ज्ञानीनी मान्यता‌ए आपणी मान्यता थाय तो सम्यक्‌दर्शन थाय.

ज्ञानी‌ए जे मान्युं ते ज मने हो एम राखवुं. ज्ञानीनी मान्यता‌ए आपणी मान्यता थाय तो सम्यक्‌दर्शन थाय. ए भक्‍ति वगर थतुं नथी. माटे भक्‍ति करवी. बधानुं फळ श्रद्धा आववुं जो‌ई‌ए.

 

सत्पुरुष प्रत्ये विश्वास होय, तेमनी भक्‍ति होय तो पछी कंई वांधो नहीं.

 

साचो पुरुषार्थ भक्‍ति छे. ज्ञानीनां वचनो समजी एणे कहेलुं मान्य करवुं. उपवास करे, बधुं करे पण बधानुं मूळ विश्वास छे. विश्वासे वहाण चाले छे. एटलो पुरुषार्थ कर्यो कहेवाय. भक्‍ति ए पुरुषार्थ छे एम कह्युं. हवे भक्‍ति ए आत्मा छे एम कहे छे. जे भक्‍ति नथी करतो ते मनुष्य नथी. जन्ममरण ओछां थाय एवुं न कर्युं तो मडदुं ज छे. आत्मारूप थवुं ए ज भक्‍ति छे. जगतमां भक्‍ति भक्‍ति बहु कहे छे, पण अज्ञानीनी आराधना करे तो ते अज्ञानभक्ति छे. को‌ई मातानी, को‌ई को‌ईनी भक्‍ति करे ए बधी अज्ञानभक्ति ज छे. ए शुं आपे? कूवामां पाणी होय तो बहार आवे. ज्ञानीनी भक्‍ति ते ज खरी भक्‍ति छे. जेणे आत्मा जाण्यो छे, तेनी भक्‍ति साची छे. ज्ञानीनी भक्‍तिथी, शुं करवा भक्‍ति करुं छुं एम भाव जागे. सांभळे अने ज्ञानी उपर श्रद्धा करे तेने कामनुं छे. ज्ञानीमां कंई अपूर्वता छे, ते समजाय तो पछी पोताना स्वच्छंदे न वर्ते, आज्ञा‌ए वर्ते. आज्ञा‌ए वर्ते तो धर्म प्रगटे.

 

धर्मनुं मूळ श्रद्धा छे. ज्ञानीपुरुषे कह्युं ते मोक्षनो मार्ग छे. श्रद्धा कोना उपर करवी ते बेसतुं नथी. अजाण्यो अने आंधळो बराबर छे. अज्ञानदशामां खबर पडे एवुं नथी.

 

बधुंय जाणीने श्रद्धा तो सत्पुरुषनी करवानी छे. आत्मज्ञान पाम्या छे एवा सद्‍गुरु पासेथी आत्मा ओळखाय.

 

आत्मज्ञानी‌ए पोते वस्तुनुं स्वरूप जाण्युं छे. तेने वळगे तो साच प्रगटे. एंजिनने डब्बो जोडायो होय तो पाछळ पाछळ चाल्यो जाय. ज्ञानीने आश्रये प्रवर्ते तो मोक्षमार्गमां ए छे. आश्रयनुं केटलुं बळ छे! “जे आश्रयने पामीने जीव ते भवे अथवा भावि एवा थोडा काळे पण स्वस्वरूपमां स्थिति करे.” (६९२) जो साचो आश्रय कर्यो होय तो आ ज भवमां केवळज्ञान पामी मोक्षे जाय. स्वच्छंद ए ज एने रझळावनार छे. “रोके जीव स्वच्छंद तो पामे अवश्य मोक्ष.”’ सांभळवाथी अनुभव सुधीनो आ क्रम कह्यो. सांभळवी होय तो आत्मानी वात सांभळे, विचार करवो होय तो आत्मानो करवो, भावना करवी होय तो आत्मानी करवी. “सवणे नाणे विन्नाणे’ श्रवणथी ज्ञान अने ज्ञानथी विज्ञान थाय छे. तेथी सर्व कर्मथी छूटी मोक्ष थाय.

