शरीरमां प्रत्यक्ष देखाता रोगादिक जे उपद्रव थाय छे ते स्नेही, कुटुंबी, जाया के पुत्र कोईथी लई शकाता नथी; ए मात्र एक पोतानो आत्मा पोते ज भोगवे छे. एमां कोई पण भागीदार थतुं नथी. तेम ज पाप पुण्यादि सघळा विपाको आपणो आत्मा ज भोगवे छे. ए एकलो आवे छे, एकलो जाय छे; एवुं सिद्ध करीने विवेकने भली रीते जाणवावाळा पुरुषो एकत्वने निरंतर शोधे छे.
द्रष्टांत :- महा पुरुषना ते न्यायने अचळ करनार नमिराजर्षि अने शक्रेन्द्रनो वैराग्योपदेशक संवाद अहीं आगळ प्रदर्शित करीए छीए. नमिराजर्षि मिथिला नगरीना राजेश्वर हता. स्त्री-पुत्रादिकथी विशेष दुःखनो समूह पाम्या नहोता छतां एकत्वना स्वरूपने परिपूर्ण पिछानवामां राजेश्वरे किंचित् विभ्रम कर्यो नथी. शक्रेंद्र प्रथम नमिराजर्षि ज्यां निवृत्तिमां विराज्या छे, त्यां विप्ररूपे आवीने परीक्षा निदाने पोतानुं व्याख्यान शरू करे छे :-
विप्र :- हे राजा ! मिथिला नगरीने विषे आजे प्रबल कोलाहल व्यापी रह्यो छे. हृदयने अने मनने उद्वेगकारी विलापना शब्दोथी राजमंदिर अने सामान्य घर छवाई गयां छे. मात्र तारी दीक्षा ए ज ए सघळानां दुःखनो हेतु छे. परना आत्माने जे दुःख आपणाथी उत्पन्न थाय ते दुःख संसारपरिभ्रमणनुं कारण गणीने तुं त्यां जा. भोळो न था.
नमिराज :- (गौरव भरेलां वचनोथी) हे विप्र ! तुं जे कहे छे ते मात्र अज्ञानरूप छे. मिथिला नगरीमां एक बगीचो हतो, तेनी मध्यमां एक वृक्ष हतुं, शीतळ छायाथी करीने ते रमणीय हतुं, पत्र, पुष्प अने फळथी ते सहित हतुं, नाना प्रकारनां पक्षीओने ते लाभदायक हतुं, वायुना हलाववा थकी ते वृक्षमां रहेनारां पंखीओ दुःखार्त ने शरणरहित थयाथी आक्रंद करे छे. वृक्षने पोताने माटे थईने ज ते विलाप करतां नथी; पोतानुं सुख गयुं ए माटे थईने तेओ शोकार्त छे.
विप्र :- पण आ जो ! अग्नि ने वायुना मिश्रणथी तारुं नगर, तारां अंतःपुर, अने मंदिरो बळे छे, माटे त्यां जा अने ते अग्निने शांत कर.
नमिराज :- हे विप्र ! मिथिला नगरीना, ते अंतःपुरना अने ते मंदिरोना दाझवाथी मारुं कंई पण दाझतुं नथी; जेम सुखोत्पत्ति छे तेम हुं वर्तुं छुं. ए मंदिरादिकमां मारुं अल्पमात्र पण नथी. में पुत्र, स्त्री आदिकना व्यवहारने छांड्यो छे. मने एमांनुं कंई प्रिय नथी अने अप्रिय पण नथी.
विप्र :- पण हे राजा ! तारी नगरीने सघन किल्लो करावीने, पोळ, कोठा अने कमाड, भोगळ करावीने अने शतघ्नी खाई करावीने त्यार पछी जजे.
