જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનત્‌કુમાર ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનત્‌કુમારના અંતઃપુરમાં ગયા. સનત્‌કુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો. તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ધુણાવ્યું ? દેવોએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનત્‌કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદ્‌ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું; એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.

 

સનત્‌કુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારો ધારણ કર્યાં. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વધાવાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્‌ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે ? તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા ! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિઆકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી. આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થૂંકો, તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે.

 

સનત્‌કુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી; પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનત્‌કુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઈચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, ‘‘હે વૈદ ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ છો રહ્યો.’’ દેવતાએ કહ્યું, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. પછી સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે થૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગ વિનાશ પામ્યો; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું; ધન્યવાદ ગાઈ વંદન કરી પોતાને સ્થાનકે ગયો.

પ્રમાણશિક્ષાઃ-

રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્‌ગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે; જેના પ્રત્યેક રોમે પોણાબબ્બે રોગનો નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટકયું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે; તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે ! સનત્‌કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મોહે છે ? ‘એ મોહ મંગળદાયક નથી’.

 

આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે.

 

આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી. પણ એનો મર્મ જુદો જ છે. જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો ? એ બિચારાએ તો એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વનો મર્મ આમ છેઃ વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.

 

ભાવનાબોધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત્‌કુમારનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.

 

*****

 

जे जे रिद्धि सिद्धि अने वैभव भरतेश्वरना चरित्रमां वर्णव्यां, ते ते वैभवादिकथी करीने युक्त सनत्‌कुमार चक्रवर्ती हता. तेनां वर्ण अने रूप अनुपम हतां. एक वेळा सुधर्मसभामां ते रूपनी स्तुति थ‌ई. को‌ई बे देवोने ते वात रुची नहीं; पछी ते‌ओ ते शंका टाळवाने विप्ररूपे सनत्‌कुमारना अंतःपुरमां गया. सनत्‌कुमारनो देह ते वेळा खेळथी भर्यो हतो. तेने अंगे मर्दनादिक पदार्थोनुं मात्र विलेपन हतुं. एक नानुं पंचियुं पहेर्युं हतुं. अने ते स्नानमंजन करवा माटे बेठा हता. विप्ररूपे आवेला देवता तेनुं मनोहर मुख, कंचनवर्णी काया अने चंद्र जेवी कांति जो‌ईने बहु आनंद पाम्या; जरा माथुं धुणाव्युं, एटले चक्रवर्ती‌ए पूछ्युं, तमे माथुं केम धुणाव्युं ? देवो‌ए कह्युं, अमे तमारां रूप अने वर्ण निरीक्षण करवा माटे बहु अभिलाषी हता. स्थळे स्थळे तमारा वर्ण रूपनी स्तुति सांभळी हती; आजे ते वात अमने प्रमाणभूत थ‌ई एथी अमे आनंद पाम्या; माथुं धुणाव्युं के जेवुं लोकोमां कहेवाय छे तेवुं ज रूप छे. एथी विशेष छे, पण ओछुं नथी. सनत्‌कुमार स्वरूपवर्णनी स्तुतिथी प्रभुत्व लावी बोल्या, तमे आ वेळा मारुं रूप जोयुं ते भले, परंतु हुं ज्यारे राजसभामां वस्त्रालंकार धारण करी केवळ सज्ज थ‌ईने सिंहासन पर बेसुं छुं, त्यारे मारुं रूप अने मारो वर्ण जोवा योग्य छे; अत्यारे तो हुं खेळभरी काया‌ए बेठो छुं. जो ते वेळा तमे मारां रूप, वर्ण जु‌ओ तो अद्‌भुत चमत्कारने पामो अने चकित थ‌ई जा‌ओ. देवो‌ए कह्युं, त्यारे पछी अमे राजसभामां आवीशुं; एम कहीने त्यांथी चाल्या गया.

 

सनत्‌कुमारे त्यार पछी उत्तम अने अमूल्य वस्त्रालंकारो धारण कर्यां. अनेक उपचारथी जेम पोतानी काया विशेष आश्चर्यता उपजावे तेम करीने ते राजसभामां आवी सिंहासन पर बेठा. आजुबाजु समर्थ मंत्री‌ओ, सुभटो, विद्वानो अने अन्य सभासदो योग्य आसने बेसी गया छे. राजेश्वर चामरछत्रथी अने खमा खमाथी विशेष शोभी रह्यो छे तेमज वधावा‌ई रह्यो छे. त्यां पेला देवता‌ओ पाछा विप्ररूपे आव्या. अद्‌भुत रूपवर्णथी आनंद पामवाने बदले जाणे खेद पाम्या छे, एवा स्वरूपमां ते‌ओ‌ए माथुं धुणाव्युं. चक्रवर्ती‌ए पूछ्युं, अहो ब्राह्मणो ! ग‌ई वेळा करतां आ वेळा तमे जुदा रूपमां माथुं धुणाव्युं एनुं शुं कारण छे ? ते मने कहो. अवधिज्ञानानुसारे विप्रे कह्युं के, हे महाराजा ! ते रूपमां ने आ रूपमां भूमि‌आकाशनो फेर पडी गयो छे. चक्रवर्ती‌ए ते स्पष्ट समजाववा कह्युं. ब्राह्मणो‌ए कह्युं, अधिराज ! प्रथम तमारी कोमळ काया अमृततुल्य हती. आ वेळा‌ए झेररूप छे. तेथी ज्यारे अमृततुल्य अंग हतुं त्यारे आनंद पाम्या हता. आ वेळा झेरतुल्य छे त्यारे खेद पाम्या. अमे कही‌ए छी‌ए ते वातनी सिद्धता करवी होय तो तमे हमणां तांबूल थूंको, तत्काळ ते पर मक्षिका बेसशे अने परधाम प्राप्त थशे.

