गुरु थवुं एमां मोटुं जोखम छे

पूजवा योग्य, स्तुति करवा योग्य, नमस्कार करवा योग्य कोण छे? ते कहे छे. जे वस्तु आपणे जो‌ई‌ए छे ते वस्तु जेनामां होय तेने नमस्कार करवाना होय छे. भगवान एवा छे. कीर्तन करवा योग्य छे. वातो करवी तोय एमना गुणोनी करवी, ए गुणग्राम छे. भक्ति एटले सद्‌गुरु पासे जवुं. ए भक्‍तिमां बधुं समाय छे. नमस्कार ए भक्‍ति छे, कीर्तन एय भक्‍ति छे, गुणग्राम एय भक्‍ति छे. ए बधा भक्‍तिना ज भेद छे. सत्पुरुषनी आ भक्‍ति करवाथी तेमां उल्लास आवे ते खसे नहीं त्यारे ध्यान कहेवाय. जेने को‌ई द्रव्यमां प्रतिबंधपणुं नथी वर्ततुं, ते पुरुषनी आ बधी भक्‍ति करवानी छे. बधेथी ए पुरुष ऊखडी गया छे, क्यांय आसक्‍त नथी. को‌ई पण पदार्थमां चोंट एमने नथी. उदासभाव छे. को‌ई प्रत्ये रागभाव नथी एवा वीतराग छे. ते नमन करवा योग्य छे. वारंवार एमां ज चित्त जाय. जेम जेम संभारे तेम तेम वधारे सांभरे एवा उल्लासथी ए पुरुषनुं ध्यान करवा योग्य छे. एवा अपूर्व पुरुषनी श्रद्धा थाय तो, ए जेवी तेवी वस्तु नथी. तेमां ज चित्त राखवुं. अनंत भव भमतां एवो पुरुष को‌ईक वखत मळे एवा आपणने कृपाळुदेव मळी आव्या, तो एमनामां चित्त राखवुं. प्रभुश्रीजी‌ए आपणने बताव्या, नहीं तो समजातेय नहीं. “सदगुरुना उपदेश वण, समजाय न जिनरूप.” जगतथी जे असंग थया छे-द्रव्य, क्षेत्र, काळ अने भावथी-तेने नमस्कार छे. एवा पुरुषथी ज मोक्ष समजाय छे. मोक्षनी मूर्ति सत्पुरुष छे.

 

आपणने प्रभुश्रीजी मळ्या तो कृपाळुदेवनुं माहात्म्य समजायुं.

 

असंग आत्मस्वरूप थया छे तेनी ज भक्‍ति करवा योग्य छे. एवा निष्काम पुरुष पोते कृपाळुदेव छे. एवा पुरुषने ओळखवा को‌ई भक्‍त जो‌ई‌ए, तो ओळखाय. रामने ओळखवा हनुमान जो‌ई‌ए.

 

आ आत्मज्ञानी छे एवुं ओळखाण थाय तो पछी एनी आज्ञा आराधवी, एनो सत्संग करवो, बोध सांभळवो. सद्‌गुरु होय तो सत्‌देवने बतावे अने बधुं पांशरुं करे. कुगुरु मळे तो कुदेवने बतावे अने तेथी बधुं ऊंधुं थाय. ज्ञानीने ज्ञानीनी दृष्टि‌ए ओळखवा. आ कृपाळुदेवनी भक्‍ति करवा जेवी छे, आ पुरुषने भजशो तो लाभ थशे एम प्रभुश्रीजी‌ए आपणने बताव्युं छे.

 

प्रभुश्रीजी कहेता के अमे गुरु बतावी आपी‌ए छी‌ए, पण गुरु थता नथी, छतां माने नहीं अने “पोंखनारीने परणी बेसे’ एम न करवुं. गुरु थवुं एमां मोटुं जोखम छे. बतावनारने पण जोखम छे-जवाबदारी छे. कारण के साचुं बतावे तो सन्मार्गे वाळे अने खोटुं बतावे तो शिष्य कदाच छूटे पण गुरु तो न ज छूटे. जेम के कूतराना माथामां कीडा पड्या हता, ते तेणे कुमार्गे वाळेला शिष्यो हता, ते गंगाना पाणीमां धोवाथी पाप रहित थया, पण कूतरो पाप रहित न थयो.