नमिराज :- (हेतु कारण प्रे.०) हे विप्र ! हुं शुद्ध श्रद्धारूपी नगरी करीने, संवररूपी भोगळ करीने, क्षमारूपी शुभ गढ करीश; शुभ मनोयोगरूप कोठा करीश, वचनयोगरूप खाई करीश, कायायोगरूप शतध्नी करीश, पराक्रमरूपी धनुष्य करीश, ईर्यासमितिरूप पणछ करीश, धीरजरूप कमान साहवानी मूठी करीश; सत्यरूप चाप वडे करीने धनुष्यने बांधीश; तपरूप बाण करीश; कर्मरूपी वैरीनी सेनाने भेदीश; लौकिक संग्रामनी मने रुचि नथी. हुं मात्र तेवा भावसंग्रामने चाहुं छुं.
विप्र :- (हेतु कारण प्रे०) हे राजा ! शिखरबंध ऊंचा आवास करावीने, मणिकंचनमय गवाक्षादि मुकावीने, तळावमां क्रीडा करवाना मनोहर महालय करावीने पछी जजे.
नमिराज :- (हेतु कारण प्रे0) तें जे जे प्रकारना आवास गणाव्या ते ते प्रकारना आवास मने अस्थिर अने अशाश्वत जणाय छे. मार्गना घररूप जणाय छे. ते माटे ज्यां स्वधाम छे, ज्यां शाश्वतता छे, अने ज्यां स्थिरता छे त्यां हुं निवास करवा चाहुं छुं.
विप्र :- (हेतु कारण प्रे0) हे क्षत्रिय शिरोमणि ! अनेक प्रकारना तस्करना उपद्रवने टाळीने, नगरीनुं ए द्वारे कल्याण करीने तुं जजे.
नमिराज :- हे विप्र ! अज्ञानवंत मनुष्य अनेक वार मिथ्या दंड दे छे. चोरीना नहीं करनार जे शरीरादिक पुद्गल ते लोकने विषे बंधाय छे; अने चोरीना करनार जे इंद्रियविकार तेने कोई बंधन करी शकतुं नथी. तो पछी एम करवानुं शुं अवश्य ?
विप्र :- हे क्षत्रिय ! जे राजाओ तारी आज्ञा अवलंबन करता नथी अने जे नराधिपो स्वतंत्रताथी वर्ते छे तेने तुं तारे वश करीने पछी जजे.
नमिराज :- (हेतु कारण प्रे०) दश लाख सुभटने संग्रामने विषे जीतवा ए दुर्लभ गणाय छे; तोपण एवा विजय करनारा पुरुषो अनेक मळी आवे, पण एक स्वात्माने जीतनार मळनार अनंत दुर्लभ छे. ते दश लाख सुभटथी विजय मेळवनार करतां एक स्वात्माने जीतनार पुरुष परमोत्कृष्ट छे. आत्मा संघाते युद्ध करवुं उचित छे. बहिर्युद्धनुं शुं प्रयोजन छे ? ज्ञानरूप आत्मा वडे क्रोधादिक आत्माने जीतनार स्तुतिपात्र छे. पांचे इंद्रियोने, क्रोधने, मानने, मायाने, तेमज लोभने जीतवां दोह्यलां छे. जेणे मनोयोगादिक जीत्युं तेणे सर्व जीत्युं.
विप्र :- (हेतु कारण प्रे०) समर्थ यज्ञो करी, श्रमण, तपस्वी, ब्राह्मणादिकने भोजन आपी, सुवर्णादिक दान दई, मनोज्ञ भोग भोगवी हे क्षत्रिय ! तुं त्यार पछी जजे.
नमिराज :- (हेतु कारण प्रे०) महिने महिने जो दश लाख गायनां दान दे तोपण ते दश लाख गायनां दान करतां संयम ग्रहण करीने संयमने आराधे छे ते, ते करतां विशेष मंगळ प्राप्त करे छे.
विप्र :- निर्वाह करवा माटे भिक्षाथी सुशील प्रव्रज्यामां असह्य परिश्रम वेठवो पडे छे; तेथी ते प्रव्रज्या त्याग करीने अन्य प्रव्रज्यामां रुचि थाय छे; माटे ए उपाधि टाळवा तुं गृहस्थाश्रममां रही पौषधादिक व्रतमां तत्पर रहेजे. हे मनुष्यना अधिपति ! हुं ठीक कहुं छुं.