 

सनत्‌कुमारे ए परीक्षा करी तो सत्य ठरी; पूर्वित कर्मना पापनो जे भाग, तेमां आ कायाना मदसंबंधीनुं मेळवण थवाथी ए चक्रवर्तीनी काया झेरमय थ‌ई ग‌ई. विनाशी अने अशुचिमय कायानो आवो प्रपंच जो‌ईने सनत्‌कुमारना अंतःकरणमां वैराग्य उत्पन्न थयो. केवळ आ संसार तजवा योग्य छे. आवी ने आवी अशुचि स्त्री, पुत्र, मित्रादिनां शरीरमां रही छे. ए सघळुं मोहमान करवा योग्य नथी, एम बोलीने ते छ खंडनी प्रभुता त्याग करीने चाली नीकळ्या. साधुरूपे ज्यारे विचरता हता त्यारे महारोग उत्पन्न थयो. तेना सत्यत्वनी परीक्षा लेवाने को‌ई देव त्यां वैदरूपे आव्यो. साधुने कह्युं, हुं बहु कुशळ राजवैद छुं; तमारी काया रोगनो भोग थयेली छे; जो ईच्छा होय तो तत्काळ हुं ते रोगने टाळी आपुं. साधु बोल्या, “हे वैद ! कर्मरूपी रोग महोन्मत्त छे; ए रोग टाळवानी तमारी जो समर्थता होय तो भले मारो ए रोग टाळो. ए समर्थता न होय तो आ रोग छो रह्यो.” देवता‌ए कह्युं, ए रोग टाळवानी समर्थता हुं धरावतो नथी. पछी साधु‌ए पोतानी लब्धिना परिपूर्ण बळ वडे थूंकवाळी अंगुलि करी ते रोगने खरडी के तत्काळ ते रोग विनाश पाम्यो; अने काया पाछी हती तेवी बनी ग‌ई. पछी ते वेळा देवे पोतानुं स्वरूप प्रकाश्युं; धन्यवाद गा‌ई वंदन करी पोताने स्थानके गयो.

 

प्रमाणशिक्षाः-
रक्तपित्त जेवा सदैव लोहीपरुथी गद्‌गदता महारोगनी उत्पत्ति जे कायामां छे; पळमां वणसी जवानो जेनो स्वभाव छे; जेना प्रत्येक रोमे पोणाबब्बे रोगनो निवास छे; तेवा साडात्रण करोड रोमथी ते भरेली होवाथी करोडो रोगनो ते भंडार छे एम विवेकथी सिद्ध छे. अन्नादिनी न्यूनाधिकताथी ते प्रत्येक रोग जे कायामां देखाव दे छे, मळ, मूत्र, नरक, हाड, मांस, परु अने श्लेष्मथी जेनुं बंधारण टकयुं छे; त्वचाथी मात्र जेनी मनोहरता छे; ते कायानो मोह खरे ! विभ्रम ज छे ! सनत्‌कुमारे जेनुं लेशमात्र मान कर्युं, ते पण जेथी संखायुं नहीं ते कायामां अहो पामर ! तुं शुं मोहे छे ? ‘ए मोह मंगळदायक नथी’.

 

आम छतां पण आगळ उपर मनुष्यदेहने सर्वदेहोत्तम कहेवो पडशे. एनाथी सिद्धगतिनी सिद्धि छे एम कहेवानुं छे. त्यां आगळ निःशंक थवा माटे अहीं नाममात्र व्याख्यान आप्युं छे.

आत्मानां शुभ कर्मनो ज्यारे उदय आव्यो त्यारे ते मनुष्यदेह पाम्यो. मनुष्य एटले बे हाथ, बे पग, बे आंख, बे कान, एक मुख, बे ओष्ठ, एक नाकवाळा देहनो अधीश्वर एम नथी. पण एनो मर्म जुदो ज छे. जो एम अविवेक दाखवी‌ए तो पछी वानरने मनुष्य गणवामां दोष शो ? ए बिचारा‌ए तो एक पूंछडुं पण वधारे प्राप्त कर्युं छे. पण नहीं, मनुष्यत्वनो मर्म आम छेः विवेकबुद्धि जेना मनमां उदय पामी छे, ते ज मनुष्य; बाकी बधाय ए सिवायनां ते द्विपादरूपे पशु ज छे. मेधावी पुरुषो निरंतर ए मानवत्वनो आम ज मर्म प्रकाशे छे. विवेकबुद्धिना उदय वडे मुक्तिना राजमार्गमां प्रवेश कराय छे. अने ए मार्गमां प्रवेश ए ज मानव देहनी उत्तमता छे. तोपण स्मृतिमान थवुं यथोचित छे के, ते देह केवळ अशुचिमय ते अशुचिमय ज छे. एना स्वभावमां अन्यत्व नथी.