सत्पुरुषनुं ओळखाण थवुं बहु मुश्केल छे.

मुख्यपणे आपणने जे सत्पुरुषनी श्रद्धा थ‌ई ते छोडावी दे ते मोटो कुसंग छे. संसार ए अनंत कुसंगरूप छे.

 

संसारी जीवो एटलां बधां लांबां कर्म न बांधे, पण उत्सूत्रप्ररुपणा करवाथी भारे कर्म बंधाय छे. जे वस्तु पोते न जाणे तेने अन्यरूपे कहे ए बहु शोचनीय छे. आत्मज्ञान थया पहेलां बोलवानुं नथी अने थया पछी पण बोलवानुं नथी. उदय होय तो बोले. बोलवुं ए आत्मानो धर्म नथी. सैद्धांतिक वात समजवा माटे वैराग्य उपशमनी जरूर छे. वैराग्य उपशम विशेष होय तो एने खोटी वस्तु‌ओमां श्रद्धा न थाय. विशाळबुद्धिनी जरूर छे. मोटा मोटा आचार्यो पण भूली जाय छे. बीजाने उपदेश देवा माटे आखी जिंदगी गाळे, पण पोतानुं रही जाय छे.

 

आधुनिक मुनि‌ओना सूत्रार्थ सांभळवा योग्य नथी. कंई बीजुं ज बेसाडी दे. सत्पुरुषनुं ओळखाण थवुं बहु मुश्केल छे. सत्पुरुषनी श्रद्धा करीने पछी सत्संग करवो. धर्म सिवाय बीजी इच्छा न राखवी.

 

कृपाळुदेव धर्मनी मूर्ति छे. एमनुं हरवुं फरवुं, खावुं पीवुं बधुं धर्मरूप छे. जगतना जीवो पुण्यनी इच्छा करे छे अने ज्ञानीपुरुषो धर्मनी इच्छा करे छे.

 

आत्मा पमाडवा माटे ज्ञानीपुरुषो कथा कहे, उपदेश आपे, तो त्यां धर्म छे. बीजा जे एवी रीते करे छे ते बधी कडाकूट छे. जेने वस्तुनी गम न पडी होय, मार्गनो अजाण्यो होय ते बीजाने केम करी दोरे?

 

"जेनी पासेथी धर्म मागवो, ते पाम्यानी पूर्ण चोकसी करवी ए वाक्यने स्थिर चित्तथी विचारवुं.” आखी जिंदगी सुधी काम आवे एवुं वाक्य छे, एथी जीव भूलो न पडे. धर्मनी प्राप्ति करवी होय अथवा साचो धर्म प्राप्त करवो होय तेने बहु विचारवा जेवुं छे. सद्‌गुरुथी मोक्ष छे. दुर्लभ मनुष्यभव मळ्यो ते अज्ञानीना आश्रये तो व्यर्थ जाय. जेनी पासे आत्मज्ञान न होय तेनी पासे क्यांथी धर्म मळे? आत्मज्ञान आ पुरुषने छे के नहीं ते तपासवुं. एटलुं तपासे तो जीव भूलो न पडे. जेनी पासे धर्म मागवो ते पाम्यानी पूर्ण चोक्सी करवी.

 

ज्ञानीपुरुष छे ते ज मोक्षे ल‌ई जनार छे. एटली प्रतीति होय अने सम्यग्दर्शन न होय, तोपण ए आश्रितपणुं छे. हुं तो अजाण्यो छुं. हुं शुं जाणुं? कृपाळुदेवे आत्मा जाण्यो छे. प्रभुश्रीजी पण आपणने एम ज कहेता. कृपाळुदेव आपणने गमे ते वचन कहे, पण तेमां आत्मा ज छे. कुसंगथी बचवानी जरूर छे. ज्ञानी अने ज्ञानीना आश्रित बेय संसारमांथी बचे छे.

 

कृपाळुदेव जेने सारुं कहे छे तेने सारुं न माने अने लोको कहे तेने सारुं माने, तो कृपाळुदेवनो अनुयायी नथी, पण लोकोनो अनुयायी छे. ज्यारे आत्मा ओळखाशे त्यारे तो बधुं झेर जेवुं लागशे. जीवने वैराग्य नथी.

 

ज्यां आत्मस्वरूप प्रगट छे ते पुरुष पर विश्वास राखे तो स्वरूप प्राप्त थाय. अष्टावक्र गुरुमां जनके बधुं अर्पण करी, सम्यक्‌ प्रकारे श्रद्धा राखी. एवी जो श्रद्धा राखे तो मोक्ष थाय.

प्रश्र-सम्यक‌ प्रकार एटले शुं?

पूज्यश्री-ज्ञानी स्वीकारे तेवी श्रद्धा एटले विश्वास.

मुमुक्षु-ज्ञानी क्यारे स्वीकारे ?

पूज्यश्री-जगतना पदार्थोनुं स्वरूप जेवुं ज्ञानी‌ए मान्युं छे, तेवुं एने मनाय तो ज्ञानी स्वीकारे. आपणा दोषो जाय तो ज्ञानी आपणने स्वीकारे. पोतानी समजणे ज्यां सुधी करे छे, त्यां सुधी ज्ञानी स्वीकारता नथी. ज्ञानीनी दृष्टि‌ए ज्ञानी ओळखाय. पोतानी कल्पनानो आश्रय छोडवानो छे. प्रभुश्रीजी कहेता के कोने नमस्कार करो छो ? वैराग्य वधे तो सत्पुरुष ओळखाय.

 

 

 

 

મુખ્યપણે આપણને જે સત્પુરુષની શ્રદ્ધા થ‌ઈ તે છોડાવી દે તે મોટો કુસંગ છે. સંસાર એ અનંત કુસંગરૂપ છે.

 

સંસારી જીવો એટલાં બધાં લાંબાં કર્મ ન બાંધે, પણ ઉત્સૂત્રપ્રરુપણા કરવાથી ભારે કર્મ બંધાય છે. જે વસ્તુ પોતે ન જાણે તેને અન્યરૂપે કહે એ બહુ શોચનીય છે. આત્મજ્ઞાન થયા પહેલાં બોલવાનું નથી અને થયા પછી પણ બોલવાનું નથી. ઉદય હોય તો બોલે. બોલવું એ આત્માનો ધર્મ નથી. સૈદ્ધાંતિક વાત સમજવા માટે વૈરાગ્ય ઉપશમની જરૂર છે. વૈરાગ્ય ઉપશમ વિશેષ હોય તો એને ખોટી વસ્તુ‌ઓમાં શ્રદ્ધા ન થાય. વિશાળબુદ્ધિની જરૂર છે. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે. બીજાને ઉપદેશ દેવા માટે આખી જિંદગી ગાળે, પણ પોતાનું રહી જાય છે.

 

આધુનિક મુનિ‌ઓના સૂત્રાર્થ સાંભળવા યોગ્ય નથી. કંઈ બીજું જ બેસાડી દે. સત્પુરુષનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સત્પુરુષની શ્રદ્ધા કરીને પછી સત્સંગ કરવો. ધર્મ સિવાય બીજી ઇચ્છા ન રાખવી.

 

કૃપાળુદેવ ધર્મની મૂર્તિ છે. એમનું હરવું ફરવું, ખાવું પીવું બધું ધર્મરૂપ છે. જગતના જીવો પુણ્યની ઇચ્છા કરે છે અને જ્ઞાનીપુરુષો ધર્મની ઇચ્છા કરે છે.

 

આત્મા પમાડવા માટે જ્ઞાનીપુરુષો કથા કહે, ઉપદેશ આપે, તો ત્યાં ધર્મ છે. બીજા જે એવી રીતે કરે છે તે બધી કડાકૂટ છે. જેને વસ્તુની ગમ ન પડી હોય, માર્ગનો અજાણ્યો હોય તે બીજાને કેમ કરી દોરે?

 

"જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.” આખી જિંદગી સુધી કામ આવે એવું વાક્ય છે, એથી જીવ ભૂલો ન પડે. ધર્મની પ્રાપ્તિ કરવી હોય અથવા સાચો ધર્મ પ્રાપ્ત કરવો હોય તેને બહુ વિચારવા જેવું છે. સદ્‌ગુરુથી મોક્ષ છે. દુર્લભ મનુષ્યભવ મળ્યો તે અજ્ઞાનીના આશ્રયે તો વ્યર્થ જાય. જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ધર્મ મળે? આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલું તપાસે તો જીવ ભૂલો ન પડે. જેની પાસે ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોક્સી કરવી.

 

જ્ઞાનીપુરુષ છે તે જ મોક્ષે લ‌ઈ જનાર છે. એટલી પ્રતીતિ હોય અને સમ્યગ્દર્શન ન હોય, તોપણ એ આશ્રિતપણું છે. હું તો અજાણ્યો છું. હું શું જાણું? કૃપાળુદેવે આત્મા જાણ્યો છે. પ્રભુશ્રીજી પણ આપણને એમ જ કહેતા. કૃપાળુદેવ આપણને ગમે તે વચન કહે, પણ તેમાં આત્મા જ છે. કુસંગથી બચવાની જરૂર છે. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બેય સંસારમાંથી બચે છે.

 

કૃપાળુદેવ જેને સારું કહે છે તેને સારું ન માને અને લોકો કહે તેને સારું માને, તો કૃપાળુદેવનો અનુયાયી નથી, પણ લોકોનો અનુયાયી છે. જ્યારે આત્મા ઓળખાશે ત્યારે તો બધું ઝેર જેવું લાગશે. જીવને વૈરાગ્ય નથી.

 

જ્યાં આત્મસ્વરૂપ પ્રગટ છે તે પુરુષ પર વિશ્વાસ રાખે તો સ્વરૂપ પ્રાપ્ત થાય. અષ્ટાવક્ર ગુરુમાં જનકે બધું અર્પણ કરી, સમ્યક્‌ પ્રકારે શ્રદ્ધા રાખી. એવી જો શ્રદ્ધા રાખે તો મોક્ષ થાય.

પ્રશ્ર-સમ્યક‌ પ્રકાર એટલે શું?

પૂજ્યશ્રી-જ્ઞાની સ્વીકારે તેવી શ્રદ્ધા એટલે વિશ્વાસ.

મુમુક્ષુ-જ્ઞાની ક્યારે સ્વીકારે ?

પૂજ્યશ્રી-જગતના પદાર્થોનું સ્વરૂપ જેવું જ્ઞાની‌એ માન્યું છે, તેવું એને મનાય તો જ્ઞાની સ્વીકારે. આપણા દોષો જાય તો જ્ઞાની આપણને સ્વીકારે. પોતાની સમજણે જ્યાં સુધી કરે છે, ત્યાં સુધી જ્ઞાની સ્વીકારતા નથી. જ્ઞાનીની દૃષ્ટિ‌એ જ્ઞાની ઓળખાય. પોતાની કલ્પનાનો આશ્રય છોડવાનો છે. પ્રભુશ્રીજી કહેતા કે કોને નમસ્કાર કરો છો ? વૈરાગ્ય વધે તો સત્પુરુષ ઓળખાય.