नमिराज :- (हेतु कारण प्रे०) हे विप्र ! बाल अविवेकी गमे तेवां उग्र तप करे परंतु सम्यक्श्रुतधर्म तथा चारित्रधर्मनी तुल्य न थाय. एकाद कळा ते सोळ कळा जेवी केम गणाय ? १. हेतु अने कारणथी प्रेरायेला.
विप्र :- अहो क्षत्रिय ! सुवर्ण, मणि, मुक्ताफळ, वस्त्रालंकार अने अश्वादिकनी वृद्धि करीने पछी जजे.
नमिराज :- (हेतु कारण प्रे०) मेरु पर्वत जेवा कदाचित् सोनारूपाना असंख्यात पर्वत होय तोपण लोभी मनुष्यनी तृष्णा छीपती नथी. किंचित् मात्र ते संतोष पामतो नथी. तृष्णा आकाशना जेवी अनंत छे. धन, सुवर्ण, चतुष्पाद इत्यादिक सकळ लोक भराय एटलुं लोभी मनुष्यनी तृष्णा टाळवा समर्थ नथी. लोभनी एवी कनिष्ठता छे. माटे संतोषनिवृत्तिरूप तपने विवेकी पुरुषो आचरे छे.
विप्र :- (हेतु कारण प्रे०) हे क्षत्रिय ! मने अद्भुत आश्चर्य ऊपजे छे के, तुं छता भोगने छांडे छे. पछी अछता कामभोगने विषे संकल्प विकल्प करीने हणाईश, माटे आ सघळी मुनित्वसंबंधीनी उपाधि मूक.
नमिराज :- (हेतु कारण प्रे०) कामभोग छे ते शल्य सरखा छे, कामभोग छे ते विष सरखा छे, कामभोग छे ते सर्पनी तुल्य छे, जेनी वांछनाथी जीव नरकादिक अधोगतिने विषे जाय छे; तेमज क्रोधे करीने अने माने करीने माठी गति थाय छे; मायाए करीने सद्गतिनो विनाश होय छे; लोभ थकी आ लोक परलोकनो भय होय छे; माटे हे विप्र ! एनो तुं मने बोध न कर. मारुं हृदय कोई काळे चळनार नथी; ए मिथ्या मोहिनीमां अभिरुचि धरावनार नथी. जाणी जोईने झेर कोण पीए ? जाणी जोईने दीपक लईने कूवे कोण पडे ? जाणी जोईने विभ्रममां कोण पडे ? हुं मारा अमृत जेवा वैराग्यनो मधुर रस अप्रिय करी ए झेरने प्रिय करवा मिथिलामां आवनार नथी.
महर्षि नमिराजनी सुद्रढता जोई शक्रेंद्र परमानंद पाम्यो, पछी ब्राह्मणना रूपने छांडीने इंद्रपणाने वैक्रिय कर्युं. वंदन करीने मधुर वचने पछी ते राजर्षीश्वरनी स्तुति करवा लाग्योः ‘‘हे महायशस्वी ! मोटुं आश्चर्य छे के तें क्रोधने जीत्यो. आश्चर्य, तें अहंकारनो पराजय कर्यो. आश्चर्य, तें मायाने टाळी. आश्चर्य, तें लोभ वश कीधो. आश्चर्य, तारुं सरळपणुं. आश्चर्य, तारुं निर्ममत्व. आश्चर्य, तारी प्रधान क्षमा. आश्चर्य, तारी निर्लोभता. हे पूज्य ! तुं आ भवने विषे उत्तम छुं; अने परभवने विषे उत्तम होईश. कर्मरहित थईने प्रधान सिद्धगतिने विषे परवरीश.’’ ए रीते स्तुति करतां करतां, प्रदक्षिणा करतां करतां, श्रद्धाभक्तिए ते ऋषिना पादांबुजने वंदन कर्युं. पछी ते सुंदर मुकुटवाळो शक्रेंद्र आकाश वाटे गयो.
प्रमाणशिक्षा :-
विप्ररूपे नमिराजनो वैराग्य ताववामां इन्द्रे शुं न्यूनता करी छे ? कंईये नथी करी. संसारनी जे जे ललुताओ मनुष्यने चळावनारी छे, ते ते ललुता संबंधी महा गौरवथी प्रश्न करवामां ते पुरंदरे निर्मळभावथी स्तुतिपात्र चातुर्य चलाव्युं छे. छतां निरीक्षण करवानुं तो ए छे के नमिराज केवळ कंचनमय रह्या छे. शुद्ध अने अखंड वैराग्यना वेगमां एमनुं वहन एमणे उत्तरमां दर्शित कर्युं छे. ‘‘हे विप्र ! तुं जे जे वस्तुओ मारी छे, एम कहेवरावे छे ते ते वस्तुओ मारी नथी. हुं एक ज छुं, एकलो जनार छुं; अने मात्र प्रशंसनीय एकत्वने ज चाहुं छुं.’’ आवा रहस्यमां नमिराज पोताना उत्तरने अने वैराग्यने द्रढीभूत करता गया छे. एवी परम प्रमाणशिक्षाथी भर्युं ते महर्षिनुं चरित्र छे. बन्ने महात्माओनो परस्परनो संवाद शुद्ध एकत्वने सिद्ध करवा तथा अन्य वस्तुओनो त्याग करवाना उपदेशार्थे अहीं दर्शित कर्यो छे. एने पण विशेष द्रढीभूत करवा नमिराज एकत्व शाथी पाम्या, ते विषे किंचित् मात्र नमिराजनो एकत्व संबंध आपीए छीए.
ए विदेह देश जेवा महान राज्यना अधिपति हता. अनेक यौवनवती मनोहारिणी स्त्रीओना समुदायमां ते घेराई रह्या हता. दर्शनमोहनीयनो उदय न छतां ए संसारलुब्धरूप देखाता हता. कोई काळे एना शरीरमां दाहज्वर नामना रोगनी उत्पत्ति थई. आखुं शरीर जाणे प्रज्वलित थई जतुं होय तेवी बळतरा व्याप्त थई गई. रोमे रोमे सहस्र वींछीनी डंशवेदना समान दुःख उत्पन्न थयुं. वैद्यविद्याना प्रवीण पुरुषोना औषधोपचारनुं अनेक प्रकारे सेवन कर्युं; पण ते सघळुं वृथा गयुं, लेश मात्र पण ए व्याधि ओछो न थतां अधिक थतो गयो. औषध मात्र दाहज्वरनां हितैषी थतां गयां. कोई औषध एवुं न मळ्युं के जेने दाहज्वरथी किंचित् पण द्वेष होय ! निपुण वैदो कायर थया; अने राजेश्वर पण ए महाव्याधिथी कंटाळो पामी गया. तेने टाळनार पुरुषनी शोध चोबाजु चालती हती. महाकुशळ एक वैद मळ्यो; तेणे मलयगिरि चंदननुं विलेपन करवा सूचवन कर्युं. मनोरमा राणीओ ते चंदनने घसवामां रोकाई. ते चंदन घसवाथी हाथमां पहेरेलां कंकणनो समुदाय प्रत्येक राणी कने खळभळाट करवा मंडी पड्यो. मिथिलेशना अंगमां एक दाहज्वरनी असह्य वेदना तो हती अने बीजी आ कंकणना कोलाहलथी उत्पन्न थई. खळभळाट खमी शक्या नहीं, एटले तेणे राणीओने आज्ञा करी के तमे चंदन न घसो; कां खळभळाट करो छो ? माराथी ए खळभळाट सहन थई शकतो नथी. एक महाव्याधिथी हुं ग्रहायो छुं; अने आ बीजो व्याधितुल्य कोलाहल थाय छे, ते असह्य छे. सघळी राणीओए एकेंकुं कंकण मंगळ दाखल राखी कंकण समुदायनो त्याग कर्यो; एटले थतो खळभळाट शांत थयो. नमिराजे राणीओने कह्युं: ‘‘तमे शुं चंदन घसवुं बंध कर्युं ?’’ राणीओए जणाव्युं के ‘‘ना. मात्र कोलाहल शांत थवा माटे एकेकुं कंकण राखी, बीजां कंकण परित्यागी अमे चंदन घसीए छीए. कंकणनो समूह हवे अमे हाथमां राख्यो नथी, तेथी खळभळाट थतो नथी.’’ राणीओनां आटलां वचनो सांभळ्यां त्यां तो नमिराजने रोमेरोम एकत्व सिद्ध थयुं; व्यापी गयुं अने ममत्व टळी गयुं: ‘‘खरे ! झाझां मळ्ये झाझी उपाधि जणाय छे. हवे जो, आ एक कंकणथी लेशमात्र पण खळभळाट थतो नथी; कंकणना समूह वडे करीने माथुं फेरवी नाखे एवो खळभळाट थतो हतो. अहो चेतन ! तुं मान के एकत्वमां ज तारी सिद्धि छे. वधारे मळवाथी वधारे उपाधि छे. संसारमां अनंत आत्माना संबंधमां तारे उपाधि भोगववानुं शुं अवश्य छे ? तेनो त्याग कर अने एकत्वमां प्रवेश कर. जो ! आ एक कंकण हवे खळभळाट विना केवी उत्तम शांतिमां रमे छे ? अनेक हतां त्यारे ते केवी अशांति भोगवतुं हतुं ?तेवी ज रीते तुं पण कंकणरूप छो. ते कंकणनी पेठे तुं ज्यां सुधी स्नेही कुटुंबीरूपी कंकणसमुदायमां पड्यो रहीश त्यां सुधी भवरूपी खळभळाट सेवन करवा पडशे; अने जो आ कंकणनी वर्तमान स्थितिनी पेठे एकत्वने आराधीश तो सिद्धगतिरूपी महा पवित्र शांति पामीश.’’ एम वैराग्यना प्रवेशमां ने प्रवेशमां ते नमिराज पूर्वजातिनी स्मृति पाम्या. प्रव्रज्या धारण करवा निश्चय करी तेओ शयन करी गया. प्रभाते मांगल्यरूप वाजिंत्रनो ध्वनि प्रकर्ष्यो; दाहज्वरथी मुक्त थया. एकत्वने परिपूर्ण सेवनार ते श्रीमान नमिराज ऋषिने अभिवंदन हो !
(शार्दूलविक्रीडित)
राणी सर्व मळी सुचंदन घसी, ने चर्चवामां हती,
बूझ्यो त्यां ककळाट कंकणतणो, श्रोती नमि भूपति;
संवादे पण इंद्रथी द्रढ रह्यो, एकत्व साचुं कर्युं,
एवा ए मिथिलेशनुं चरित आ, संपूर्ण अत्रे थयुं.
विशेषार्थः-
राणीओनो समुदाय चंदन घसीने विलेपन करवामां रोकायो हतो; तत्समयमां कंकणना खळभळाटने सांभळीने नमिराज बूझ्यो. इंद्रनी साथे संवादमां पण अचळ रह्यो; अने एकत्वने सिद्ध कर्युं.
*****
શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે.
દ્રષ્ટાંત :- મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેન્દ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રી-પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત્ વિભ્રમ કર્યો નથી. શક્રેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે :-
વિપ્ર :- હે રાજા ! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા. ભોળો ન થા.
નમિરાજ :- (ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર ! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે.
વિપ્ર :- પણ આ જો ! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર.
નમિરાજ :- હે વિપ્ર ! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરોના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તું છું. એ મંદિરાદિકમાં મારું અલ્પમાત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી.
વિપ્ર :- પણ હે રાજા ! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા અને કમાડ, ભોગળ કરાવીને અને શતઘ્ની ખાઈ કરાવીને ત્યાર પછી જજે.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે.૦) હે વિપ્ર ! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનયોગરૂપ ખાઈ કરીશ, કાયાયોગરૂપ શતધ્ની કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ, ઈર્યાસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ; તપરૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું.