 

पोते अणसमजणवाळो होय पण जेणे आत्मा जाण्यो छे तेनुं वचन मने मान्य छे एटलुं थयुं तो कल्याण थाय. ज्ञानीनुं एक वचन ग्रहण कर्युं तो साचा मार्गे एटले मोक्षमार्गे चढी जाय. घणो लाभ छे. जीवने सत्पुरुषनो निश्चय थाय अने पछी तेना आश्रये चाले तो कल्याण थाय. अबुध अने अशक्त जीवोनो पण एक वचनथी मोक्ष थ‌ई जाय. संसार दुःखनो दरियो छे तेमां आ जीवने ज्ञानीपुरुषनो आश्रय मळे तो पार थाय. ज्ञानीपुरुषनो आश्रय मळ्यो तो मोक्ष ज मळशे, एवुं दृढ राखवुं. मरती वखते पण ज्ञानीपुरुषनो आश्रय छोडवो नहीं.

 

मार्गनो प्रभाव केटलो छे! साच जो पकड्युं तो मोक्षे ल‌ई जाय. कंई समजी न शके, करी न शके एवा पण आ मार्गनो आश्रय पकडे तो काम थ‌ई जाय. एंजिननी साथे आंकडो जोडा‌ई जवो जो‌ई‌ए. कंईक जो साच अडे तो काम थ‌ई जाय. आ मार्ग सर्वोत्कृष्ट छे एवो निश्चय करवो अने एना आश्रये जेटलुं थाय तेटलुं करवुं. एमां काळ गाळवो छे एवो निश्चय अने आश्रय कर्तव्य छे.

 

 

 

જ્ઞાની‌એ જે માન્યું તે જ મને હો એમ રાખવું. જ્ઞાનીની માન્યતા‌એ આપણી માન્યતા થાય તો સમ્યક્‌દર્શન થાય. એ ભક્‍તિ વગર થતું નથી. માટે ભક્‍તિ કરવી. બધાનું ફળ શ્રદ્ધા આવવું જો‌ઈ‌એ.

 

સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ હોય, તેમની ભક્‍તિ હોય તો પછી કંઈ વાંધો નહીં.

 

સાચો પુરુષાર્થ ભક્‍તિ છે. જ્ઞાનીનાં વચનો સમજી એણે કહેલું માન્ય કરવું. ઉપવાસ કરે, બધું કરે પણ બધાનું મૂળ વિશ્વાસ છે. વિશ્વાસે વહાણ ચાલે છે. એટલો પુરુષાર્થ કર્યો કહેવાય. ભક્‍તિ એ પુરુષાર્થ છે એમ કહ્યું. હવે ભક્‍તિ એ આત્મા છે એમ કહે છે. જે ભક્‍તિ નથી કરતો તે મનુષ્ય નથી. જન્મમરણ ઓછાં થાય એવું ન કર્યું તો મડદું જ છે. આત્મારૂપ થવું એ જ ભક્‍તિ છે. જગતમાં ભક્‍તિ ભક્‍તિ બહુ કહે છે, પણ અજ્ઞાનીની આરાધના કરે તો તે અજ્ઞાનભક્તિ છે. કો‌ઈ માતાની, કો‌ઈ કો‌ઈની ભક્‍તિ કરે એ બધી અજ્ઞાનભક્તિ જ છે. એ શું આપે? કૂવામાં પાણી હોય તો બહાર આવે. જ્ઞાનીની ભક્‍તિ તે જ ખરી ભક્‍તિ છે. જેણે આત્મા જાણ્યો છે, તેની ભક્‍તિ સાચી છે. જ્ઞાનીની ભક્‍તિથી, શું કરવા ભક્‍તિ કરું છું એમ ભાવ જાગે. સાંભળે અને જ્ઞાની ઉપર શ્રદ્ધા કરે તેને કામનું છે. જ્ઞાનીમાં કંઈ અપૂર્વતા છે, તે સમજાય તો પછી પોતાના સ્વચ્છંદે ન વર્તે, આજ્ઞા‌એ વર્તે. આજ્ઞા‌એ વર્તે તો ધર્મ પ્રગટે.

