अनेक प्रकारनी लीलाथी युक्त मगध देशनो श्रेणिक राजा अश्वक्रीडाने माटे मंडिकुक्ष ए नामना वनमां नीकळी पड्यो. वननी विचित्रता मनोहारिणी हती. नाना प्रकारनां तरुकुंज त्यां आवी रह्यां हतां, नाना प्रकारनी कोमळ वल्लिकाओ घटाटोप थई रही हती, नाना प्रकारनां पंखीओ आनंदथी तेनुं सेवन करतां हतां; नाना प्रकारनां पक्षीओनां मधुरां गायन त्यां संभळातां हतां; नाना प्रकारनां फूलथी ते वन छवाई रह्युं हतुं; नाना प्रकारनां जळनां झरणां त्यां वहेतां हतां; टूंकामां सृष्टि-सौंदर्यना प्रदर्शनरूप होईने ते वन नंदनवननी तुल्यता धरावतुं हतुं. त्यां एक तरु तळे महा समाधिवंत पण सुकुमार अने सुखोचित मुनिने ते श्रेणिके बेठेला दीठा. एनुं रूप देखीने ते राजा अत्यंत आनंद पाम्यो. ए अतुल्य उपमारहित रूपथी विस्मय पामीने मनमां तेनी प्रशंसा करवा लाग्यो. अहो ! आ मुनिनो केवो अद्भुत वर्ण छे ! अहो ! एनुं केवुं मनोहर रूप छे ! अहो ! आ आर्यनी केवी अद्भुत सौम्यता छे ! अहो ! आ केवी विस्मयकारक क्षमाना धरनार छे ! अहो ! आना अंगथी वैराग्यनी केवी उत्तम स्फुरणा छे ! अहो ! आनी केवी निर्लोभता जणाय छे ! अहो ! आ संयति केवुं निर्भय अप्रभुत्व-नम्रपणुं धरावे छे ! अहो ! एनुं भोगनुं असंगतिपणुं केवुं सुद्रढ छे ! एम चिंतवतो चिंतवतो, मुदित थतो थतो, स्तुति करतो करतो, धीमेथी चालतो चालतो, प्रदक्षिणा दईने ते मुनिने वंदन करीने अति समीप नहीं तेम अति दूर नहीं एम ते बेठो. पछी बे हाथनी अंजलि करीने विनयथी तेणे मुनिने पूछ्युं, ‘‘हे आर्य ! तमे प्रशंसा करवा योग्य एवा तरुण छो; भोगविलासने माटे तमारुं वय अनुकूळ छे; संसारमां नाना प्रकारनां सुख रह्यां छे; ऋतु-ऋतुना कामभोग, जळ संबंधीना कामभोग, तेमज मनोहारिणी स्त्रीओना मुखवचननुं मधुरुं श्रवण छतां ए सघळांनो त्याग करीने मुनित्वमां तमे महा उद्यम करो छो एनुं शुं कारण ? ते मने अनुग्रहथी कहो.’’
राजानां वचननो आवो अर्थ सांभळीने मुनिए कह्युं, ‘‘हुं अनाथ हतो. हे महाराजा ! मने अपूर्व वस्तुनो प्राप्त करावनार तथा योगक्षेमनो करनार, मारा पर अनुकंपा आणनार, करुणाथी करीने परमसुखनो देनार, सुहृन् - मित्र लेशमात्र पण कोई न थयो. ए कारण अनाथीपणानुं हतुं.’’
श्रेणिक, मुनिनां भाषणथी स्मित हसी पडयो. ‘‘अरे ! तमारे महा रिद्धिवंतने नाथ केम न होय ? लो, कोई नाथ नथी तो हुं थउं छुं. हे भयत्राण ! तमे भोग भोगवो. हे संयति ! मित्र ! ज्ञातिए करी दुर्लभ एवो तमारो मनुष्यभव सुलभ करो !’’
अनाथीए कह्युं, ‘‘परंतु अरे श्रेणिक, मगधदेशना राजा ! तुं पोते अनाथ छो तो मारो नाथ शुं थईश ? निर्धन ते धनाढ्य कयांथी बनावे ? अबुध ते बुद्धिदान क्यांथी आपे ? अज्ञ ते विद्वत्ता क्यांथी दे ? वंध्या ते संतान क्यांथी आपे ? ज्यारे तुं पोते अनाथ छो, त्यारे मारो नाथ क्यांथी थईश ?’’ मुनिनां वचनथी राजा अति आकुळ अने अति विस्मित थयो. कोई काळे जे वचननुं श्रवण थयुं नथी एवां वचननुं यतिमुखप्रतिथी श्रवण थयुं एथी ते शंकाग्रस्त थयो. ‘‘हुं अनेक प्रकारना अश्वनो भोगी छुं, अनेक प्रकारना मदोन्मत्त हाथीओनो धणी छुं, अनेक प्रकारनी सेना मने आधीन छे; नगर, ग्राम, अंतःपुर अने चतुष्पादनी मारे कंई न्यूनता नथी; मनुष्य संबंधी सघळा प्रकारना भोग मने प्राप्त छे; अनुचरो मारी आज्ञाने रूडी रीते आराधे छे; पांचे प्रकारनी संपत्ति मारे घेर छे; सर्व मनवांछित वस्तुओ मारी समीपे रहे छे. आवो हुं जाज्वल्यमान छतां अनाथ केम होंउं ? रखे हे भगवन् ! तमे मृषा बोलता हो.’’ मुनिए कह्युं, ‘‘हे राजा ! मारा कहेला अर्थनी उपपत्तिने तुं बराबर समज्यो नथी. तुं पोते अनाथ छे, परंतु ते संबंधी तारी अज्ञता छे. हवे हुं कहुं छुं ते अव्यग्र अने सावधान चित्ते करीने तुं सांभळ, सांभळीने पछी तारी शंकानो सत्यासत्य निर्णय करजे. में पोते जे अनाथपणाथी मुनित्व अंगीकृत कर्युं छे ते हुं प्रथम तने कहुं छुं.
कौशांबी नामे अति जीर्ण अने विविध प्रकारना भेदनी उपजावनारी एक सुंदर नगरी छे. त्यां रिद्धिथी परिपूर्ण धनसंचय नामनो मारो पिता रहेतो हतो. प्रथम यौवनवयने विषे हे महाराजा ! अतुल्य अने उपमारहित मारी आंखोने विषे वेदना उत्पन्न थई. दुःखप्रद दाहज्वर आखे शरीरे प्रवर्तमान थयो. शस्त्रथी पण अतिशय तीक्ष्ण ते रोग वैरीनी पेठे मारा पर कोपायमान थयो. मारुं मस्तक ते आंखनी असह्य वेदनाथी दुःखवा लाग्युं. इंद्रना वजाना प्रहार सरखी, बीजाने पण रौद्र भय उपजावनारी, एवी ते अत्यंत परम दारुण वेदनाथी हुं बहु शोकार्त हतो. शारीरिक विद्याना निपुण, अनन्य मंत्रमूळीना सूज्ञ वैदराज मारी ते वेदनानो नाश करवाने माटे आव्या; अनेक प्रकारना औषधोपचार कर्या पण ते वृथा गया. ए महानिपुण गणाता वैदराजो मने ते दरदथी मुक्त करी शक्या नहीं. ए ज हे राजा ! मारुं अनाथपणुं हतुं. मारी आंखनी वेदना टाळवाने माटे मारा पिताए सर्व धन आपवा मांड्युं, परंतु तेथी करीने पण मारी ते वेदना टळी नहीं. हे राजा ! ए ज मारुं अनाथपणुं हतुं. मारी माता पुत्रना शोके करीने अति दुःखार्त थई; परंतु ते पण मने ते दरदथी मुकावी शकी नहीं, ए ज हे महाराजा ! मारुं अनाथपणुं हतुं. एक उदरथी उत्पन्न थयेला मारा जयेष्ठ अने कनिष्ठ भाईओ पोताथी बनतो परिश्रम करी चूक्या पण मारी वेदना टळी नहीं, हे राजा ! ए ज मारुं अनाथपणुं हतुं. एक उदरथी उत्पन्न थयेली मारी जयेष्ठा अने कनिष्ठा भगिनीओथी मारुं दुःख टळ्युं नहीं. हे महाराजा ! ए ज मारुं अनाथपणुं हतुं. मारी स्त्री जे पतिव्रता, मारा पर अनुरक्त अने प्रेमवंती हती, ते आंखे परिपूर्ण आंसु भरी मारा हृदयने सिंचतां भींजावती हती. अन्न, पाणी, अने नाना प्रकारनां अंघोलण, चूवादिक सुगंधी द्रव्य, अनेक प्रकारनां फूल चंदनादिकनां विलेपन मने जाणतां अजाणतां कर्या छतां पण हुं ते यौवनवंती स्त्रीने भोगवी न शक्यो. मारी समीपथी क्षण पण अळगी नहोती रहेती, अन्य स्थळे जती नहोती, हे महाराजा ! एवी ते स्त्री पण मारा रोगने टाळी शकी नहीं, ए ज मारुं अनाथपणुं हतुं. एम कोईना प्रेमथी, कोईना औषधथी, कोईना विलापथी के कोईना परिश्रमथी ए रोग उपशम्यो नहीं. में ए वेळा पुनः पुनः असह्य वेदना भोगवी.