વિપ્ર :- (હેતુ કારણ પ્રે૦) હે રાજા ! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે0) તેં જે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે. માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું.
વિપ્ર :- (હેતુ કારણ પ્રે0) હે ક્ષત્રિય શિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે.
નમિરાજ :- હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લોકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય ?
વિપ્ર :- હે ક્ષત્રિય ! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે૦) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તોપણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઇંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું.
વિપ્ર :- (હેતુ કારણ પ્રે૦) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભોગવી હે ક્ષત્રિય ! તું ત્યાર પછી જજે.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે૦) મહિને મહિને જો દશ લાખ ગાયનાં દાન દે તોપણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે.
વિપ્ર :- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પ્રવ્રજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે; માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે૦) હે વિપ્ર ! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યક્શ્રુતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય ? ૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા.
વિપ્ર :- અહો ક્ષત્રિય ! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે૦) મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે.
વિપ્ર :- (હેતુ કારણ પ્રે૦) હે ક્ષત્રિય ! મને અદ્ભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભોગને છાંડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિત્વસંબંધીની ઉપાધિ મૂક.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે૦) કામભોગ છે તે શલ્ય સરખા છે, કામભોગ છે તે વિષ સરખા છે, કામભોગ છે તે સર્પની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નરકાદિક અધોગતિને વિષે જાય છે; તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે; માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે; લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે; માટે હે વિપ્ર ! એનો તું મને બોધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ ? જાણી જોઈને દીપક લઈને કૂવે કોણ પડે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી.
મહર્ષિ નમિરાજની સુદ્રઢતા જોઈ શક્રેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણાને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજર્ષીશ્વરની સ્તુતિ કરવા લાગ્યોઃ ‘‘હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો. આશ્ચર્ય, તેં અહંકારનો પરાજય કર્યો. આશ્ચર્ય, તેં માયાને ટાળી. આશ્ચર્ય, તેં લોભ વશ કીધો. આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છું; અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.’’ એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શક્રેંદ્ર આકાશ વાટે ગયો.
પ્રમાણશિક્ષા :-
વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઇન્દ્રે શું ન્યૂનતા કરી છે ? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાઓ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. ‘‘હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.’’ આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને દ્રઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દ્રઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ.
એ વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમોહનીયનો ઉદય ન છતાં એ સંસારલુબ્ધરૂપ દેખાતા હતા. કોઈ કાળે એના શરીરમાં દાહજ્વર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ જતું હોય તેવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. રોમે રોમે સહસ્ર વીંછીની ડંશવેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું; પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષધ માત્ર દાહજ્વરનાં હિતૈષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહજ્વરથી કિંચિત્ પણ દ્વેષ હોય ! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યો; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહજ્વરની અસહ્ય વેદના તો હતી અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો; કાં ખળભળાટ કરો છો ? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયો છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકેંકું કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો; એટલે થતો ખળભળાટ શાંત થયો. નમિરાજે રાણીઓને કહ્યું: ‘‘તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?’’ રાણીઓએ જણાવ્યું કે ‘‘ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી, તેથી ખળભળાટ થતો નથી.’’ રાણીઓનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તો નમિરાજને રોમેરોમ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું: ‘‘ખરે ! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશમાત્ર પણ ખળભળાટ થતો નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે ? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો ! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે ? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું ?તેવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તો સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.’’ એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રનો ધ્વનિ પ્રકર્ષ્યો; દાહજ્વરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો !
(શાર્દૂલવિક્રીડિત)
રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી,
બૂઝ્યો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ;
સંવાદે પણ ઇંદ્રથી દ્રઢ રહ્યો, એકત્વ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
વિશેષાર્થઃ-
રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝ્યો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું.