ज्ञानीने ओळखवामां भूल थ‌ई

मनुष्यभव पामीने सौथी प्रथम काम समजु जीवात्माने करवा लायक ए छे के को‌ई एक सत्पुरुषने शोधी तेनां गमे तेवां वचनोमां श्रद्धा राखवी. पण ए आपणे धारी‌ए छी‌ए तेटलुं सहेलुं नथी. तोपण जीवने एक आत्मकल्याण सिवाय बीजी वासना न होय तो तेवो जोग बनी आववा योग्य छेजी.

 

****

 

મનુષ્યભવ પામીને સૌથી પ્રથમ કામ સમજુ જીવાત્માને કરવા લાયક એ છે કે કો‌ઈ એક સત્પુરુષને શોધી તેનાં ગમે તેવાં વચનોમાં શ્રદ્ધા રાખવી. પણ એ આપણે ધારી‌એ છી‌એ તેટલું સહેલું નથી. તોપણ જીવને એક આત્મકલ્યાણ સિવાય બીજી વાસના ન હોય તો તેવો જોગ બની આવવા યોગ્ય છેજી.

 

*****

 

"जेनी पासेथी धर्म मागवो, ते पाम्यानी पूर्ण चोकसी करवी ए वाक्यने स्थिर चित्तथी विचारवुं.” आखी जिंदगी सुधी काम आवे एवुं वाक्य छे, एथी जीव भूलो न पडे. धर्मनी प्रात्ति करवी होय अथवा साचो धर्म प्राप्त करवो होय तेने बहु विचारवा जेवुं छे. सद्‌गुरुथी मोक्ष छे. दुर्लभ मनुष्यभव मळ्यो ते अज्ञानीना आश्रये तो व्यर्थ जाय. जेनी पासे आत्मज्ञान न होय तेनी पासे क्यांथी धर्म मळे? आत्मज्ञान आ पुरुषने छे के नहीं ते तपासवुं. एटलुं तपासे तो जीव भूलो न पडे.

 

*****

 

"જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.” આખી જિંદગી સુધી કામ આવે એવું વાક્ય છે, એથી જીવ ભૂલો ન પડે. ધર્મની પ્રાત્તિ કરવી હોય અથવા સાચો ધર્મ પ્રાપ્ત કરવો હોય તેને બહુ વિચારવા જેવું છે. સદ્‌ગુરુથી મોક્ષ છે. દુર્લભ  મનુષ્યભવ મળ્યો તે અજ્ઞાનીના આશ્રયે તો વ્યર્થ જાય. જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ધર્મ મળે? આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલું તપાસે તો જીવ ભૂલો ન પડે.

 

*******

 

जेमने आत्मज्ञान प्राप्त थयुं छे तेमनी दृढ श्रद्धा ए मोक्षनो पायो छे. त्यांथी ज धर्मनी शरू‌आत थाय छे. एने ज शास्त्रोमां समकित कह्युं छे. सत्पुरुषना योगे जीवने गरज जागे छे. 

 

*******

 

જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેમની દૃઢ શ્રદ્ધા એ મોક્ષનો પાયો છે. ત્યાંથી જ ધર્મની શરૂ‌આત થાય છે. એને જ શાસ્ત્રોમાં સમકિત કહ્યું છે. સત્પુરુષના યોગે જીવને ગરજ જાગે છે. 

 

******

 

सद्‌गुरु वगर आत्मप्रात्ति थती नथी. ज्ञानीने ओळखवामां भूल थ‌ई तो पछी बधामां भूल थशे. सद्‌गुरुमां भूल न थवी जो‌ई‌ए. एमां भूल थ‌ई तो बधामां भूल थाय, बधो सरवाळो खोटो आवे. सद्‌गुरुने ओळखवामां भूल आवी तो बधामां भूल आवशे. धर्म सद्‌गुरुथी शरू थाय छे, माटे एम कह्युं के, “बीजुं कांई शोध मा. मात्र एक सत्पुरुषने शोधीने तेनां चरणकमळमां सर्व भाव अर्पण करी द‌ई वर्त्यो जा.” मने सत्पुरुषनी जरूर छे एवुं जीवने लाग्युं नथी. मोक्षमार्ग बतावनार सद्‌गुरु ज छे. 
 

******

 

સદ્‌ગુરુ વગર આત્મપ્રાત્તિ થતી નથી. જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થ‌ઈ તો પછી બધામાં ભૂલ થશે. સદ્‌ગુરુમાં ભૂલ ન થવી જો‌ઈ‌એ. એમાં ભૂલ થ‌ઈ તો બધામાં ભૂલ થાય, બધો સરવાળો ખોટો આવે. સદ્‌ગુરુને ઓળખવામાં ભૂલ આવી તો બધામાં ભૂલ આવશે. ધર્મ સદ્‌ગુરુથી શરૂ થાય છે, માટે એમ કહ્યું કે, “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દ‌ઈ વર્ત્યો જા.” મને સત્પુરુષની જરૂર છે એવું જીવને લાગ્યું નથી. મોક્ષમાર્ગ બતાવનાર સદ્‌ગુરુ જ છે.