 

 

 

પૂજવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય કોણ છે? તે કહે છે. જે વસ્તુ આપણે જો‌ઈ‌એ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવા યોગ્ય છે. વાતો કરવી તોય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે. ભક્તિ એટલે સદ્‌ગુરુ પાસે જવું. એ ભક્‍તિમાં બધું સમાય છે. નમસ્કાર એ ભક્‍તિ છે, કીર્તન એય ભક્‍તિ છે, ગુણગ્રામ એય ભક્‍તિ છે. એ બધા ભક્‍તિના જ ભેદ છે. સત્પુરુષની આ ભક્‍તિ કરવાથી તેમાં ઉલ્લાસ આવે તે ખસે નહીં ત્યારે ધ્યાન કહેવાય. જેને કો‌ઈ દ્રવ્યમાં પ્રતિબંધપણું નથી વર્તતું, તે પુરુષની આ બધી ભક્‍તિ કરવાની છે. બધેથી એ પુરુષ ઊખડી ગયા છે, ક્યાંય આસક્‍ત નથી. કો‌ઈ પણ પદાર્થમાં ચોંટ એમને નથી. ઉદાસભાવ છે. કો‌ઈ પ્રત્યે રાગભાવ નથી એવા વીતરાગ છે. તે નમન કરવા યોગ્ય છે. વારંવાર એમાં જ ચિત્ત જાય. જેમ જેમ સંભારે તેમ તેમ વધારે સાંભરે એવા ઉલ્લાસથી એ પુરુષનું ધ્યાન કરવા યોગ્ય છે. એવા અપૂર્વ પુરુષની શ્રદ્ધા થાય તો, એ જેવી તેવી વસ્તુ નથી. તેમાં જ ચિત્ત રાખવું. અનંત ભવ ભમતાં એવો પુરુષ કો‌ઈક વખત મળે એવા આપણને કૃપાળુદેવ મળી આવ્યા, તો એમનામાં ચિત્ત રાખવું. પ્રભુશ્રીજી‌એ આપણને બતાવ્યા, નહીં તો સમજાતેય નહીં. “સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ.” જગતથી જે અસંગ થયા છે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી-તેને નમસ્કાર છે. એવા પુરુષથી જ મોક્ષ સમજાય છે. મોક્ષની મૂર્તિ સત્પુરુષ છે.

 

આપણને પ્રભુશ્રીજી મળ્યા તો કૃપાળુદેવનું માહાત્મ્ય સમજાયું.

 

અસંગ આત્મસ્વરૂપ થયા છે તેની જ ભક્‍તિ કરવા યોગ્ય છે. એવા નિષ્કામ પુરુષ પોતે કૃપાળુદેવ છે. એવા પુરુષને ઓળખવા કો‌ઈ ભક્‍ત જો‌ઈ‌એ, તો ઓળખાય. રામને ઓળખવા હનુમાન જો‌ઈ‌એ.

 

આ આત્મજ્ઞાની છે એવું ઓળખાણ થાય તો પછી એની આજ્ઞા આરાધવી, એનો સત્સંગ કરવો, બોધ સાંભળવો. સદ્‌ગુરુ હોય તો સત્‌દેવને બતાવે અને બધું પાંશરું કરે. કુગુરુ મળે તો કુદેવને બતાવે અને તેથી બધું ઊંધું થાય. જ્ઞાનીને જ્ઞાનીની દૃષ્ટિ‌એ ઓળખવા. આ કૃપાળુદેવની ભક્‍તિ કરવા જેવી છે, આ પુરુષને ભજશો તો લાભ થશે એમ પ્રભુશ્રીજી‌એ આપણને બતાવ્યું છે.

 

પ્રભુશ્રીજી કહેતા કે અમે ગુરુ બતાવી આપી‌એ છી‌એ, પણ ગુરુ થતા નથી, છતાં માને નહીં અને “પોંખનારીને પરણી બેસે’ એમ ન કરવું. ગુરુ થવું એમાં મોટું જોખમ છે. બતાવનારને પણ જોખમ છે-જવાબદારી છે. કારણ કે સાચું બતાવે તો સન્માર્ગે વાળે અને ખોટું બતાવે તો શિષ્ય કદાચ છૂટે પણ ગુરુ તો ન જ છૂટે. જેમ કે કૂતરાના માથામાં કીડા પડ્યા હતા, તે તેણે કુમાર્ગે વાળેલા શિષ્યો હતા, તે ગંગાના પાણીમાં ધોવાથી પાપ રહિત થયા, પણ કૂતરો પાપ રહિત ન થયો.