पछी हुं अनंत संसारथी खेद पाम्यो. एक वार जो हुं महाविडंबनामय वेदनाथी मुक्त थाउं तो खंती, दंती अने निरारंभी प्रव्रज्याने धारण करुं, एम चिंतवतो हुं शयन करी गयो. ज्यारे रात्री अतिक्रमी गई त्यारे हे महाराजा ! मारी ते वेदना क्षय थई गई; अने हुं नीरोगी थयो. मात, तात अने स्वजन, बंधवादिकने प्रभाते पूछीने में महा क्षमावंत इंद्रियने निग्रह करवावाळुं, अने आरंभोपाधिथी रहित एवुं अणगारत्व धारण कर्युं. त्यार पछी हुं आत्मा परात्मानो नाथ थयो. सर्व प्रकारना जीवनो हुं नाथ छुं.’’ अनाथी मुनिए आम अशरणभावना ते श्रेणिकराजाना मन पर द्रढ करी. हवे बीजो उपदेश तेने अनुकूळ कहे छे.
‘‘हे राजा ! आ आपणो आत्मा ज दुःखनी भरेली वैतरणीनो करनार छे. आपणो आत्मा ज क्रूर शाल्मलि वृक्षनां दुःखनो उपजावनार छे. आपणो आत्मा ज मनवांछित वस्तुरूपी दूधनी देवावाळी कामधेनु गायनां सुखनो उपजावनार छे. आपणो आत्मा ज नंदनवननी पेठे आनंदकारी छे. आपणो आत्मा ज कर्मनो करनार छे. आपणो आत्मा ज ते कर्मनो टाळनार छे. आपणो आत्मा ज दुःखोपार्जन करनार छे. आपणो आत्मा ज सुखोपार्जन करनार छे. आपणो आत्मा ज मित्र ने आपणो आत्मा ज वैरी छे. आपणो आत्मा ज कनिष्ठ आचारे स्थित अने आपणो आत्मा ज निर्मळ आचारे स्थित रह्यो छे.’’ ए तथा बीजा अनेक प्रकारे ते अनाथी मुनिए श्रेणिकराजा प्रत्ये संसारनुं अनाथपणुं कही बताव्युं. पछी श्रेणिकराजा अति संतोष पाम्यो. युग हाथनी अंजलि करीने एम बोल्यो के, ‘‘हे भगवन् ! तमे मने भली रीते उपदेश्यो. तमे जेम हतुं तेम अनाथपणुं कही बताव्युं. हे महाऋषि ! तमे सनाथ, तमे सबंधव अने तमे सधर्म छो, तमे सर्व अनाथना नाथ छो. हे पवित्र संयति ! हुं क्षमावुं छुं. ज्ञानरूपी तमारी शिक्षाने वांछुं छुं. धर्मध्यानमां विघ्न करवावाळुं भोग भोगववा संबंधीनुं में तमने हे महाभाग्यवंत ! जे आमंत्रण कीधुं ते संबंधीनो मारो अपराध मस्तके करीने क्षमावुं छुं.’’ एवा प्रकारथी स्तवीने राजपुरुषकेसरी परमानंद पामी रोमरायना विकसित मूळसहित प्रदक्षिणा करीने विनये करी वंदन करीने स्वस्थानके गयो.
प्रमाणशिक्षाः-
अहो भव्यो ! महा तपोधन, महा मुनि, महा प्रज्ञावंत, महा यशवंत, महा निर्ग्रंथ अने महाश्रुत, अनाथी मुनिए मगध देशना राजाने पोताना वीतक चरित्रथी जे बोध आप्यो छे ते खरे ! अशरणभावना सिद्ध करे छे. महा मुनि अनाथीए सहन कर्यां तुल्य वा एथी अति विशेष असह्य दुःख अनंत आत्माओ सामान्य द्रष्टिथी भोगवता देखाय छे, तत्संबंधी तमे किंचित् विचार करो ! संसारमां छवाई रहेली अनंत अशरणतानो त्याग करी सत्य शरणरूप उत्तम तत्त्वज्ञान अने परम सुशीलने सेवो. अंते ए ज मुक्तिना कारणरूप छे. जेम संसारमां रह्या अनाथी अनाथ हता, तेम प्रत्येक आत्मा तत्त्वज्ञाननी उत्तम प्राप्ति विना सदैव अनाथ ज छे. सनाथ थवा पुरुषार्थ करवो ए ज श्रेय छे !
*****
અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો ! આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે ! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો ! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે ! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે ! અહો ! આની કેવી નિર્લોભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે ! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુદ્રઢ છે ! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, “હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુના કામભોગ, જળ સંબંધીના કામભોગ, તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહો.”રાજાનાં વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતો. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, સુહૃન્ - મિત્ર લેશમાત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું.”શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડયો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !”અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધદેશના રાજા ! તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય કયાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છો, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હોંઉં ? રખે હે ભગવન્ ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું, “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું.કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઇંદ્રના વજાના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સૂજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જયેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જયેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી, અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતાં અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી.પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એક વાર જો હું મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રી અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દ્રઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે.હે રાજા ! આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિકરાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિકરાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે, “હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો, તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો.
પ્રમાણશિક્ષાઃ-
અહો ભવ્યો ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિર્ગ્રંથ અને મહાશ્રુત, અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે ! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યાં તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો ! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે !