણે રહેવું છે. તો પછી “અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થ‌ઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોય થાય!” આત્મજ્ઞાન પાસે જ છે. જ્ઞાનીની મહત્તા એને સમજાય ત્યારે જ્ઞાની પ્રત્યે અપૂર્વભાવ એટલે કો‌ઈ દિવસે નથી આવ્યો એવો ભાવ આવે.

 

કરોડો ભવે પણ ઉપકાર ન વળે એવો જ્ઞાનીનો ઉપકાર છે. અનંત કાળથી જે માર્ગ હાથમાં ન આવ્યો તે જ્ઞાનીથી પ્રાપ્ત થાય છે. યશોવિજયજી‌એ લખ્યું છે કે એના પોતાના શરીરના જોડા સિવડાવી આપે તો પણ એ ઉપકાર વળે એવો નથી.

 

જ્ઞાનીનો આપણા ઉપર અનંત ઉપકાર છે, એ ભૂલી ગયા તો સત્સંગ પણ નકામો જાય. જે કંઈ અત્યારે સાંભળી‌એ છી‌એ, વિચારી‌એ છી‌એ, સમજી‌એ છી‌એ, તે બધો જ્ઞાનીપુરુષનો ઉપકાર છે.

 

જ્ઞાનીપુરુષને ન ભૂલવા-એ બધાનો સાર છે.

 

કૃપાળુદેવે આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે, તે ભજવા યોગ્ય છે.

 

જ્યારે જીવને જ્ઞાનીપુરુષનું સ્વરૂપ સમજાય ત્યારે લાગે કે મારું માનવું ખોટું છે અને જ્ઞાનીનું માનવું સાચું છે.

 

પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાની‌એ આત્મા જાણ્યો છે તેને માન, તારી કલ્પના મૂકી દે. કલ્પના કરી જીવ આઘો જાય છે. ખબર ન હોય અને ખબર નથી એમ માને તો એટલું સાચ આવ્યું કહેવાય.

 

જે જ્ઞાની‌એ કહ્યું છે તે મારે માનવું છે, એમ જો જીવને થાય તો દેહભાવ છૂટે. પહેલું એ કરવાનું છે. જેને સમ્યગ્દર્શન થયું છે તેનાં વચનોની અને તેની શ્રદ્ધા કરવી. એમ કરવાથી કર્મ માર્ગ આપે છે.

 

પ્રભુશ્રીજી કહેતા કે બાળાભોળાનું કામ છે. માન્યતા થાય તો કામ થ‌ઈ જાય. વાત છે માન્યાની.

 

તે‌ઓ‌એ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું, એ સમકિત થવાનું કારણ છે. એમણે જે માન્યું છે તે જ મારે માનવું.