प्रभुश्रीजी कहेता के जीवो कृपाळुदेवने शरणे आवे ते जोई अमने आनंद थाय छे. कृपाळुदेवने शरणे जे जीवो आवे ते अमारा माथाना मुगट जेवा छे. ज्ञानीनुं ओळखाण थवुं बहु दुर्लभ छे. सुलभ होत तो बधानो मोक्ष थई गयो होत. ओळखाण थाय तो प्रेम आवे.....ज्ञानीपुरुषनी श्रद्धा छे ते समकित छे. कृपाळुदेवने आराधवाथी मारुं कल्याण थशे ज, एम पुरुषप्रतीति थई तो ते समकितनी गणतरीमां छे. पुरुषप्रतीति, वचनप्रतीति, आज्ञारुचि ए बधां समकितनां कारणो छे.
आत्मा प्रगट करवो होय तो परम प्रेम जोईशे. संसारथी प्रेम उठाडी ज्ञानीनां वचनोमां जोडवानो छे. ज्ञानीनां वचनोमां तल्लीनता ते ज श्रद्धा छे. रूप, रस, गंध, शब्द अने स्पर्श एमां तल्लीनता थाय छे, पण ज्ञानीमां, तेमना वचनमां थती नथी. ए श्रद्धा ज नथी. “माहात्म्य जेनुं परम छे एवा निःस्पृही पुरुषोनां वचनमां ज तल्लीनता ते श्रद्धा-आस्था.” एनुं नाम श्रद्धा छे. श्रद्धा ए मोक्षनो मार्ग छे.
जेने आत्मज्ञान थयुं छे एवा ज्ञानीनी दृढ श्रद्धा ए मोक्षनो पायो छे. त्यांथी ज धर्मनी शरूआत थाय छे. एने ज शास्त्रोमां समकित कह्युं छे. सत्संगमां कषाय मंद थई दृष्टि मध्यस्थ थाय छे, तेथी विचार जागे. सत्पुरुषना संग विना अरूपी पदार्थनो निर्णय थवो बहु दुर्लभ छे.
साचा पुरुषनी श्रद्धा थई तो सम्यग्दर्शन थयुं. ए बीज छे. एमांथी बधुं प्राप्त थशे. साचा पुरुषनी श्रद्धा थई त्यारथी एने बीज रोपायुं. बीज रोपाया पछी एमांथी समकित, केवळज्ञान, मोक्ष बधुं थशे.
कृपाळुदेव साचा छे एवी श्रद्धा राखवी.
बहु दुर्लभ वस्तु श्रद्धा छे. ए श्रद्धा थई तो चमत्कार वगेरे कंई कामना नथी.
आपणने जेना उपर विश्वास आव्यो, ते कहे तेम करवुं. बधा सत्पुरुषोने एक ज वस्तु कहेवी छे. वीतरागताने न ओळखे, तो सत्पुरुष प्रत्ये लौकिक भाव थई जाय. सत्पुरुष प्रत्ये अलौकिक भाव करवानो छे.
પ્રભુશ્રીજી કહેતા કે જીવો કૃપાળુદેવને શરણે આવે તે જોઈ અમને આનંદ થાય છે. કૃપાળુદેવને શરણે જે જીવો આવે તે અમારા માથાના મુગટ જેવા છે. જ્ઞાનીનું ઓળખાણ થવું બહુ દુર્લભ છે. સુલભ હોત તો બધાનો મોક્ષ થઈ ગયો હોત. ઓળખાણ થાય તો પ્રેમ આવે.....જ્ઞાનીપુરુષની શ્રદ્ધા છે તે સમકિત છે. કૃપાળુદેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ, એમ પુરુષપ્રતીતિ થઈ તો તે સમકિતની ગણતરીમાં છે. પુરુષપ્રતીતિ, વચનપ્રતીતિ, આજ્ઞારુચિ એ બધાં સમકિતનાં કારણો છે.
આત્મા પ્રગટ કરવો હોય તો પરમ પ્રેમ જોઈશે. સંસારથી પ્રેમ ઉઠાડી જ્ઞાનીનાં વચનોમાં જોડવાનો છે. જ્ઞાનીનાં વચનોમાં તલ્લીનતા તે જ શ્રદ્ધા છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ એમાં તલ્લીનતા થાય છે, પણ જ્ઞાનીમાં, તેમના વચનમાં થતી નથી. એ શ્રદ્ધા જ નથી. “માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા.” એનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધા એ મોક્ષનો માર્ગ છે.
જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીની દૃઢ શ્રદ્ધા એ મોક્ષનો પાયો છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એને જ શાસ્ત્રોમાં સમકિત કહ્યું છે. સત્સંગમાં કષાય મંદ થઈ દૃષ્ટિ મધ્યસ્થ થાય છે, તેથી વિચાર જાગે. સત્પુરુષના સંગ વિના અરૂપી પદાર્થનો નિર્ણય થવો બહુ દુર્લભ છે.
સાચા પુરુષની શ્રદ્ધા થઈ તો સમ્યગ્દર્શન થયું. એ બીજ છે. એમાંથી બધું પ્રાપ્ત થશે. સાચા પુરુષની શ્રદ્ધા થઈ ત્યારથી એને બીજ રોપાયું. બીજ રોપાયા પછી એમાંથી સમકિત, કેવળજ્ઞાન, મોક્ષ બધું થશે.
કૃપાળુદેવ સાચા છે એવી શ્રદ્ધા રાખવી.
બહુ દુર્લભ વસ્તુ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા થઈ તો ચમત્કાર વગેરે કંઈ કામના નથી.
આપણને જેના ઉપર વિશ્વાસ આવ્યો, તે કહે તેમ કરવું. બધા સત્પુરુષોને એક જ વસ્તુ કહેવી છે. વીતરાગતાને ન ઓળખે, તો સત્પુરુષ પ્રત્યે લૌકિક ભાવ થઈ જાય. સત્પુરુષ પ્રત્યે અલૌકિક ભાવ કરવાનો છે.