 

ધર્મનું મૂળ શ્રદ્ધા છે. જ્ઞાનીપુરુષે કહ્યું તે મોક્ષનો માર્ગ છે. શ્રદ્ધા કોના ઉપર કરવી તે બેસતું નથી. અજાણ્યો અને આંધળો બરાબર છે. અજ્ઞાનદશામાં ખબર પડે એવું નથી.

 

બધુંય જાણીને શ્રદ્ધા તો સત્પુરુષની કરવાની છે. આત્મજ્ઞાન પામ્યા છે એવા સદ્‍ગુરુ પાસેથી આત્મા ઓળખાય.

 

આત્મજ્ઞાની‌એ પોતે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે. તેને વળગે તો સાચ પ્રગટે. એંજિનને ડબ્બો જોડાયો હોય તો પાછળ પાછળ ચાલ્યો જાય. જ્ઞાનીને આશ્રયે પ્રવર્તે તો મોક્ષમાર્ગમાં એ છે. આશ્રયનું કેટલું બળ છે! “જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) જો સાચો આશ્રય કર્યો હોય તો આ જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. સ્વચ્છંદ એ જ એને રઝળાવનાર છે. “રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ.”’ સાંભળવાથી અનુભવ સુધીનો આ ક્રમ કહ્યો. સાંભળવી હોય તો આત્માની વાત સાંભળે, વિચાર કરવો હોય તો આત્માનો કરવો, ભાવના કરવી હોય તો આત્માની કરવી. “સવણે નાણે વિન્નાણે’ શ્રવણથી જ્ઞાન અને જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. તેથી સર્વ કર્મથી છૂટી મોક્ષ થાય.

 

પોતે અણસમજણવાળો હોય પણ જેણે આત્મા જાણ્યો છે તેનું વચન મને માન્ય છે એટલું થયું તો કલ્યાણ થાય. જ્ઞાનીનું એક વચન ગ્રહણ કર્યું તો સાચા માર્ગે એટલે મોક્ષમાર્ગે ચઢી જાય. ઘણો લાભ છે. જીવને સત્પુરુષનો નિશ્ચય થાય અને પછી તેના આશ્રયે ચાલે તો કલ્યાણ થાય. અબુધ અને અશક્ત જીવોનો પણ એક વચનથી મોક્ષ થ‌ઈ જાય. સંસાર દુઃખનો દરિયો છે તેમાં આ જીવને જ્ઞાનીપુરુષનો આશ્રય મળે તો પાર થાય. જ્ઞાનીપુરુષનો આશ્રય મળ્યો તો મોક્ષ જ મળશે, એવું દૃઢ રાખવું. મરતી વખતે પણ જ્ઞાનીપુરુષનો આશ્રય છોડવો નહીં.

 

માર્ગનો પ્રભાવ કેટલો છે! સાચ જો પકડ્યું તો મોક્ષે લ‌ઈ જાય. કંઈ સમજી ન શકે, કરી ન શકે એવા પણ આ માર્ગનો આશ્રય પકડે તો કામ થ‌ઈ જાય. એંજિનની સાથે આંકડો જોડા‌ઈ જવો જો‌ઈ‌એ. કંઈક જો સાચ અડે તો કામ થ‌ઈ જાય. આ માર્ગ સર્વોત્કૃષ્ટ છે એવો નિશ્ચય કરવો અને એના આશ્રયે જેટલું થાય તેટલું કરવું. એમાં કાળ ગાળવો છે એવો નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે.